દેવકુંડ ધોધ (Devkund Falls) ભારત દેશના મહારાષ્ટ્ર રાજ્યના રાયગડ જિલ્લામાં ભીરા ગામ નજીક સ્થિત એક ધોધ છે. આ ધોધ અંગ્રેજી ભાષામાં 'પ્લંજ' પ્રકારનો ધોધ કહેવાય છે, જેમાં જળધારા મોટા પ્રમાણમાં ખડકાળ સપાટી પર થી સીધી જ નીચે ખાબકે છે. આ એક દિવસીય આનંદવિહાર (પિકનિક) માટેનું લોકપ્રિય સ્થળ છે.[૧][૨]

દેવકુંડ ધોધ
દેવકુંડ ધોધ, ભીરા, રાયગડ જિલ્લો
દેવકુંડ ધોધ is located in India
દેવકુંડ ધોધ
દેવકુંડ ધોધ
દેવકુંડ ધોધ is located in મહારાષ્ટ્ર
દેવકુંડ ધોધ
દેવકુંડ ધોધ
સ્થાનભીરા, રોહા, રાયગડ, મહારાષ્ટ્ર, ભારત
અક્ષાંસ-રેખાંશ18°27′36″N 73°23′22″E / 18.4599°N 73.3895°E / 18.4599; 73.3895Coordinates: 18°27′36″N 73°23′22″E / 18.4599°N 73.3895°E / 18.4599; 73.3895
પ્રકારસીધો કુદકો (પ્લંજ)

સ્થાન ફેરફાર કરો

દેવકુંડ ધોધ ચોખ્ખા પાણીનો અણબોટ્યા સ્થળ પર આવેલ છે. આ ધોધનું વહેણ ત્રણ ઝરણાંઓના સંગમ દ્વારા બને છે અને આ સ્થળને કુંડલિકા નદીનું ઉદ્‌ગમ સ્થાન કહેવાય છે. અહીં પહોંચવા ભીરા ગામથી લગભગ ત્રણ કલાક જેટલું પગપાળા ચઢાણ કરી પહોંચવું પડે છે. આ માર્ગ કુંડલિકા નદી પરના બંધના જળાશયને કિનારે કિનારે ગાઢ જંગલમાંથી પસાર થઈ દેવકુંડ ધોધ ખાતે પહોંચે છે. આ પદ‌આરોહણ માર્ગ મુખ્યત્વે અર્ધ-સૂકા જંગલોમાંથી નદીને સમાંતર તેમ જ વાંકોચૂકો છે.[૩] આ સ્થળે જવા માટે માર્ગદર્શક (ગાઇડ) જરૂરી છે કારણ કે ત્યાં ગાઢ જંગલ આસપાસ છે.[૪]

અંતર ફેરફાર કરો

સૌથી નજીકનું હવાઈમથક ફેરફાર કરો

  • પુણે: ઘરેલુ
  • મુંબઈ: આંતરરાષ્ટ્રીય

નજીકનું રેલવે જંકશન ફેરફાર કરો

  • માનગાંવ રેલવે સ્ટેશન, કોંકણ રેલવે, ૩૦ કિમી દૂર
  • લોનાવાલા રેલવે સ્ટેશન, મધ્ય (સેન્ટ્રલ) રેલવે, ૮૨ કિમી દૂર

સ્નાન ફેરફાર કરો

દેવકુંડ ધોધ નહાવા માટે સારો છે, ધોધ હેઠળના કુંડમાં સ્નાન માણી શકાય છે. આ સ્થળ હંમેશાં પ્રવાસીઓને આકર્ષે છે.[૫]

સલામતી ફેરફાર કરો

ચોમાસા દરમિયાન વરસાદ અને પહાડી ઢોળાવને લીધે પાણીનું વહેણ ખૂબ જ વધુ તેમ જ ઝડપથી વહેતું હોવાને કારણે અહીં ધોધ જોવા માટે જવું અસુરક્ષિત છે. વર્ષ ૨૦૧૭માં, ચોમાસા દરમિયાન જુલાઈ થી ત્રણ મહિના માટે અકસ્માતો વધતાં પ્રવાસીઓ માટે દેવકુંડ ધોધ બંધ કરવામાં આવ્યો હતો.[૬] આ સ્થળે બે મુલાકાતીઓના અકસ્માત મૃત્યુ પછી, સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા અહીં કલમ ૧૪૪ મુજબ નિષેધ ફરમાવવામાં આવેલ છે, જે મુજબ એક સાથે ચાર કરતાં વધુ લોકો આ વિસ્તારમાં સાથે ભેગા થઈ શકતા નથી.

સંદર્ભો ફેરફાર કરો

  1. Devkund waterfalls
  2. "The Secret Devkund Waterfalls On The Mumbai-Panvel-Goa Road Are Not So Secret Anymore". મૂળ માંથી 2019-02-25 પર સંગ્રહિત. મેળવેલ 2018-08-01.
  3. Devkund
  4. "Devkund waterfall trek". મૂળ માંથી 2017-12-01 પર સંગ્રહિત. મેળવેલ 2018-08-01.
  5. "Devkund waterfall Devkund waterfall closed to tourists for 3 months". મૂળ માંથી 2020-10-27 પર સંગ્રહિત. મેળવેલ 2018-08-01.
  6. "Devkund waterfall closed to tourists for 3 months". The Indian Express (અંગ્રેજીમાં). 2017-07-15. મેળવેલ 2023-06-12.