તોષ, હિમાચલ પ્રદેશ
તોષ ગામ ભારત દેશના હિમાચલ પ્રદેશ રાજ્યમાં કુલુ જિલ્લામાં આવેલ છે. પાર્વતી ખીણમાં કસોલ ગામ નજીક પર્વતોથી ઘેરાયેલું આ ગામ દરિયાઈ સપાટી થી 2,400 metres (7,900 ft) જેટલી ઉંચાઈ ધરાવતી એક ટેકરી પર આવેલ છે.[૧][૨] પાર્વતી ખીણ સાથે જોડાયેલી તોષ ખીણમાંથી તોષ નદી વહે છે, જે ગામની ઉપરવાસમાં આવેલા તોષ હિમનદી (ગ્લેસિયર) ખાતેથી નીકળે છે, જે અંતે પાર્વતી નદીને મળી જાય છે. આ હિમનદીની આસપાસ પાપાસુરા, વ્હાઇટ સેઇલ, અંગદુરી, પિન્નાક્લ તથા દેવચાન શિખરો આવેલ છે.[૩] આ ગામ સુધી પહોંચવા માટે ભૂંટરથી કસોલ માટે જતી બસ પકડીને કસોલ સુધી જવાય છે અને ત્યાંથી સવા કલાક કારમાં બેસી મનિકરણ અને બારશેની ગામ પસાર કરી, ત્યાંથી એક કલાક જેટલા સમય માટે ચઢાણ કરી પહોંચી શકાય છે.[૪] આ ગામને એક પરંપરાગત ગામમાં થી હિપ્પી વસાહતમાં ફેરવાયેલા ગામ તરીકે વર્ણવવામાં આવે છે.[૫]
વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ
ફેરફાર કરોતોષ ગામની આસપાસ ઘાસના મેદાનો અને ખીણો આવેલ છે, જેમાં હિમાલયન બ્લ્યુ પોપી (તારાકાર વગડાઉ વાદળી ફૂલ), આયરીશ, માર્શ મેરીગોલ્ડ, પ્રિમ્યુલા, બટર કપ અને હિમાલયન બાલસમ પ્રજાતિનાં ફૂલો જોવા મળે છે. લામાજિયર, બુલ ફિન્ચ, રોઝ ફિન્ચ, હિમાલયન ગીધ, વ્હાઇટ વોટર સ્ટાર્ટ્સ તેમ જ બ્રાઉન ડીપર્સ જેવાં હિમાલયનપક્ષીઓ આ વિસ્તારમાં મળે છે. અહીં હિમાલયન ભૂખરા અને કાળા રીંછ ક્યારેક જોવા મળે છે.
ચિત્રદર્શન
ફેરફાર કરો-
ખીરગંગા ખાતે થી દેખાતું તોષ ગ્લેશિયર
-
તોષ ગામ
-
ડિસેમ્બર મહિનામાં બરફવર્ષા પછી તોષ ગામ
-
તોષ ગામ ખાતેથી દેખાતું વિશાળ દૃશ્ય
-
તોષ ગામ
સંદર્ભો
ફેરફાર કરો- ↑ Kriti Tulsiani (૧૫ ડિસેમ્બર ૨૦૧૬). "Tosh, Malana, Kasol and other picturesque villages that you wouldn't want to miss". મેળવેલ 20 June 2017.
- ↑ Keith Armando Gomes (૪ ફેબ્રુઆરી ૨૦૧૭). "A silent retreat: Trekking from Tosh to Parvati Valley in Himachal Pradesh". મેળવેલ 20 June 2017.
- ↑ Vanessa Betts; Victoria McCulloch (૧૦ ફેબ્રુઆરી ૨૦૧૪). Indian Himalaya Footprint Handbook: Includes Corbett National Park, Darjeeling, Leh, Sikkim. Footprint Travel Guides. પૃષ્ઠ 169. ISBN 978-1-907263-88-0.
- ↑ "Kasol to Tosh". Google maps. મેળવેલ 20 June 2017.
- ↑ David Abram; Rough Guides (૨૦૦૩). The Rough Guide to India. Rough Guides. પૃષ્ઠ 503. ISBN 978-1-84353-089-3.
બાહ્ય કડીઓ
ફેરફાર કરોTosh, Himachal Pradesh સંબંધિત દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો વિકિમીડિયા કૉમન્સ પર