તિથલ બીચ
20°35′53.6″N 72°53′41″E / 20.598222°N 72.89472°E
તિથલ બીચ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણમાં આવેલા વલસાડ જિલ્લાના વલસાડ તાલુકામાં વલસાડ નગર નજીક તિથલ ગામ ખાતે અરબી સમુદ્રના કિનારા પર આવેલ એક બીચ છે. આ બીચ પર કાળી રેતી જોવા મળે છે.[૧]
ગુજરાત સરકાર દ્વારા આ બીચને પર્યટન સ્થળ તરીકે વિકસાવવાના ભાગરૂપે જરૂરિયાત અનુસારની સુવિધાઓ અને માળખાકીય સવલતો (ઇન્ફ્રાસ્ટ્રક્ચર) વધારવાની યોજના બનાવવામાં આવેલ છે[૨][૩].
માર્ગદર્શન
ફેરફાર કરોતિથલ બીચ પહોંચવા માટે નજીકનું સ્થળ વલસાડ શહેર ૫ (પાંચ) કિલોમીટર અંતરે આવેલ છે, જે રેલવે તેમ જ સડક માર્ગ દ્વારા રાજ્ય અને દેશના અન્ય ભાગો સાથે જોડાયેલ છે. સુરત શહેર ખાતેથી હવાઈસેવા ઉપલબ્ધ છે, જ્યાંથી પણ સમયાતંરે ખાનગી તથા સરકારી સાધન મળી શકે છે.
સંદર્ભો
ફેરફાર કરો- ↑ "District Census Handbook - Valsad" (PDF). Census of India. પૃષ્ઠ 5. મેળવેલ ૧૬ ફેબ્રુઆરી ૨૦૧૬.
- ↑ "ગોવા કરતાં પણ સ્વચ્છ અને સુંદર છે ગુજરાતના આ 11 બીચ". સંદેશ સમાચારપત્ર. મેળવેલ ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૮.
- ↑ "વલસાડની નજીક છે તિથલનો સુંદર દરિયાકિનારો". janvajevu.com. મૂળ માંથી 2020-08-13 પર સંગ્રહિત. મેળવેલ ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૮.