ધોધ (સંસકૃત: જલપ્રપાત, હિંદી: झरना, મરાઠી: धबधबा, તમિળ: நீர்வீழ்ச்சி (નીરવીળ્ચ્ચી), અંગ્રેજી: waterfall) એ એક ભૂસ્તરીય રચના છે, જેનું સર્જન ઊંચાઈમાં અચાનક ઘટાડો થતો હોય તેવા સ્થાને ધોવાણ ન થઇ શકે તેવા પથ્થરો ઉપરથી વહેતા પાણીના વહેણમાંથી થાય છે. ધોધ માનવસર્જીત પણ હોઇ શકે છે, જેનો ઉપયોગ બગીચાઓમાં કે અન્ય કુદરતી પૃષ્ઠભૂ ઉભી કરવા અલંકાર તરીકે થાય છે.

ક્યારેક ધોધનું સર્જન પર્વતોમાં એવી જગ્યાએ થાય છે કે જ્યાં ઝડપી ધોવાણ થઇ રહ્યું હોય અને પાણીના વહેણનો માર્ગ સતત બદલાતો હોય, આવી જગ્યાઓએ ધોધ વર્ષોના ધોવાણને કારણે નહીં પણ તેની સરખામણીમાં અચાનક થયેલ ભૂસ્તરીય ઘટનાને કારણે થાય છે, જેમકે જ્વાળામુખી ફાટવો.

પ્રદર્શનફેરફાર કરો

બાહ્ય કડીઓફેરફાર કરો

સંદર્ભફેરફાર કરો