દૂત (સામયિક)

ગુજરાતી કેથોલિક માસિક

દૂત અથવા પાવન હૃદય દૂત જાન્યુઆરી ૧૯૧૧થી ચાલતું અને આણંદ, ગુજરાતથી પ્રકાશિત થતું કેથોલિક ખ્રિસ્તી માસિક છે.

સામયિકનો પ્રથમ અંક જર્મન જેસ્યુઈટ પાદરી ફાધર હર્મનસ ઝરહુસેન દ્વારા એકઝામિનર પ્રેસ, બોમ્બેથી જાન્યુઆરી ૧૯૧૧માં પ્રકાશિત કરવામાં આવ્યું હતું. ૧૯૨૬માં તેનું પ્રકાશન આણંદ સ્થળાંતરિત કરવામાં આવ્યું જ્યાંથી ગુજરાતી સાહિત્ય પ્રકાશ દ્વારા એને પ્રકાશિત કરવામાં આવે છે. પ્રથમ અંકની કિંમત બે પૈસા હતી જે હવે વધીને ૧૦૦ પહોંચી છે.[][]

ડિસેમ્બર ૨૦૧૦માં આ સામયિકનો શતાબ્દી અંક પ્રકાશિત કરવામાં આવ્યો હતો જે સીમાચિહ્ન અત્યાર સુધી માત્ર એક ગુજરાતી સામયિક બુદ્ધિપ્રકાશ દ્વારા જ પાર કરી શક્યું છે.[] તેની યાદગીરીરૂપ ટપાલટિકિટ જાન્યુઆરી ૨૦૧૧માં બહાર પાડવામાં આવી હતી.[]

આ સામાયિકના આશરે ૫૦૦૦ લવાજમ ભરતા ગ્રાહકો છે.[]

ફેબ્રુઆરી ૨૦૧૨ના અંકમાં પાવન હૃદય ઈસુની હાથમાં સિગારેટ અને બીયર કેન પકડેલું હોય તેવું ચિત્ર છાપતા વિવાદ થયો હતો, જે અંગે પ્રકાશકે બાદમાં માફી માંગી હતી.[][]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ "'Doot' has a message, launches its 100th edition in Ahmedabad". dna. ૧૧ જાન્યુઆરી ૨૦૧૦. મેળવેલ ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૫.
  2. ૨.૦ ૨.૧ "Stamp marks Catholic magazine centenary". ucanews.com. ૧૭ જાન્યુઆરી ૨૦૧૧. મેળવેલ ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૫.
  3. Rupera, Paul John and Prashant (૨ માર્ચ ૨૦૧૨). "Image of beer drinking Jesus outrages Christians in Gujarat". The Times of India. મેળવેલ ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૫.
  4. "Publisher apologizes over image of Christ". ucanews.com. ૫ માર્ચ ૨૦૧૨. મેળવેલ ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૫.