તોરણમાળ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યના ઉત્તર-પશ્ચિમ ભાગમાં આવેલા નંદરબાર જિલ્લાના અકરાણી તાલુકામાં આવેલું હવા ખાવાનું સ્થળ છે, જે સાતપુડાની પર્વતમાળામાં દરિયાઈ સપાટીથી ૩,૭૭૦ ફૂટ (૧,૧૫૦ મીટર) જેટલી ઊંચાઈ પર આવેલું છે. અંતરિયાળ વિસ્તારમાં આવેલું તેમ જ નજીકમાં કોઈ મોટું શહેર ન હોવાને કારણે અહીં સહેલાણીઓની અવરજવર ઓછા પ્રમાણમાં જોવા મળે છે, પરંતુ તેને કારણે આ સ્થળ શાંત અને રમણીય લાગે છે[૧].

તોરણમાળથી સૌથી નજીકનું મોટું મથક શહાદા છે, જે ૫૫ કિલોમીટર (૩૪ માઈલ)ના અંતરે આવેલું છે. શહાદા જવા માટે સુરત-ભુસાવળ રેલ્વે લાઈન (તાપ્તી લાઈન) પરના નંદરબાર અથવા દોંડાઈચા રેલ્વે સ્ટેશને ઉતરવું પડે છે. સડક માર્ગે શહાદા સુરતથી આશરે ૨૦૦ કિલોમીટર અને નાસિકથી આશરે ૩૦૫ કિલોમીટર જેટલા અંતરે છે.

દર્શનીય સ્થળો

ફેરફાર કરો
 • યશવન્ત તળાવ
 • આવશાબારી પોઈન્ટ
 • સનસેટ પોઈન્ટ
 • કોફી ગાર્ડન
 • ચેક ડેમ
 • ગોરખનાથ મંદિર
 • નાગર્જુન પોઈન્ટ
 • સાત પાયરી (સાત મજલી) વ્યૂ પોઈન્ટ
 • કમલ તળાવ
 • વન કેન્દ્ર અને ઔષધિય વનસ્પતિ ગાર્ડન
 • સીતા ખાઈ

સંદર્ભો

ફેરફાર કરો
 1. "Toranmal - Nandurbar, Maharashtra : Hill Stations". Whereincity.com. ૨૦૦૭-૦૭-૦૨. મૂળ માંથી 2013-08-09 પર સંગ્રહિત. મેળવેલ ૨૦૧૦-૦૯-૨૭.

અક્ષાંશ-રેખાંશ: ૨૧°૫૪′ઉ ૭૪°૨૭′પૂ

બાહ્ય કડીઓ

ફેરફાર કરો