તિસ્તા નદી

બાંગ્લાદેશની નદી

તિસ્તા નદી ભારત દેશના સિક્કિમ અને પશ્ચિમ બંગાળ રાજ્ય તેમ જ બાંગ્લાદેશમાંથી વહે છે. તે સિક્કિમ અને પશ્ચિમ બંગાળના જલપાઇગુડી વિભાગની મુખ્ય નદી છે. પશ્ચિમ બંગાળમાં તે દાર્જિલિંગ જિલ્લામાં વહે છે.[૧] તિસ્તા નદીને સિક્કિમ અને ઉત્તર બંગાળની જીવાદોરી કહેવાય છે.

તિસ્તા નદી
દેશો ભારત, બાંગ્લાદેશ
રાજ્યો સિક્કિમ, ભારત, પશ્ચિમ બંગાળ, ભારત, રંગપુર, બાંગ્લાદેશ
ઉપનદીઓ
 - ડાબે ડિક ચુ, રાંગપો નદી, લાં લાં છૂ, લાચુંગ નદી, રાની ખોલા
 - જમણે રાંધાપ છૂ, રંગીત, રિંગયોંગ છૂ
શહેર રાંગપો, કાલિમપોંગ, જલપાઈગુડી
સ્ત્રોત પાઉહુનરી હિમનદી, જેમુ હિમનદી, ચોલામુ સરોવર, ગુરુદોંગ્માર સરોવર
 - સ્થાન સિક્કિમ, ભારત
 - ઉંચાઇ ૭,૦૬૮ m (૨૩,૧૮૯ ft)
મુખ બ્રહ્મપુત્રા નદી
 - સ્થાન ફુલચોરી, રંગપુર, બાંગ્લાદેશ
લંબાઈ ૩૦૯ km (૧૯૨ mi)
Basin ૧૨,૫૪૦ km2 (૪,૮૪૨ sq mi)
[[Image:| 256px|alt=|]]

સિક્કિમ અને પશ્ચિમ બંગાળમાંથી વહેતી આ નદી બાંગ્લાદેશમાં પ્રવેશે છે અને બ્રહ્મપુત્રા નદીમાં મળી જાય છે. આ નદીની સમગ્ર લંબાઈ ૩૧૫ કિ.મી. છે.

ભારત અને બાંગ્લાદેશ દેશ વચ્ચે સંયુક્ત રીતે વહેતી આ નદી ભારતના સિક્કિમ અને પશ્ચિમ બંગાળ થઈને બાંગલા દેશમાં પ્રવેશે છે. બંગાળની ખાડીમાં જતી આ નદી ભારત તેમજ બાંગ્લાદેશની સમૃદ્ધિની દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ નદી છે.

હિન્દુ પુરાણો અનુસાર આ નદી દેવી પાર્વતીના સ્તનમાંથી નીકળી છે. 'તિસ્તા' શબ્દનો અર્થ 'ત્રિ-સ્ત્રોતા' અથવા 'ત્રણ-પ્રવાહ' એવો થાય છે.

સિક્કિમ પ્રાંતની જેટલી લંબાઈ છે, તે પૈકી લગભગ સમગ્ર લંબાઈ સુધી વહેતી આ નદી ઉત્તુંગ હિમાલયના સમશીતોષ્ણ બે નદીની ખીણમાંથી ઉષ્ણકટિબંધના તાપમાનને કાપે છે. ચમકીલા લીલા (emerald) રંગના પાણીવાળી આ નદી બાંગ્લાદેશમાં બ્રહ્મપુત્રા નદીમાં મળી જાય તે પૂર્વે સિક્કિમ અને પશ્ચિમ બંગાળની સીમાઓ સ્વરૂપે વહે છે.

સંદર્ભો ફેરફાર કરો

  1. Bisht, R. C. (૨૦૦૮). International Encyclopaedia of Himalayas (5 Vols.). New Delhi: Mittal Publication. પૃષ્ઠ ૧૯. ASIN B002QVXS82. ISBN 978-81-8324-265-3. મેળવેલ ૨૮ નવેમ્બર ૨૦૦૯.