દિગ્વિજયસિંહજી જાડેજા
મહારાજા જામ સાહેબ દિગ્વિજયસિંહજી રણજીતસિંહજી જાડેજા, નવાનગર રાજ્યના શાસક હતાં. તેમણે નવાનગર રાજ્ય પર ઇ.સ. ૧૯૩૩ થી ૧૯૪૮ સુધી શાસન કર્યુ હતું. તેઓ ભારતીય ક્રિકેટ નિયામક મંડળ (BCCI)ના અધ્યક્ષ પણ રહી ચુક્યા હતા.
દિગ્વિજયસિંહજી જાડેજા | |||||
---|---|---|---|---|---|
મહારાજા જામ સાહેબ | |||||
જામ સાહેબ દિગ્વિજયસિંહજી | |||||
નવાનગર મહારાજા જામ સાહેબ | |||||
શાસન | ૧૯૩૩ - ૧૯૪૮ | ||||
પુરોગામી | રણજીતસિંહજી | ||||
અનુગામી | શત્રુશૈલ્યસિંહજી | ||||
નવાનગર જામ સાહેબ | |||||
શાસન | ૧૯૪૮ - ૧૯૬૬ | ||||
પુરોગામી | રણજીતસિંહજી | ||||
જન્મ | સપ્ટેમ્બર ૧૮ ૧૮૯૫ સડોદર | ||||
મૃત્યુ | માર્ચ ૨ ૧૯૬૬ બોમ્બે | ||||
જીવનસાથી | મહારાજકુમારી બાઈજીરાજ કંચન કુંવરબા સાહેબા (લ. ૧૯૨૩) | ||||
વંશજ | જામ સાહેબ શત્રુશૈલ્યસિંહજી
| ||||
| |||||
રાજવંશ | નવાનગર | ||||
લશ્કરી કારકિર્દી | |||||
સેવા/શાખા | બ્રિટિશ ભારતીય સેના | ||||
સેવાના વર્ષો | ૧૯૧૯ -૧૯૪૭ |
Cricket information | |||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
બેટિંગ શૈલી | જમણેરી | ||||||||||||||
બોલીંગ શૈલી | જમણેરી | ||||||||||||||
ભાગ | બૅટ્સમેન | ||||||||||||||
સ્થાનિક ટીમ માહિતી | |||||||||||||||
વર્ષ | ટીમ | ||||||||||||||
૧૯૩૩ - ૧૯૩૪ | પશ્ચિમ ભારત | ||||||||||||||
કારકિર્દી આંકડાઓ | |||||||||||||||
| |||||||||||||||
Source: CricInfo, 8 June 2019 |
પોલીશ શરણાર્થીઓ
ફેરફાર કરોબીજા વિશ્વયુધ્ધ સમયે ૧૯૪૨માં પોલેન્ડના ૧ હજાર બાળકો અને ૪૦ મહિલાઓ સાથેનું જહાજ આશરો મેળવવા નીકળ્યું હતું. સ્કોટલેન્ડ અને આફ્રિકામાંથી જાકારો મળ્યા બાદ જહાજ મુંબઈ આવ્યું પણ તત્કાલીન બ્રિટિશ શાસકોએ પણ શરણાર્થીઓને સ્વીકારવાનો ઇનકાર કરી દીધો. ત્યાર પછી દિગ્વિજયસિંહજી જાડેજા મહારાજાએ આ જહાજને પોતાના પ્રાંતના રોસી બંદર પર ગોદી કરવાનો આદેશ આપ્યો.[૧][૨] બાલાચડીમાં મહારાજે પોતે શરણાર્થીઓને આશરો આપ્યો હતો. બાલાચડીમાં મહારાજે રાખેલી જગ્યા પર અત્યારે રાષ્ટ્રીય સૈનિક સ્કૂલ આવેલી છે. તેમને આશરા અને ખાવા-પીવાની વ્યવસ્થાઓ સાથે પોલીશ ભાષા શીખવા અને કૅથોલિક ધર્મપ્રથાઓ શીખવા માટે શિક્ષકોની પણ વ્યવસ્થા કરી હતી.[૩]
ત્યારબાદ મહારાજાએ અન્ય લોકોની મદદથી બાંદ્રા, પંચગીની અને વાલીવડેમાં શરણાર્થીઓ માટે અલગ અલગ કેમ્પ ખોલ્યા હતા. ૧૯૪૨ થી ૧૯૪૮ દરમિયાન લગભગ ૨૦,૦૦૦ શરણાર્થીઓને વિવિધ કેમ્પોમાં આશરો અપાયો હતો. [૩]
મહારાજાના આ યોગદાનને કારણે પોલેન્ડની રાજધાની વૉર્સો શહેરમાં તેમના નામ પરથી એક ચોકનું નામ આપવામાં આવ્યું છે. પોલેન્ડમાં આ ચોકને "ગૂડ મહારાજા સ્ક્વેર" કહેવામાં આવે છે.[૩] તેમના નામ પરથી ત્યાં જ એક ગલી અને એક શાળાનું નામ પણ આપવામાં આવ્યું છે.[૪] ૨૦૧૬માં, મહારાજાની મૃત્યુના લગભગ ૫૦ વર્ષ પછી, પોલેન્ડની સંસદમાં મહારાજાને તેમના કાર્ય માટે માન આપતો પ્રસ્તાવ સર્વસંમતિથી પારીત કરવામાં આવ્યો.[૫]
-
ક્રિસમસ પર મહારાજા સાથે પોલીશ બાળકો
-
"ગૂડ મહારાજા સ્કવેર" વૉર્સો, પોલેન્ડ
-
વોર્સોમાં સ્મારક
સંદર્ભો
ફેરફાર કરો- ↑ Sep 17, Raja Bose | TNN |; 2006; Ist, 01:21. "Polish love story in Gujarat | Ahmedabad News - Times of India". The Times of India (અંગ્રેજીમાં). મેળવેલ 2020-04-02.CS1 maint: numeric names: authors list (link)
- ↑ "શરણાર્થીઓને કેમ સાચવવા અમારા જામસાહેબ પાસેથી શીખો". divyabhaskar. 2016-04-19. મેળવેલ 2020-04-02.
- ↑ ૩.૦ ૩.૧ ૩.૨ Manepalli, Jayaraj (2012-04-28). "A Maharaja in Warsaw". The Hindu (અંગ્રેજીમાં). ISSN 0971-751X. મેળવેલ 2020-04-03.
- ↑ "Little Warsaw Of Kathiawar | Outlook India Magazine". Outlook India. મેળવેલ 2020-04-03.
- ↑ Bhutani, Surender (2016-03-13). "'Good Maharaja' of Jamnagar remembered in Polish parliament". The Indian Diaspora. મૂળ માંથી 2016-03-15 પર સંગ્રહિત. મેળવેલ 2020-04-03.