દાંતીવાડા બંધ

દાંતીવાડા ગામ નજીક આવેલો બંધ

દાંતીવાડા બંધઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં દાંતીવાડા ગામ નજીક બનાસ નદી પર આવેલો બંધ છે. આ બંધનું બાંધકામ ૧૯૬૫માં મુખ્યત્વે સિંચાઇ અને પૂર નિયંત્રણના હેતુથી કરવામાં આવ્યું હતું.

દાંતીવાડા બંધ
દાંતીવાડા બંધ is located in ગુજરાત
દાંતીવાડા બંધ
દાંતીવાડા બંધ
અધિકૃત નામદાંતીવાડા જળાશય યોજના
દેશભારત
સ્થળબનાસકાંઠા
અક્ષાંશ-રેખાંશ24°18′59″N 72°19′31″E / 24.316453°N 72.325193°E / 24.316453; 72.325193
હેતુસિંચાઇ અને પાણી પુરવઠો
સ્થિતિસક્રિય
બાંધકામ શરુઆત૧૯૫૮
ઉદ્ઘાટન તારીખ૧૯૬૫
બાંધકામ ખર્ચ૧૩૩૯.૩૬ લાખ
બંધ અને સ્પિલવે
નદીબનાસ નદી
ઊંચાઇ (પાયો)61 metres (200 ft)
લંબાઈ4,832 metres (16,000 ft)
સ્પિલવે૧૧ રેડિયલ
સ્પિલવે પ્રકારઓગી
સ્પિલવે ક્ષમતા૭૫૦૪ મી/સે
સરોવર
કુલ ક્ષમતા૯૦૭.૮૮ મિલિયન ક્યુબ મીટર
સ્ત્રાવ વિસ્તાર40.47 square kilometres (440,000,000 sq ft)
ઊર્જા મથક
જળઊર્જા પ્રકારપરંપરાગત
વેબસાઈટ
દાંતીવાડા બંધ

દાંતીવાડા બંધ હેઠળ કુલ ૧૧૧ ગામોને પાણી આપવામાં આવે છે અને ૧૨ ગામો આ બંધથી આંશિક રીતે ડૂબાણમાં ગયા હતા. બંધના સરોવર હેઠળ ૧,૨૧૫ હેક્ટર્સ (૩,૦૦૦ એકર્સ; ૪.૬૯ ચોરસ માઇલ) વન જમીન, ૮૧૦ હેક્ટર્સ (૨,૦૦૦ એકર્સ; ૩.૧ ચોરસ માઇલ) બિનઉપજાઉ જમીન, ૨૦૨૫ હેક્ટર્સ (૫,૦૦૦ એકર્સ; ૭.૮૨ ચોરસ માઇલ) ખેતીલાયક જમીન ડૂબાણમાં ગઇ હતી.[]

૧૯૯૪-૯૫ના વર્ષમાં ૫૦,૨૮૪ હેક્ટર્સ (૧,૨૪,૨૫૦ એકર્સ, ૧૪૪.૧૫ ચોરસ માઇલ) જમીનને સિંચાઇ પૂરી પડાઇ હતી.[]

આ બંધ બંધાયાના ૮ વર્ષ પછી ૧૯૭૩ના વર્ષમાં બંધમાં ભંગાણ પડ્યું હતું.[]

એપ્રિલ ૧૦, ૨૦૧૫ના રોજ ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રીએ દાંતીવાડા બંધના પાણીને ૩ તાલુકાના ૧૨૩ ગામો સુધી પહોંચાડવાની યોજના માટે ૧૧૦ કરોડ રૂપિયા ફાળવવાની જાહેરાત કરી હતી.[]

જોવાલાયક સ્થળો

ફેરફાર કરો

બંધની જમણી બાજુના માટીના બંધ પાસે ભગવાન શંકરનું જુનું મંદિર અને નજીકમાં બીજમાસર માતાનું મંદિર આવેલું છે.[]

  1. ૧.૦ ૧.૧ "Dantiwada Water Resources Project". મૂળ માંથી 2015-12-08 પર સંગ્રહિત. મેળવેલ ૧૧ માર્ચ ૨૦૧૬.
  2. "Embankment Dam Failure: A Downstream Flood Hazard Assesment" (PDF). મેળવેલ ૧૧ માર્ચ ૨૦૧૬.
  3. "Golden day for Banaskantha: Rs. 500 crore water supply projects inaugurated". મેળવેલ ૧૧ માર્ચ ૨૦૧૬.
  4. "દાંતા તાલુકા પંચાયત - ઇતિહાસ". મૂળ માંથી 2011-11-15 પર સંગ્રહિત. મેળવેલ ૧૧ માર્ચ ૨૦૧૬.