જલપાઈગુડી જિલ્લો
જલપાઈગુડી જિલ્લો (અંગ્રેજી: Jalpaiguri district) (બંગાળી: জলপাইগুড়ি জেলা) ભારત દેશના પૂર્વ ભાગમાં આવેલા પશ્ચિમ બંગાળ રાજ્યમાં આવેલા કુલ ૧૯ (ઓગણીસ) જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. આ જિલ્લો પશ્ચિમ બંગાળ રાજ્યના કુલ ૩ (ત્રણ) વિભાગો પૈકીના એક એવા જલપાઈગુડી વિભાગના વહીવટી ક્ષેત્ર અંતર્ગત આવે છે. આ જિલ્લો જલપાઈગુડી વિભાગમાં આવેલા કુલ ૬ (છ) જિલ્લાઓ પૈકીનો સૌથી મોટો જિલ્લો છે. જલપાઈગુડી શહેર ખાતે જલપાઈગુડી જિલ્લાનું મુખ્ય મથક આવેલું છે, જે જલપાઈગુડી વિભાગનું પણ વહીવટી મથક છે.
જલપાઈગુડી જિલ્લો | |
---|---|
પશ્ચિમ બંગાળનો જિલ્લો | |
નીઓરા ચાનો બગીચો, રાયકુટ પેલેસ, મેનગુરીથી દેખાતો હિમાલય, તીસ્તા નદી પરનો પુલ, ચંપ્રામેરી અભયારણ્ય | |
પશ્ચિમ બંગાળમાં જલપાઇગુડી જિલ્લાનું સ્થાન | |
દેશ | ભારત |
રાજ્ય | પશ્ચિમ બંગાળ |
વિભાગ | જલપાઇગુડી |
મુખ્યમથક | જલપાઈગુડી |
સરકાર | |
• લોક સભા મતવિસ્તારો | જલપાઈગુડી, અલિપુરદૌર |
• વિધાન સભા મતવિસ્તારો | નાગ્રકટા, દુધપુરી, મેકલિગની, માયાગુરી, માલ, દબગ્રામ-ફુલબારી, જલપાઈગુડી, રાજગની |
વિસ્તાર | |
• કુલ | ૩,૩૮૬ km2 (૧૩૦૭ sq mi) |
વસ્તી (૨૦૧૧) | |
• કુલ | ૨૩,૮૧,૫૯૬ |
• ગીચતા | ૭૦૦/km2 (૧૮૦૦/sq mi) |
• શહેરી વિસ્તાર | ૧૧,૦૩,૮૪૭ |
વસ્તી વિષયક | |
• સાક્ષરતા | ૮૪.૭૯% |
• લિંગ પ્રમાણ | ૯૫૪ |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
મુખ્ય ધોરીમાર્ગો | NH 31, NH 31A, NH 31C, NH 31D |
સરેરાશ વાર્ષિક વરસાદ | ૩૧૬૦ મીમી |
વેબસાઇટ | www |
આ જિલ્લો પર્યટન ક્ષેત્રે, પહાડી વિસ્તાર તરીકે, રમણીય દ્દશ્યો માટે, ગાઢ જંગલો માટે, ચાના બગીચા માટે તેમ જ આદિવાસી સંસ્કૃતિ માટે જાણીતો છે. આ જિલ્લો ૬,૨૪૫ ચોરસ કિલોમીટર જેટલા વિસ્તારમાં ફેલાયેલો છે. આ જિલ્લો 26° 16' અને 27° 0' ઉત્તર અક્ષાંશ તથા 88° 4' અને 89° 53' પૂર્વ રેખાંશ વચ્ચે આવેલો છે. આ જિલ્લાની સ્થાપના ઈ. સ. ૧૮૬૯ના વર્ષમાં કરવામાં આવી હતી.
સંદર્ભો
ફેરફાર કરોબાહ્ય કડીઓ
ફેરફાર કરો
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |