દેહીંગ પતકાઈ ઉત્સવ
દેહિંગ અથવા દીહિંગ પતકાઇ મહોત્સવ એ એક વાર્ષિક તહેવાર છે જે આસામના તિનસુખિયા જિલ્લાના લેખાપાણી ખાતે યોજવામાં આવે છે. ઉત્સવનું નામ જાજરમાન પતકાઇ પર્વતની હારમાળા અને તોફાની દેહિંગ નદીના નામ પરથી રાખવામાં આવ્યું છે.[૧] [૨] [૩] આ ઉત્સવ આસામ સરકાર દ્વારા આયોજીત કરવામાં આવે છે, જે પ્રવાસીઓને આનંદ અને તહેવારની અનહદ તકો પૂરી પાડે છે.
દેહીંગ પતકાઈ ઉત્સવ | |
---|---|
શરૂઆત | ૧૬ જાન્યુઆરી |
અંત | ૧૯ જાન્યુઆરી |
અવધિ | વાર્ષિક |
સ્થાન | લેખાપાણી તિનસુખિયા જિલ્લો, આસામ |
ઉદ્ધાટન | ડિસેમ્બર ૨૦૦૨ |
આ મહોત્સવની શરૂઆત પ્રથમ ડિસેમ્બર ૨૦૦૨ માં થઈ હતી, અને ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ ડો. એ. પી. જે. અબ્દુલ કલામ તે સમારંભના મુખ્ય મહેમાન હતા.
આકર્ષણો
ફેરફાર કરોઆ તહેવારમાં સ્વદેશી આસામી સમુદાયો મેળાઓ, ના પ્રવાસ, ગોલ્ફ, સાહસિક રમતો અને વન્યપ્રાણી આનંદની સફરનો સમાવેશ થાય છે. તહેવારનું બીજું આકર્ષણ બીજા વિશ્વ યુદ્ધના સૈનિકોના કબ્રસ્તાનોની મુલાકાત છે. તે એક સમયે મ્યાનમાર સુવર્ણ ભૂમિનો માર્ગ બનેલા સ્ટીલવેલ રોડ પર સફરની વ્યવસ્થા પણ કરવામાં આવે છે.[૧][૨][૩] મુલાકાતીઓ હાથી પર બેસી સફારી માટે જવાનું પસંદ કરી શકે છે અને વન્યક્ષેત્રમાં પ્રવેશ કરી શકે છે. આ દિવસોમાં મુલાકાતીઓ માટે ફૂડ ફેસ્ટિવલ (ભોજન ઉત્સવ), હસ્તકળા મેળો અને સાંસ્કૃતિક કાર્યો પણ યોજવામાં આવે છે. આ તહેવાર એંગલિંગ, કાયાકિંગ અને પેરાસેલિંગ જેવા સાહસિક રમતોની વિશાળ શ્રેણી પ્રદાન કરે છે. ચાના બગીચાઓ અને દિગ્બોઇ તેલ ક્ષેત્રની યાત્રાઓ પણ આ તહેવારનો એક ભાગ છે.
ચિત્રો
ફેરફાર કરો-
પતકાઈ ટેકરીઓ પરથી પાંગસાઉ ઘાટ જોઇ શકાય છે
-
લેડો રોડ અને બર્મા રોડ
-
યુએસ દ્વારા નિર્મિત આર્મી ટ્રકો, લિડો સપ્લાય રોડ ઉપર
સંદર્ભ
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ "Dehing Patkai Festival". North East India. મૂળ માંથી 13 ડિસેમ્બર 2009 પર સંગ્રહિત. મેળવેલ 12 January 2010.
- ↑ ૨.૦ ૨.૧ "Dehing Patkai Festival". Locate India. મૂળ માંથી 24 જુલાઈ 2011 પર સંગ્રહિત. મેળવેલ 12 January 2010. Check date values in:
|archive-date=
(મદદ) - ↑ ૩.૦ ૩.૧ "Dehing Patkai Festival". Incredible Northeast India. મૂળ માંથી 18 February 2010 પર સંગ્રહિત. મેળવેલ 12 January 2010.