દર્ભ
દર્ભ, દાભ, ડાભડો, કુશ, વગેરે નામોથી ઓળખાતું આ ઘાસ એક બહુવર્ષાયુ પ્રકારની વનસ્પતિ છે. તેનું વૈજ્ઞાનિક નામ Desmostachya bipinnata છે[૩] દર્ભનો છોડ ઊંચો, ગુચ્છાદાર, જાડા અને મજબૂત મૂળ ધરાવતો, તીક્ષ્ણ કોરો ધરાવતા પર્ણવાળો અને બહુવર્ષાયુ હોય છે.[૪]
દર્ભ | |
---|---|
Desmostachya bipinnata (right plant) | |
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ | |
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | Plantae |
Clade: | Tracheophytes |
Clade: | Angiosperms |
Clade: | Monocots |
Clade: | Commelinids |
Order: | Poales |
Family: | Poaceae |
Genus: | Desmostachya |
Species: | ''D. bipinnata'' |
દ્વિનામી નામ | |
Desmostachya bipinnata | |
સમાનાર્થી (વૈજ્ઞાનિક વર્ગીકરણ)/અન્ય નામ[૨] | |
|
ઉપયોગો
ફેરફાર કરોઔષધિય
ફેરફાર કરોઆયુર્વેદ અને લોકૌષધિમાં દર્ભનો ઉપયોગ મરડાના ઉપચાર માટે, મૂત્રવર્ધક તરિકે અને મહિલાઓમાં માસિકસ્ત્રાવ અટકાવવા માટે કરવામાં આવે છે.[૫]
ધાર્મિક
ફેરફાર કરોહિંદુ, જૈન અને બૌદ્ધ ધર્મમાં દર્ભ પવિત્ર ઘાસ તરીકે વર્ષોથી વપરાતું આવ્યું છે. ઋગ્વેદમાં દર્ભનો ઉપયોગ પૂજનસામગ્રી તરીકે અને ભગવાન તથા પુરોહિતના આસન માટે થતો હોવાનો ઉલ્લેખ છે.[૬] ભગવદ્ ગીતાના છઠ્ઠા અધ્યાયના ૧૧માં શ્લોકમાં ભગવાન કૃષ્ણ ધ્યાન કરવા માટે કુશના આસન પર બેસવાનું જણાવે છે.[૭] બૌદ્ધ ધર્મમાં એમ માનવામાં આવે છે કે બોધિસત્વ પ્રાપ્ત કર્યું ત્યારે ગૌતમ બુદ્ધ દર્ભના જ આસન પર બેસી ને ધ્યાન કરતા હતા.[૮] હિંદુ ધર્મમાં સંધ્યા, તર્પણ, યજ્ઞ, શ્રાદ્ધ અને કર્મકાંડ વગેરેમાં વપરાય છે. યજ્ઞમૂર્તિ વરાહ ભગવાને પોતાનું શરીર ધુણાવતાં જે રુંવાટાં ખર્યા તે દર્ભ નામના લીલા રંગના ઘાસરૂપે ઊગી નીકળ્યાં એમ કહેવાય છે. જે સ્થળે આ રુવાંટાં ખર્યાં તે બર્હિષ્મતી નામના તીર્થથી પ્રસિદ્ધ છે.[૯]
અન્ય
ફેરફાર કરોબીજું ઘાસ ન મળે ત્યારે જ આ ઘાસ ઢોર ખાય છે. એમાંથી દોરી, દોરડાં, આસનિયાં, વગેરે બને છે. ગ્રહણ વખતે ખાદ્ય પદાર્થો અભડાય નહિ એવી માન્યતાને લીધે દરેક વસ્તુની અંદર દર્ભની સળી મૂકવામાં આવે છે.[૯]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ Lansdown, R.V. (2013). "Desmostachya bipinnata". IUCN Red List of Threatened Species. 2013: e.T13579796A13596921. મેળવેલ 27 May 2020.
- ↑ ૨.૦ ૨.૧ "Desmostachya bipinnata". Plants of the World Online. Royal Botanic Gardens, Kew. મેળવેલ 27 May 2020.
- ↑ Martha Modzelevich. "Desmostachya bipinnata". Flowers in Israel. મેળવેલ June 15, 2011.
- ↑ Pandeya A; Pandeya SC, 2002. Environment and population differentiation in Desmostachya bipinnata (Linn.) Stapf in western India. Tropical Ecology સંગ્રહિત ૨૦૨૧-૦૯-૧૪ ના રોજ વેબેક મશિન, 43:359-362.
- ↑ James A. Duke. "Desmostachya bipinnata (POACEAE)". Green Farmacy Garden, Fulton, Maryland: Dr. Duke's Phytochemical and Ethnobotanical Databases. મેળવેલ June 15, 2011.[હંમેશ માટે મૃત કડી]
- ↑ Griffith, Ralph T. H. (1896). The Hymns of the Rigveda, Volume 1. પૃષ્ઠ 4. મૂળ માંથી 2014-01-07 પર સંગ્રહિત. મેળવેલ 2021-05-17.
- ↑ "શુદ્ધ ભૂમિ પર, જ્યાં ક્રમશઃ કુશ, મૃગચર્મ અને વસ્ત્ર પાથરેલું હોય, જે ન તો બહુ ઊંચું હોય અને ન બહુ નીચું, એવા પોતાના આસનને સ્થિર સ્થાપન કરીને..." (ગીતા અધ્યાય ૬, શ્લોક ૧૧)
- ↑ Professor Paul Williams (2006). Buddhism: Critical Concepts in Religious Studies (Critical Concepts in Religious Studies S.). New York: Routledge. પૃષ્ઠ 262. ISBN 0-415-33226-5.
- ↑ ૯.૦ ૯.૧ ગોંડલનરેશ શ્રી ભગવતસિંહજી. "ભગવદ્ગોમંડલમાં દર્ભ". ભગવદ્ગોમંડલ. મેળવેલ ૧૮ મે ૨૦૨૧.