તાલીપેરુ નદી

ભારતની નદી

તાલીપેરુ નદી (અંગ્રેજી: Taliperu River) ભારત દેશના છત્તીસગઢ રાજ્યના બીજાપુર જિલ્લામાંથી વહેતી એક નદી છે, જે ગોદાવરી ખીણ પ્રદેશમાં આવેલ છે. આ નદી ગોદાવરી નદીની ડાબા કાંઠાની ઉપનદીઓ પૈકીની એક છે. આ નદીનો ગોદાવરી નદી સાથે સંગમ તેલંગાણા રાજ્યના ખમ્મમ જિલ્લામાં આવેલ ચેરલા નજીક થાય છે.

આ નદી પર બંધ બાંધી આ ક્ષેત્રમાં કૃષિ હેતુઓ માટે વ્યાપકપણે નહેર યોજનાઓ વિકસાવવામાં આવી છે. તાલીપેરુ બંધ પ્રકલ્પ (તાલીપેરુ પ્રોજેક્ટ) આ નદી પર સિંચાઈના હેતુ માટે બાંધવામાં આવેલ છે. આ પાણી તાલીપેરુ બંધના જળાશય ખાતે એકત્રીત કરવામાં આવે છે, જે તેલંગાણા રાજ્યના ખમ્મમ જિલ્લાના ચેરલા ગામ અને મંડળ ખાતે આવેલ એક મધ્યમ સિંચાઇ યોજના છે. આ પ્રકલ્પ આશરે ૫.૦ ટીએમસી જળનો ઉપયોગ કરે છે અને ખમામ જિલ્લાના ચેરલા મંડળ અને દુમ્મુગુદેમ મંડળ ખાતે ૨૪૫૦૦ એકર જેટલા વિસ્તારને પિયત પુરું પાડે છે.

18°02′12″N 80°49′22″E / 18.03667°N 80.82278°E / 18.03667; 80.82278