તુલસી ઘાટગંગા નદી પર આવેલ એક ઘાટ છે, જે ભારત દેશના ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલા વારાણસી શહેર ખાતે આવેલ છે. તેનું જૂનું નામ "લોલાર્ક ઘાટ" હતું. પછીથી સંત તુલસી દાસજી દ્વારા સોળમી સદીમાં તેનું નામ બદલવામાં આવ્યું છે. ભાદરવા મહિનામાં અહીં ખૂબ જ મોટો મેળો ભરાય છે. સંત તુલસી દાસજી દ્વારા આ ઘાટ પર શ્રીકૃષ્ણ લીલાની શરૂઆત કરવામાં આવી હતી, જે હજુ પણ ચાલુ છે. તે કારતક કૃષ્ણ પક્ષ દ્વાદશી તિથીથી શરૂઆત કરી આસો શુક્લ પક્ષ દ્વિતિયા તિથી સુધી હોય છે. જેમાં નાગનથૈયા (ચાર-લખી મેળો), દશાવતાર ઝાંખી, રાસ લીલા પ્રખ્યાત છે. કાશી નરેશ દ્વારા નાગનથૈયામાં સોના મહોરો આપવામાં આવતી હતી. આ ઘાટ પર સંત તુલસી દાસજી દ્વારા હનુમાનજીનું મંદિર પણ સ્થાપિત છે.

તુલસી ઘાટ, વારાણસી