દિલીપ કુમાર
મહંમદ યુસુફ ખાન (જન્મ ૧૧ ડિસેમ્બર ૧૯૨૨, – ૭ જુલાઈ ૨૦૨૧) દિલીપ કુમાર તરીકે જાણીતા ભારતીય ફિલ્મ કલાકાર છે. જેઓ "ટ્રેજેડી કિંગ" તરીકે પણ ખ્યાતનામ છે.[૧] અને સત્યજીત રાયે તેમને "the ultimate method actor" તરીકે ઓળખાવ્યા છે[૨]. તેમણે પોતાની કારકિર્દીની શરુઆત 'જ્વાર ભાટા' નામની ફિલ્મથી ૧૯૪૪માં કરી હતી. તેમની કારકિર્દી ૬ દાયકામાં ૬૦ ફિલ્મો વડે પથરાયેલી છે. તેમણે વિવિધ પ્રકારની ફિલ્મો જેવી કે પ્રણય આધારિત 'અંદાજ' (૧૯૪૯), 'આન' (૧૯૫૨) તેમજ નાટકીય 'દેવદાસ' (૧૯૫૫), રમુજી ફિલ્મ 'આઝાદ' (૧૯૫૫), ઐતહાસિક 'મુગલ-એ-આઝમ' (૧૯૬૦) તેમજ સામાજીક 'ગંગા જમુના' (૧૯૬૧)માં અભિનય કર્યો છે.
દિલીપ કુમાર | |
---|---|
Dilip Kumar in 2006 | |
જન્મ | Mohammed Yusuf Khan ૧૧ ડિસેમ્બર ૧૯૨૨ પેશાવર |
મૃત્યુ | ૭ જુલાઇ ૨૦૨૧ P. D. Hinduja National Hospital & Medical Research Centre, Mumbai |
જીવન સાથી | Saira Banu |
કુટુંબ | Nasir Khan |
પુરસ્કારો |
|
સહી | |
પદની વિગત | રાજ્યસભાના સભ્ય (૨૦૦૦–૨૦૦૬) |
જાહેર જીવન
ફેરફાર કરોદિલીપ કુમાર રાજ્ય સભાના સભ્ય તરીકે એક સત્ર માટે ચૂંટાયા હતા.
તેમને ૧૯૯૪માં દાદા સાહેબ ફાળકે અને ૧૯૯૮માં પાકિસ્તાનના સર્વોચ્ચ પારિતોષિક નિશાન-એ-ઇમ્તિઆઝ એનાયત કરવામાં આવ્યા હતા.
અંગત જીવન
ફેરફાર કરોદિલીપકુમાર સૌપ્રથમ અભિનેત્રી કામિનિ કૌશલ સાથે પ્રેમમાં હતાં, પણ તેઓ તેણીના લગ્ન તેની સ્વર્ગવાસી બહેનનાં પતિ સાથે થવાથી પરણી ન શક્યા.[૩] ત્યારબાદ તેઓ મધુબાલા સાથે પ્રેમ સંબંધોમાં હતા, પરંતુ પરિવારના વિરોધના કારણે તેમનું લગ્ન ન થઇ શક્યું.[૪][૫] તેઓએ ૧૯૬૬માં અભિનેત્રી અને સૌદર્યં સામ્રાજ્ઞી સાયરા બાનુ સાથે લગ્ન કર્યા, જે તેમનાથી ૨૨ વર્ષ નાની હતી. તેઓએ ૧૯૮૦માં અસ્મા સાથે બીજા લગ્ન કર્યા પણ આ લગ્ન વધુ સમય ટક્યા નહી.[૬]
ફિલ્મનોંધ
ફેરફાર કરોવર્ષ | ફિલ્મ | પાત્ર | પારિતોષિક |
---|---|---|---|
૧૯૪૪ | જ્વાર ભાટા | જગદીશ | |
૧૯૪૫ | પ્રતિમા | ||
૧૯૪૭ | મિલન | રમેશ | |
જુગ્નુ | સૂરજ | ||
૧૯૪૮ | શહીદ | રામ | |
નદિયાં કે પાર | |||
મેલા | મોહન | ||
ઘર કી ઇજ્જત | ચંદા | ||
અનોખા પ્યાર | અશોક | ||
૧૯૪૯ | શબનમ | મનોજ | |
અંદાજ | દિલીપ | ||
૧૯૫૦ | જોગન | વિજય | |
બાબુલ | અશોક | ||
આરઝૂ | બાદલ | ||
૧૯૫૧ | તરાના | મોતીલાલ | |
હલચલ | કિશોર | ||
દિદાર | શામુ | ||
૧૯૫૨ | સંગદીલ | શંકર | |
દાગ | શંકર | વિજેતા, ફિલ્મફેર સર્વોત્તમ અભિનેતા પુરસ્કાર | |
આન | જય તિલક | ||
૧૯૫૩ | શિકસ્ત | ડો. રામ સિંહ | |
ફૂટપાથ | નૌશુ | ||
૧૯૫૪ | અમર | અમરનાથ | |
૧૯૫૫ | ઉડન ખટૌલા | ||
ઇન્સાનિયત | મંગલ | ||
દેવદાસ | દેવદાસ | વિજેતા, ફિલ્મફેર સર્વોત્તમ અભિનેતા પુરસ્કાર | |
આઝાદ | વિજેતા, ફિલ્મફેર સર્વોત્તમ અભિનેતા પુરસ્કાર | ||
૧૯૫૭ | નયા દૌર | શંકર | વિજેતા, ફિલ્મફેર સર્વોત્તમ અભિનેતા પુરસ્કાર |
મુસાફિર | |||
૧૯૫૮ | યહુદી | પ્રિન્સ મારકસ | |
મધુમતી | આનંદ/દેવેન | નામાંકન, ફિલ્મફેર સર્વોત્તમ અભિનેતા પુરસ્કાર | |
૧૯૫૯ | પૈગામ | રતન લાલ | નામાંકન, ફિલ્મફેર સર્વોત્તમ અભિનેતા પુરસ્કાર |
૧૯૬૦ | કોહિનૂર | યુવરાજ રાણા દેવેન્દ્ર બહાદુર | વિજેતા, ફિલ્મફેર સર્વોત્તમ અભિનેતા પુરસ્કાર |
મગલ-એ-આઝમ | પ્રિન્સ સલીમ | ||
૧૯૬૧ | ગંગા જમુના | ગંગા | નામાંકન, ફિલ્મફેર સર્વોત્તમ અભિનેતા પુરસ્કાર |
૧૯૬૪ | લીડર | વિજય ખન્ના | વિજેતા, ફિલ્મફેર સર્વોત્તમ અભિનેતા પુરસ્કાર |
૧૯૬૬ | દિલ દિયા દર્દ લિયા | શંકર/રાજાસાહેબ | નામાંકન, ફિલ્મફેર સર્વોત્તમ અભિનેતા પુરસ્કાર |
૧૯૬૭ | રામ ઓર શ્યામ | રામ/શ્યામ (દ્રિપાત્રી) | વિજેતા, ફિલ્મફેર સર્વોત્તમ અભિનેતા પુરસ્કાર |
૧૯૬૮ | સંઘર્ષ | નામાંકન, ફિલ્મફેર સર્વોત્તમ અભિનેતા પુરસ્કાર | |
આદમી | રાજેશ/ રાજા સાહેબ | નામાંકન, ફિલ્મફેર સર્વોત્તમ અભિનેતા પુરસ્કાર | |
૧૯૭૦ | સગિના મહાતો | સગિના | |
ગોપી | ગોપી | નામાંકન, ફિલ્મફેર સર્વોત્તમ અભિનેતા પુરસ્કાર | |
૧૯૭૨ | દાસ્તાન | અનિલ/સુનિલ (દ્રિપાત્રી) | |
અનોખા મિલન | |||
૧૯૭૪ | સગિના | નામાંકન, ફિલ્મફેર સર્વોત્તમ અભિનેતા પુરસ્કાર | |
ફિર કબ મિલોગી | |||
૧૯૭૬ | બૈરાગ | કૈલાશ/ભોલેનાથ/સંજય (ત્રિપાત્રી) | નામાંકન, ફિલ્મફેર સર્વોત્તમ અભિનેતા પુરસ્કાર |
૧૯૮૧ | ક્રાંતિ | સાંગા/ક્રાંતિ | |
૧૯૮૨ | વિધાતા | શમશેર સિંગ | |
શક્તિ | અશ્વિની કુમાર | વિજેતા, ફિલ્મફેર સર્વોત્તમ અભિનેતા પુરસ્કાર | |
૧૯૮૩ | મઝદૂર | દિનાનાથ સક્સેના | |
૧૯૮૪ | દુનિયા | મોહન કુમાર | |
મશાલ | વિનોદ કુમાર | નામાંકન, ફિલ્મફેર સર્વોત્તમ અભિનેતા પુરસ્કાર | |
૧૯૮૬ | ધરમ અધિકારી | ||
કર્મા | વિશ્વનાથ પ્રતાપ સિંહ, ઉર્ફે રાણા | ||
૧૯૮૯ | કાનૂન અપના અપના | કલેક્ટર જગત પ્રતાપ સિંહ | |
૧૯૯૦ | ઇજ્જતદાર | બ્રમ્હા દત્ત | |
આગ કા દરિયા | |||
૧૯૯૧ | સૌદાગર | ઠાકુર વીર સિંહ | નામાંકન, ફિલ્મફેર સર્વોત્તમ અભિનેતા પુરસ્કાર |
૧૯૯૮ | કિલ્લા | જગનાથ/અમરનાથ સિંહ (બેવડો અભિનય) |
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Tragedy king Dilip Kumar turns 88". Indian Express. 11 December 2010. મેળવેલ 21 June 2012.
- ↑ "Unmatched innings". The Hindu. 28 August 28. મૂળ માંથી 8 ફેબ્રુઆરી 2012 પર સંગ્રહિત. મેળવેલ 21 June 2012. Check date values in:
|date=
(મદદ) - ↑ "'Excerpt from Dilip Kumar's Biography'". Tribune. Dec 2008. મેળવેલ 3 January 2014. Italic or bold markup not allowed in:
|publisher=
(મદદ)[હંમેશ માટે મૃત કડી] - ↑ "'She loved Dilipsaab till the day she died'". Rediff.com. March 2008. મેળવેલ 16 September 2013. Italic or bold markup not allowed in:
|publisher=
(મદદ) - ↑ Kumar, Anuj (6 January 2010). "Capturing Madhubala's pain". The Hindu. મેળવેલ 16 September 2013. Italic or bold markup not allowed in:
|publisher=
(મદદ) - ↑ Bhatia, Ritu (2 September 2012). "Don't mind the (age) gap". India Today. મેળવેલ 16 September 2013. Italic or bold markup not allowed in:
|publisher=
(મદદ)