દુધીનો હલવો
દૂધીનો હલવો એ એક હળવા પૌષ્ટિક મિષ્ટાન્નની શ્રેણીમાં આવતી એક મીઠાઈ છે. દૂધી, દૂધ, ખાંડ કે સાકર અને ઘી વાપરીને આ મિઠાઇને તૈયાર કરવામાં આવે છે.
કૃતિ
ફેરફાર કરોઘી સહિત
ફેરફાર કરો- એક કડાઈમાં ઘી લો.
- ઘી ગરમ કરો
- દૂધીને સીધી ઘીમાં ખમણો.
- દૂધીનું પાણી ઉડી જાય ત્યાં સુધી તેને સાંતળો.
- દૂધી સંતળાઇ જાય એટલે તેમાં દૂધ ઉમેરો.
- હવે દૂધમાં દૂધીને રાંધો. સાકર ઉમેરો.
- દૂધી રંધાઈ જાય તો બાકી વધેલું દૂધ ઉડાવી દો.
- હલવો થાળી કે બાઉલમાં કાઢી, ગમે તો ગોળ પાપડીની જેમ દાબી દો. અને તેના પર બદામની કાતરી ઉમેરો.
ઘી રહિત
ફેરફાર કરોજે લોકો તબિયતના કારણે ઘી ન ખાય કે કેલેરી પ્રત્યે સજાગ હોય તેવા લોકો માટૅ ઘી વિના પણ આ હલવો બનાવી શકાય છે.
- એક કડાઈમાં દૂધ લઈ ગરમ કરવા મૂકો.
- દૂધીને સીધી તેમાં ખમણો.
- દૂધીને રંધાવા દો.
- રંધાઈ રહે તો તેમાં સાકર, ભાવતું એસેંસ ઉમેરો.
- દૂધી રંધાઈ જાય તો બાકી વધેલું દૂધ ઉડાવી દો.
- હલવો થાળી કે બાઉલમાં કાઢી, ગમે તો ગોળ પાપડીની જેમ દાબી દો. અને તેના પર બદામની કાતરી ઉમેરો.
નોંધ
ફેરફાર કરો- દૂધી પહેલેથી ખમણી ન રાખવી કેમ કે તેમ કરતાં તે કાળી પડી જશે અને હલવો પણ દેખાવમાં સારો નહીં લાગે.