ઉત્તર ગુજરાત

ભારતનાં ગુજરાત રાજ્યનો ઉત્તરી વિસ્તાર

ગુજરાત રાજ્યનો ઉત્તરનો ભાગ ઉત્તર ગુજરાત તરીકે ઓળખાય છે. આ વિસ્તારમાં રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણ અને ગાંધીનગર જિલ્લાઓનો સમાવેશ થાય છે.

વ્યવસાય ફેરફાર કરો

ઉત્તર ગુજરાતમાં મુખ્યત્વે ડેરી અને પશુપાલન વ્યવસાય વ્યાપકપણે થાય છે.

ભાષા-બોલી ફેરફાર કરો

આ વિસ્તારના લોકો લગભગ સરખી ગુજરાતી ભાષા બોલે છે. તેમ છતાં, દરેક જિલ્લાની બોલીમાં ફરક જણાઇ આવે છે. આ વિસ્તારમાં ગુજરાતીમાં "છે" ની જગ્યાએ "શે" અથવા "શ" નો ઉપયોગ થતો જોવા મળે છે. મહેસાણા જિલ્લાની બોલીને મહેસાણી ગુજરાતી કહેવામાં આવે છે.

સમસ્યાઓ ફેરફાર કરો

આ વિસ્તારમાં પાણીનું સ્તર દર વર્ષે ૬ મીટર જેટલું નીચે જાય છે.[૧]

સંદર્ભ ફેરફાર કરો

  1. "Aquifer depletion". Encyclopedia of Earth.