બાલાચડી (તા. જોડિયા)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

બાલાચડી (તા. જોડિયા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં આવેલું એક ગામ છે. બાલાચડી કચ્છના અખાત નજીક જામનગરથી ૨૫ કિમી દૂર આવેલું છે.

બાલાચડી
—  ગામ  —
બાલાચડીનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°41′57″N 70°18′06″E / 22.69904°N 70.301721°E / 22.69904; 70.301721
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો જામનગર
તાલુકો જોડિયા
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 5 metres (16 ft)

કોડ
  • • પીન કોડ • ૩૬૧૨__
    • ફોન કોડ • +૦૨૮૯૩
    વાહન • જીજે - ૧૦

બ્રિટિશ શાસન સમયે બાલાચડી નવાનગર રજવાડાંના જોડિયા પરગણાના હડિઆના ઉપ વિભાગમાં આવતું હતું. બાલાચડી નવાનગરના રાજવીઓનું સમુદ્ર કિનારે આવેલું ઉનાળુ આરામગૃહ હતું. આ જગ્યા કુલ ૪૨૬ એકર વિસ્તારમાં પથરાયેલી હતી.[]

આ ઉનાળુ આરામગૃહ નજીક બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પોલેન્ડના બાળ શરણાર્થીઓ માટેની જગ્યા આવેલી હતી જે ૧૯૪૨માં નવાનગરના જામ સાહેબ મહારાજા કે. એસ. દિગ્વિજયસિંહ દ્વારા બાંધવામાં આવી હતી. તેમણે પોલેન્ડ અને સોવિયેત પ્રદેશોમાંથી બચાવેલા હજારો પોલિશ શરણાર્થીઓને શરણ આપ્યુ હતું.[][] આ જગ્યા હવે સૈનિક શાળાનો ભાગ છે.[]

અહીં આવેલી સૈનિક શાળા ગુજરાતમાં આવેલી એક માત્ર સૈનિક શાળા છે. તેની સ્થાપના ૧૯૬૧માં કરવામાં આવી હતી.[][][]

ગામની નજીક ઉત્તરે આવેલો દરિયા કિનારો લગભગ અડધો કિમી લાંબો છે અને અહીં ખડકાળ ઉંચાઇવાળો પ્રદેશ પણ આવેલો છે. દક્ષિણમાં કચ્છના અખાત તરફનો વિસ્તાર છે. કદાચ આ ઉંચા કાંઠાને કારણે ગામનું નામ બાલાચડી પડ્યું હોવાનું મનાય છે.[]

ગામનું નામ બાલાખડી અથવા બાળકોને દફનાવવાની જગ્યા પરથી પડ્યું હોવાનું મનાય છે અને તે યાદવોના બાળકોના અંતિમ સંસ્કાર માટેની જગ્યા છે તેવું મનાય છે. પરંતુ આ તર્ક સ્વિકારાતો નથી.[]

જોવાલાયક સ્થળો

ફેરફાર કરો

એવું માનવામાં આવે છે કે છેલ્લાં ૧૦૦૦ અથવા ૧૨૦૦ વર્ષોમાં હાલની ઉત્તર તરફની જમીનમાં દરિયો લગભગ ૩ થી ૪ માઇલ દક્ષિણ તરફ આવી ગયો છે. નાનાં તટ પર સંખ્યાબંધ શિવલિંગો અત્યંત ઉંડી ઓટમાં દેખાય છે.[]

દરિયા કિનારે બાલાચડીથી અડધો કિમી દૂર બાલેશ્વરનું મંદિર આવેલું છે, જે ખાસ કરીને રબારી અને ભરવાડ લોકો દ્વારા પૂજાય છે, પરંતુ અન્ય સમુદાયો પણ તેની પૂજા કરે છે. મંદિરની નજીક પીપળાનું વૃક્ષ આવેલું છે જેને મોક્ષ પીપળો કહે છે અને કહેવાય છે કે તે કૃષ્ણના સમયથી અહીં છે. બાલેશ્વર મહાદેવની દંતકથા નીચે પ્રમાણે છે : અહીંનું લિંગ મૂળ માટીથી ઢંકાયેલું હતું અને ગોવાળની ગાય હંમેશા ત્યાં જતી હતી અને પોતાનું દૂધ ત્યાં અર્પતી હતી જ્યાં લિંગ ઢંકાયેલું હતું. ગોવાળે એક દિવસ ગાયની પાછળ જઇને આની નોંધ કરી અને ગાયને ગોવાળ પોતાને આ રીતે મહાદેવની પૂજા નહી કરવા દે એવો ડર લાગ્યો, ગાય ત્યાં ભાગી અને તેની ખરી અકસ્માતે લિંગને અથડાઇ અને તેનો ડાઘ લિંગ પર લાગી ગયો. ગોવાળે તે જગ્યા પર ખોદકામ કર્યું અને તેને શિવલિંગ મળ્યું. તેનો ખોદકામ કરવાનો પાવડો અકસ્માતે લિંગને અડ્યો અને ત્યાંથી લોહી નીકળ્યું, આ ખોદકામનો ડાઘો હજુ પણ દશ્યમાન છે. જ્યારે ગોવાળ ગામ પાછો ફર્યો અને ઘટનાનું વર્ણન કર્યું ત્યાર પછી ત્યાં મંદિર બાંધવામાં આવ્યું. મોક્ષ પીપળો જ્યાં આવેલો છે ત્યાં શ્રાવણ વદ માં મેળો યોજાય છે. ઘણાં લોકો જામનગર, હરિયાના, જોડિયા અને આજુ-બાજુના ગામોમાંથી મેળા માટે અહીં આવે છે.[]

વ્યવસાય

ફેરફાર કરો

કુંવાર પાઠું અહીંના કિનારા પર ઉગે છે અને તેના ફૂલ સહિત મોટા ભાગે તેને અથાણું બનાવવા વપરાય છે અને નિકાસ કરાય છે. ગામ નજીક મોટું તળાવ આવેલું છે, પરંતુ વરસાદ અનુસાર તે માત્ર જાન્યુઆરી કે ફેબ્રુઆરી સુધી જ પાણી જાળવી શકે છે.[]

બાલાચડી અને સચાના બંનેમાં માછલીઓ વાડા બાંધીને પકડવામાં આવે છે. ભરતી સમયે માછલીઓ તણાઇ આવે છે અને ભરતી પૂરી થયા પછી પાણી ગળાઇને પાછું ચાલ્યું જાય છે પરંતુ માછલીઓ ફસાઇ જાય છે. આમાં ઘણી વખત કાચબાઓ પણ પકડાય છે. આ વાડાની દિવાલો છીપલાં ભેગા થવાથી મજબૂત થતી જાય છે. આ દિવાસ સમુદ્ર તરફ અર્ધ ગોળાકાર હોય છે. સચાનામાં આ વાડાઓ પાણીનાં નીચલા સ્તરથી વધુ દૂર નથી. બાબુલની ડાળીઓ નીચલા સ્તરના પથ્થરોમાં મૂકવામાં આવે છે અને તે ૬૦૦ થી ૮૦૦ યાર્ડ લંબાઇ બનાવે છે. આ ડાળીઓ થી બનતા ભાગમાં મોટી માછલીઓ પકડાય છે, જેમાં વિવિધ પ્રકારની શાર્ક, તલવાર માછલી, પોમફ્રેટ, સોલ્સ અને ડુંગોગનો સમાવેશ થાય છે. મોટા કદના કાચબાઓ અહીં મળી આવે છે અને આ સમુદ્રમાં મળતી એક જાતીને મોટી જાડી પૂંછડી હોય છે. અહીં નાનાં મોતી ધરાવતા છીપલાંઓ સમુદ્રના પરવાળાંઓમાં મળી આવે છે.[]

આ પણ જુઓ

ફેરફાર કરો
  • બાલાછડી બીચ
  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ ૧.૬ Gazetteer of the Bombay Presidency: Kathiawar (Public Domain text). VIII. Printed at the Government Central Press, Bombay. ૧૮૮૪. પૃષ્ઠ ૩૭૫.
  2. "Little Warsaw Of Kathiawar". આઉટલુક. ૨૦ ડિસેમ્બર ૨૦૧૦. મેળવેલ ૭ મે ૨૦૧૬.
  3. "Good Maharaja saves Polish children - beautiful story of A Little Poland in India". newdelhi.mfa.gov.pl. ૧૦ નવેમ્બર ૨૦૧૩. મૂળ માંથી 2016-05-16 પર સંગ્રહિત. મેળવેલ ૭ મે ૨૦૧૬.
  4. ૪.૦ ૪.૧ "Origin and History". Welcome to Sainik School Balachadi. ૨૭ એપ્રિલ ૨૦૧૬. મેળવેલ ૭ મે ૨૦૧૬.
  5. "સૈનિક શાળા બાલાચડી જામનગરના વાર્ષિકદિનની ઉજવણી". Akilanews.com. ૭ મે ૨૦૧૬. મૂળ માંથી 2016-06-02 પર સંગ્રહિત. મેળવેલ ૭ મે ૨૦૧૬.
  6. "જામનગર જીલ્લા પંચાયત - જીલ્લા વિષે - જોવાલાયક સ્થળો - બાલાચડી-જોડીયા". panchayat. મૂળ માંથી 2016-06-30 પર સંગ્રહિત. મેળવેલ ૭ મે ૨૦૧૬.

  આ લેખ હવે પબ્લિક ડોમેઇનમાં રહેલ લખાણનો સમાવેશ કરે છે: Gazetteer of the Bombay Presidency: Kathiawar. VIII. Printed at the Government Central Press, Bombay. ૧૮૮૪. પૃષ્ઠ ૩૭૫.