આણંદ

ભારતના ગુજરાત રાજ્યનું એક નગર

આણંદ (audio speaker iconઉચ્ચારણ) શહેર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના આણંદ જિલ્લાનું તેમ જ આણંદ તાલુકાનું મુખ્ય મથક છે. આણંદને દૂધ અને તેના ઉત્પાદનનું મુખ્ય મથક પણ કહેવામાં આવે છે.

આણંદ
શહેર
આણંદ is located in ગુજરાત
આણંદ
આણંદ
આણંદ is located in India
આણંદ
આણંદ
અક્ષાંશ-રેખાંશ: 22°33′22″N 72°57′04″E / 22.556000°N 72.951000°E / 22.556000; 72.951000
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોઆણંદ
તાલુકોઆણંદ
વસ્તી
 (૨૦૦૧)
 • કુલ૧,૩૦,૪૬૨
 • સાક્ષરતા
૮૪.૩૭
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
પિનકોડ
૩૮૮૦૦૧
ટેલિફોન કોડ02692

આણંદ ૨૨.૫૭° N ૭૨.૯૩° E.[] પર આવેલું છે. સમુદ્રની સપાટીથી આણંદની સરેરાશ ઉચાંઇ ૩૯ મીટર (૧૨૭ ફુટ) છે. આણંદ શહેર એ અમદાવાદ અને વડોદરાને જોડતી રેલ્વે લાઇન પર આવે છે.

ઇ.સ. ૨૦૦૧ની વસ્તી ગણતરી મુજબ આણંદ શહેરની વસ્તી ૧,૩૦,૪૬૨ હતી જેમાં પુરુષોની સંખ્યા ૫૨% અને સ્ત્રીઓની સંખ્યા ૪૮% હતા.

સંસ્થાઓ

ફેરફાર કરો

આણંદ ખાતે ઈન્સ્ટિટ્યુટ ઓફ રુરલ મેનેજમેન્ટ (ઈરમા) આવેલી છે. અમૂલ ડેરી અને રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ (NDDB) અહીં આવેલા છે. અહીં આણંદ કૃષિ યુનિવર્સિટી પણ આવેલી છે. ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિ.નું વડું મથક[] પણ આણંદમાં આવેલું છે.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો
 
Wikivoyage
વિકિયાત્રા (Wikivoyage) પર આ વિષયક વધુ માહિતી ઉપલબ્ધ છે: