બનાસકાંઠા જિલ્લો

ગુજરાતનો સૌથી ઉત્તરી જિલ્લો

બનાસકાંઠા ગુજરાતનો સૌથી ઉત્તરે આવેલ જિલ્લો છે. પાલનપુર તેનું મુખ્યમથક છે. બનાસકાંઠા જિલ્લો અંબાજી (યાત્રાધામ), ડીસા (બટાકા માટે પ્રખ્યાત, વેપારી મથક), પાલનપુર (મુખ્ય મથક, હીરા ઉધોગનું કેન્દ્ર) માટે પ્રખ્યાત છે. બનાસ નદી ઉપરથી આ જિલ્લાનું નામ બનાસકાંઠા પડેલ છે. બનાસકાંઠા જિલ્લામાં કુલ ૧૪ તાલુકાઓનો સમાવેશ થતો હતો જેમાંથી ૧ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ ૮ તાલુકાઓ છૂટા પાડી ને વાવ-થરાદ જિલ્લો રચાતા હવે ૬ તાલુકાઓ આ જિલ્લામાં રહ્યા છે[].

બનાસકાંઠા જિલ્લો
જિલ્લો
સમઘડી દિશામાં ડાબે-ઉપરથી:: કીર્તિ સ્તંભ, અંબાજીમાં ગબ્બરનું મંદિર, મોકેશ્વર બંધ, વડગામમાં ખેતર, મગરવાડાનું મણિભદ્રવીરનું મંદિર
નકશો
બનાસકાંઠા જિલ્લાનો નકશો
ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાનું સ્થાન
ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાનું સ્થાન
દેશ ભારત
રાજ્યગુજરાત
સ્થાપના૧ મે, ૧૯૬૦
મુખ્યમથકપાલનપુર
સરકાર
 • જિલ્લા કલેક્ટરઆનંદ પટેલ[]
વિસ્તાર
 • કુલ૧૨,૭૦૩ km2 (૪૯૦૫ sq mi)
વસ્તી
 (૨૦૧૧)[]
 • કુલ૩૧,૨૦,૫૦૬
 • ગીચતા૨૩૩/km2 (૬૦૦/sq mi)
ભાષાઓ
 • અધિકૃતગુજરાતી, હિન્દી, અંગ્રેજી
સમય વિસ્તારUTC+૫:૩૦ (સમયવિસ્તાર)
વાહન નોંધણીGJ-08
વેબસાઇટbanaskantha.gujarat.gov.in

જિલ્લાનો કુલ વિસ્તાર ૧૨,૭૦૩ ચોરસ કિલોમીટર છે અને તે રાજ્યમાં વિસ્તારની દ્રષ્ટિએ બીજો ક્રમ ધરાવે છે.

મુખ્ય નદીઓ

ફેરફાર કરો

બનાસકાંઠા વિષમ હવામાન ધરાવે છે. આબોહવા એકંદરે સૂકી છે. ઉનાળામાં સખત ગરમી અને ઉત્તરે આવેલા રણને કારણે શિયાળામાં સખત ઠંડી પડે છે.[] ભૌગોલિક રીતે બનાસકાંઠાનો ઉતર પૂર્વ ભાગ પહાડી પ્રદેશ છે. જયારે મઘ્ય ભાગ સપાટ અને રેતાળ છે. પશ્ચિમનો ભાગ કચ્છના રણનો વિસ્તાર છે તે ખારો પ્રદેશ છે.

વન્યજીવન

ફેરફાર કરો

બનાસકાંઠામાં બે અભયારણ્યો બાલારામ અંબાજી વન્યજીવ અભયારણ્ય અને જેસોર રીંછ અભયારણ્ય આવેલા છે.

તાલુકાઓ

ફેરફાર કરો

બનાસકાંઠા જિલ્લો ૬ તાલુકાઓમાં વિભાજીત કરવામાં આવ્યો છે. ૧ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ થયેલી જાહેરાત પ્રમાણે બનાસકાંઠામાંથી બે જિલ્લા વાવ-થરાદ અને બનાસકાંઠા બનાવાયા હતા.[]

 
ઉત્તર ગુજરાતનાં જિલ્લાઓ

વાવ-થરાદના નવા નિર્માણાધીન જિલ્લામાં અગાઉના ૮ તાલુકાઓનો સમાવેશ થાય છે[].

ઐતિહાસિક વસ્તી
વર્ષવસ્તી±% p.a.
૧૯૦૧૪,૩૭,૦૭૨—    
૧૯૧૧૪,૧૮,૪૫૦−0.43%
૧૯૨૧૪,૪૦,૮૯૧+0.52%
૧૯૩૧૪,૭૭,૩૪૧+0.80%
૧૯૪૧૫,૪૮,૭૩૭+1.40%
૧૯૫૧૬,૯૬,૩૬૭+2.41%
૧૯૬૧૮,૯૯,૯૮૯+2.60%
૧૯૭૧૧૧,૪૬,૧૫૯+2.45%
૧૯૮૧૧૫,૧૪,૧૨૧+2.82%
૧૯૯૧૧૯,૮૧,૫૧૩+2.73%
૨૦૧૧૨૫,૦૪,૨૪૪+1.18%
૨૦૧૧૩૧,૨૦,૫૦૬+inf%
સંદર્ભ:[]
બનાસકાંઠા જિલ્લાની વસ્તી
ધર્મ ટકા
હિંદુ
  
92.62%
ઇસ્લામ
  
06.84%

૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે બનાસકાંઠા જિલ્લાની વસ્તી ૩૧,૧૬,૦૪૫[] વ્યક્તિઓની છે, જે મંગોલિયા દેશની વસ્તી સમાન છે[] અથવા અમેરિકાના આયોવા રાજ્ય જેટલી છે.[] દેશના કુલ ૬૪૦ જિલ્લાઓમાંથી વસ્તીની દ્રષ્ટિએ તેનો ક્રમ ૧૧૧મો આવે છે.[] ૨૦૦૧-૧૧ના દાયકા દરમિયાન વસ્તી વધારાનો દર ૨૪.૪૩% રહ્યો હતો.[] બનાસકાંઠા જિલ્લામાં જાતિ પ્રમાણ ૯૩૬ અને સાક્ષરતા દર ૬૬.૩૯% છે.[]

રાજકારણ

ફેરફાર કરો

વિધાનસભા બેઠકો

ફેરફાર કરો
મત બેઠક ક્રમાંક બેઠક ધારાસભ્ય પક્ષ નોંધ
વાવ ગેનીબેન ઠાકોર કોંગ્રેસ
થરાદ શંકર ચૌધરી ભાજપ
ધાનેરા માવજી દેસાઇ અપક્ષ
૧૦ દાંતા કાંતિભાઇ ખરાડી કોંગ્રેસ
૧૧ વડગામ (SC) જીજ્ઞેશ મેવાણી કોંગ્રેસ
૧૨ પાલનપુર અનિકેત ઠાકર ભાજપ
૧૩ ડીસા પ્રવિણ માળી ભાજપ
૧૪ દિયોદર કેશાજી ચૌહાણ ભાજપ
૧૫ કાંકરેજ અમૃતજી ઠાકોર કોંગ્રેસ

લોકસભા બેઠક

ફેરફાર કરો

બનાસકાંઠામાં એક લોકસભા બેઠકનો સમાવેશ થાય છે.

જાણીતા વ્યક્તિઓ

ફેરફાર કરો

જોવાલાયક સ્થળો

ફેરફાર કરો

આ પણ જુઓ

ફેરફાર કરો
  1. "Contacts | બનાસકાંઠા જિલ્લા કલેક્ટર - કચેરી". banaskantha.gujarat.gov.in (Indian Englishમાં). મૂળ માંથી 2019-08-27 પર સંગ્રહિત. મેળવેલ ૨૨ જૂન ૨૦૨૧. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ "District Census 2011". Census2011.co.in. ૨૦૧૧. મેળવેલ ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૧. {{cite web}}: Check date values in: |access-date= (મદદ)
  3. ૩.૦ ૩.૧ "બનાસકાંઠાનું વિભાજન કરી વાવ-થરાદની નવા જિલ્લા તરીકે સત્તાવાર જાહેરાત, થરાદ હેડક્વાર્ટર રહેશે". ગુજરાત સમાચાર. ૧ જાન્યુઆરી ૨૦૨૫. મૂળ માંથી ૨૪ જાન્યુઆરી ૨૦૨૫ પર સંગ્રહિત. મેળવેલ ૨૪ જાન્યુઆરી ૨૦૨૫. {{cite news}}: Check date values in: |access-date=, |date=, and |archive-date= (મદદ)
  4. http://revenuedepartment.gujarat.gov.in/applications/content.asp?Content_Id=820&Title_Id=81&language=G&SiteID=11[હંમેશ માટે મૃત કડી]
  5. "રાજ્યની 9 મહા નગરપાલિકાને મહા પાલિકાનો દરજ્જો અપાયો, હવે કુલ મનપા 17 થઈ". www.gujaratsamachar.com. ૧ જાન્યુઆરી ૨૦૨૫. મૂળ સંગ્રહિત માંથી ૨ જાન્યુઆરી ૨૦૨૫ પર સંગ્રહિત. મેળવેલ ૨ જાન્યુઆરી ૨૦૨૫. {{cite web}}: Check date values in: |access-date=, |date=, and |archive-date= (મદદ)
  6. Decadal Variation In Population Since 1901
  7. US Directorate of Intelligence. "Country Comparison:Population". મૂળ માંથી 27 સપ્ટેમ્બર 2011 પર સંગ્રહિત. મેળવેલ ૧ ઓક્ટોબર ૨૦૧૧. Mongolia 3,133,318 July 2011 est. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)
  8. "2010 Resident Population Data". U. S. Census Bureau. મૂળ માંથી ૧૯ ઓક્ટોબર ૨૦૧૩ પર સંગ્રહિત. મેળવેલ ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૧. Iowa 3,046,355 {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)
  9. "બનાસકાંઠા જિલ્લા પંચાયત | જિલ્લા વિષે | જોવાલાયક સ્થળો | પ્રાકૃતિકધામ બાલારામ". banaskanthadp.gujarat.gov.in. મૂળ માંથી 2015-01-04 પર સંગ્રહિત. મેળવેલ ૨૯ માર્ચ ૨૦૧૭. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)
  10. "બનાસકાંઠા જીલ્લા પંચાયત | જીલ્લા વિષે | જોવાલાયક સ્થળો | નડેશ્વરી માતાનું મંદિર". banaskanthadp.gujarat.gov.in. મૂળ માંથી 2011-08-29 પર સંગ્રહિત. મેળવેલ ૨૯ માર્ચ ૨૦૧૭. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)

બાહ્ય કડીઓ

ફેરફાર કરો