અબ્દુલ કલામ

ભારતના ૧૧મા રાષ્ટ્રપતિ અને અવકાશ વૈજ્ઞાનિક

અવુલ પાકિર જૈનુલાબ્દીન અબ્દુલ કલામ (જન્મ : ૧૫ ઓક્ટોબર ૧૯૩૧, રામેશ્વરમ; મૃત્યુ: ૨૭ જુલાઇ ૨૦૧૫, શિલોંગ) અથવા ડૉ.એ.પી.જે.અબ્દુલ કલામ ભારતના એરોસ્પેસ વૈજ્ઞાનિક હતા અને ઇ. સ. ૨૦૦૨થી ૨૦૦૭ સુધી ભારતના રાષ્ટ્રપતિ પદે રહ્યા હતા. તેમનો જન્મ અને ઉછેર તમિલનાડુ રાજ્યના રામેશ્વરમ ખાતે થયો હતો. તેમણે ભૌતિકવિજ્ઞાનનો અભ્યાસ સેંટ જોસેફ કોલેજ, તિરુચિરાપલ્લી અને એરોસ્પેસ ઇજનેરીનો અભ્યાસ મદ્રાસ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી(MIT), ચેન્નઈ ખાતેથી કર્યો હતો. કારકિર્દીના શરૂઆતના ચાર દશકમાં તેઓ એક વૈજ્ઞાનિક અને વૈજ્ઞાનિક પ્રશાસકના રૂપમાં મુખ્યત્ત્વે સંરક્ષણ અને વિકાસ સંગઠન (ડી.આર.ડી.ઓ) તેમજ ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઇસરો) ખાતે કાર્યરત રહી ભારતના અંતરિક્ષ કાર્યક્રમ તેમજ મિસાઇલ વિકાસ પ્રકલ્પ સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલા હતા.[૧] બેલેસ્ટીક મિસાઇલ અને પ્રક્ષેપણ વાહન પ્રૌદ્યોગિકીના વિકાસમાં તેમના પ્રદાન બદલ તેઓ મિસાઇલમેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય છે.[૨][૩][૪] ૧૯૯૮ના પોખરણ પરમાણુ પરિક્ષણ કાર્યક્રમમાં તેમને મહત્વની ભૂમિકા ભજવી હતી.[૫]

ભારતના રાષ્ટ્રપતિ એ. પી. જે. અબ્દુલ કલામ
The former President, Dr. A.P.J. Abdul Kalam, in New Delhi on December 24, 2014 (cropped).jpg
જન્મની વિગત(1931-10-15)15 October 1931
રામેશ્વરમ, ભારત
મૃત્યુની વિગત27 July 2015(2015-07-27) (ઉંમર 83)
શિલોંગ, મેઘાલય
મૃત્યુનું કારણહ્રદય રોગનો હુમલો
કાર્યકાળ૨૫ જુલાઇ ૨૦૦૨ થી ૨૫ જુલાઇ ૨૦૦૭
ઉપરાષ્ટ્રપતિભૈરોસિંહ શેખાવત
પુરોગામીકે. આર. નારાયણન
અનુગામીપ્રતિભા પાટીલ
હુલામણું નામમિસાઇલ મેન
અભ્યાસએરોસ્પેસ ઇજનેરી
ખિતાબભારત રત્ન
જીવનસાથીઅપરિણિત
વેબસાઇટ
http://www.abdulkalam.com

૨૦૦૨ના રાષ્ટ્રપતિ નિર્વાચનમાં સતાધારી ભારતીય જનતા પાર્ટી અને તત્કાલીન વિપક્ષ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સમર્થનથી ભારતના ૧૧મા રાષ્ટ્રપતિ બન્યા હતા. તેમની અનોખી કાર્યપદ્ધતિને કારણે તેઓ ખૂબ પ્રખ્યાત થયા અને "જનસામાન્યનાં રાષ્ટ્રપતિ" (પીપલ્સ પ્રેસીડેન્ટ) તરીકે લોકચાહના મેળવી.[૬] રાષ્ટ્રપતિ પદના કાર્યકાળ બાદ તેઓ શિક્ષણ, લેખન અને સાર્વજનિક સેવાના નાગરિક કાર્યમાં સક્રીય રહ્યા હતા. તેમને ભારતના સર્વોચ્ચ સન્માન ભારત રત્ન સહિત ઘણા પ્રતિષ્ઠિત પુરસ્કારો પ્રાપ્ત થયા હતા.

ભારતના મેઘાલય રાજ્યના પાટનગર શિલોંગ ખાતે ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ શિલોંગમાં વ્યાખ્યાન આપતી વખતે હ્રદય રોગના હુમલાને કારણે ૨૭ જુલાઇ ૨૦૧૫ના દિવસે ૮૩ વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું[૭][૮][૯] રાષ્ટ્રીય સ્તરની ગણમાન્ય વ્યક્તિઓ સહિત હજારો લોકોની હાજરીમાં તેમના વતન રામેશ્વરમ ખાતે પૂરા રાજકીય સન્માન સાથે તેમની દફનવિધિ કરવામાં આવી હતી.[૧૦]

પ્રારંભિક જીવન અને શિક્ષણફેરફાર કરો

એ. પી. જે. અબ્દુલ કલામનો જન્મ ૧૫ ઓક્ટોબર ૧૯૩૧ના રોજ તત્કાલીન મદ્રાસ રાજ્ય (હાલ તમિલનાડુ)ના રામેશ્વરમ તીર્થ સ્થળ પાસેના પામ્બન દ્વીપ પર એક તમિલ મુસ્લિમ પરિવારમાં થયો હતો. તેમના પિતા જૈનુલાબ્દીન એક નાવના માલિક અને સ્થાનિક મસ્જિદના ઇમામ હતા.[૧૧] તેમના માતા આશિઅમ્મા ગૃહિણી હતા.[૧૨][૧૩] તેમના પિતા તેમની નાવમાં હિન્દુ તીર્થયાત્રીઓને રામેશ્વરમ લાવવા લઈ જવાનું કામ કરતા હતા.[૧૪]કલામ તેમના પરિવારમાં ચાર ભાઈઓ અને એક બહેનમાં સૌથી નાના હતા.[૧૫] તેમનો પરિવાર ગરીબ હોવાથી બાળપણમાં આવકપૂર્તિ માટે તેઓ સમાચારપત્ર વહેંચવાનું કામ કરતા હતા.[૧૬]

શાળાજીવનમાં કલામ એક સરેરાશ વિદ્યાર્થી હતા પરંતુ તેમની શીખવાની ધગશ પ્રબળ હતી, ખાસ કરીને ગણિત વિષયના અભ્યાસ પાછળ ઘણો સમય વ્યતીત કરતા.[૧૭] શાળાજીવનનો પ્રાથમિક અભ્યાસ રામેશ્વરમાં જ પૂર્ણ કર્યા બાદ તેમણે તિરુચિરાપલ્લી ખાતેની સેંટ જોસેફ કોલેજમાં પ્રવેશ મેળવ્યો. ૧૯૫૪માં તેમણે ભૌતિકવિજ્ઞાનમાં સ્નાતકની પદવી મેળવી.[૧૮] ૧૯૫૫માં મદ્રાસ (હાલ ચેન્નઈ) ખાતેની મદ્રાસ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી (MIT)માં એરોસ્પેસ ઇજનેરીના અભ્યાસ માટે પ્રવેશ મેળવ્યો.[૧૯] તેઓ ફાઇટર પાઇલોટ બનવાના પોતાના સ્વપ્નને ફક્ત એક સ્થાન માટે ચૂકી ગયા હતા કારણ કે ભારતીય વાયુ સેનામાં આઠ સ્થાન ઉપલબ્ધ હતા જ્યારે તેઓ યોગ્યતા સૂચિમાં નવમા ક્રમે હતા.[૨૦]

વૈજ્ઞાનિક કારકિર્દીફેરફાર કરો

તે મારા માટે પ્રથમ પગથિયું હતું, જેમાં મેં ત્રણ મહાન શિક્ષકો ડૉ. વિક્રમ સારાભાઈ, પ્રો. સતીષ ધવન અને ડૉ. બ્રહ્મપ્રકાશ પાસેથી નેતૃત્ત્વ શીખ્યું. તે મારા માટે શીખવાનો અને જ્ઞાન અધિગ્રહણ કરવાનો સમય હતો.

એ.પી.જે.અબ્દુલ કલામ[૨૧]
 
ભારતીય ટપાલ ટિકિટ પર અબ્દુલ કલામ (૨૦૧૫)

૧૯૬૦માં મદ્રાસ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજીમાંથી સ્નાતક થયા બાદ કલામ રક્ષા અનુસંધાન અને વિકાસ સેવા (ડીઆરડીએસ)ના સભ્ય બન્યા. ત્યારબાદ એક વૈજ્ઞાનિક તરીકે રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ)ના એરોનોટીક વિકાસ પ્રતિષ્ઠાનમાં સામેલ થયા. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત એક નાનકડા હોવરક્રાફ્ટ ડીઝાઈનીંગ સાથે કરી હતી. અલબત, ડીઆરડીઓ ખાતેની તેમની નોકરીથી તેઓ સંતુષ્ટ નહોતા.[૨૨] કલામ, પ્રસિદ્ધ અંતરિક્ષ વૈજ્ઞાનિક ડૉ. વિક્રમ સારાભાઈના વડપણ હેઠળની ભારતીય રાષ્ટ્રીય અંતરીક્ષ અનુસંધાન સમિતિના સભ્ય હતા.[૧૯] ૧૯૬૯માં કલામને ભારતીય અવકાશ સંશોધન કેન્દ્ર (ઇસરો) ખાતે સ્થાનાંતરીત કરાયા, જ્યાં તેઓ ભારતના પ્રથમ ઉપગ્રહ પ્રક્ષેપણ યાનના પરિયોજના નિર્દેશક હતા. આ પરિયોજના અંતર્ગત જુલાઈ ૧૯૮૦માં રોહિણી ઉપગ્રહને પૃથ્વીની ભ્રમણકક્ષાથી નજીક તરતો મૂકવામાં આવ્યો.[૧]

 
IIT ગુવાહાટી ખાતે ઇજનેરી વિદ્યાર્થીઓને સંબોધી રહેલા અબ્દુલ કલામ

૧૯૬૩–૬૪ દરમિયાન કલામે અમેરિકન અવકાશ સંશોધન સંસ્થા નાસાના વર્જીનિયા તથા મેરીલેન્ડ ખાતેના કેન્દ્રોની મુલાકાત લીધી.[૨૩]૧૯૭૦થી ૧૯૯૦ના દશક દરમિયાન કલામે ધૃવીય ઉપગ્રહ પ્રક્ષેપણ યાન (PSLV) અને ઉપગ્રહ પ્રક્ષેપણ યાન (SLV-III) પરીયોજનાઓને વિકસિત કરવાનો પ્રયત્ન કર્યો અને બન્ને યોજનાઓ સફળ રહી.

કલામ દેશના પહેલા પરમાણુ પરીક્ષણ સ્માઇલીંગ બુદ્ધાનો હિસ્સો ન હોવા છતાં રાજા રમન્ના દ્વારા ટર્મિનલ બેલેસ્ટિક અનુસંધાન પ્રયોગશાળાના પ્રતિનિધિ તરીકે પરીક્ષણ નિહાળવા માટે આમંત્રિત કરાયા હતા. ૧૯૭૦ના દશકમાં કલામે અન્ય બે પરિયોજનાઓ પ્રોજેક્ટ ડેવિલ અને પ્રોજેક્ટ વેલીઅન્ટ અંતર્ગત ઉપગ્રહ પ્રક્ષેપણ યાન (SLV)ની તકનિક દ્વારા બેલેસ્ટિક મિસાઇલ તૈયાર કરવાની ઇચ્છા વ્યક્ત કરી.[૨૪] કેન્દ્રીય મંત્રીપરિષદની અસ્વીકૃતિ છતાં તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ કલામના નિર્દેશનમાં પોતાની વિવેકાધીન શક્તિઓનો ઉપયોગ કરીને આ અંતરીક્ષ પરિયોજનાઓ માટે ગુપ્ત અનુદાનની ફાળવણી કરી. કલામે આ વર્ગીકૃત અંતરિક્ષ પરિયોજનાઓની વાસ્તવિક પ્રકૃતિને છુપાવવાની જરૂરિયાત સંદર્ભે મંત્રીમંડળને સમજાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી.[૨૪]

તેમની શોધ અને શૈક્ષણિક નેતૃત્ત્વએ ૧૯૮૦ના દશકમાં તેમને ખૂબ જ ખ્યાતિ અને પ્રતિષ્ઠા અપાવી. સરકાર તેમના નિર્દેશનમાં આધુનિક મિસાઇલ કાર્યક્રમ શરૂ કરવા માટે તૈયાર થઈ.[૨૪] કલામ તથા રક્ષા મંત્રીના વૈજ્ઞાનિક સલાહકાર ડૉ. વી. એસ. અરુણાચલમએ તત્કાલીન રક્ષા મંત્રી આર. વેંકટરમનની સલાહ પર એક પછી એક તબક્કાવાર મિસાઇલ પરીક્ષણને બદલે એકસામટા મિસાઇલ પરીક્ષણ પર કાર્ય કર્યું.[૨૫] આ પરિયોજના એકીકૃત ગાઇડેડ મિસાઇલ વિકાસ કાર્યક્રમ માટે ૩.૮૮ બિલિયન રકમની ફાળવણી કરવામાં આવી તથા કલામને યોજનાના મુખ્ય કાર્યકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.[૨૫] યોજના અંતર્ગત કલામે મધ્યવર્તી અંતરની બેલેસ્ટીક મિસાઇલ અગ્નિ મિસાઇલ તથા ધરાતલથી ધરાતલ પર હુમલો કરવા સક્ષમ પૃથ્વી મિસાઇલને વિકસિત કરવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી.[૨૫][૨૬]

કલામે જુલાઈ ૧૯૯૨થી ડિસેમ્બર ૧૯૯૯ સુધી પ્રધાનમંત્રીના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર તથા રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠનના ભારત સરકારના પ્રતિનિધિ તરીકે કાર્ય કર્યું. આ સમયગાળા દરમિયાન પોખરણ-૨ પરમાણું પરીક્ષણ કરવામાં આવ્યા જેમાં તેમણે ગહન રાજનૈતિક અને તકનિકી ભૂમિકા ભજવી. કલામે આ પરિયોજના દરમિયાન રાજગોપાલ ચિદમ્બરમ સાથે મુખ્ય પરિયોજના સમન્વયક (કો-ઓર્ડીનેટર) તરીકે કાર્ય કર્યું.[૧૨][૨૭] આ સમયગાળા દરમિયાન સમૂહ માધ્યમોમાં પ્રસારીત સમાચારોને કારણે સમગ્ર દેશમાં પરમાણુ વૈજ્ઞાનિક તરીકે પ્રસિદ્ધિ મેળવી.[૨૮]

૧૯૯૮માં કલામે હૃદયરોગ નિષ્ણાત ભૂપતિરાજુ સોમરાજુ સાથે મળીને ઓછી કિંમતના કોરોનરી સ્ટેન્ટ વિકસિત કર્યા જે કલામ-રાજુ સ્ટેન્ટ તરીકે ઓળખાય છે.[૨૯]

રાજકીય દ્રષ્ટિફેરફાર કરો

એ.પી.જે. અબ્દુલ કલામે તેમના પુસ્તક 'ઇન્ડિયા ૨૦૨૦'માં ભારતને જ્ઞાન-મહાશક્તિ અને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે પ્રખર હિમાયત કરી છે.

સન્માન અને ખિતાબોફેરફાર કરો

૧૯૯૭માં અબ્દુલ કલામને વૈજ્ઞાનિક સંશોધન અને ભારતની સંરક્ષણ તકનિકીના આધુનિકિકરણમાં તેમણે કરેલા યોગદાન માટે ભારતના સર્વોચ્ચ પુરસ્કાર ભારત રત્નથી સન્માનવામાં આવ્યા છે.[૩૦] ૨૦૧૨માં તેમનો ૭૯મો જન્મદિવસ યુનાઇટેડ નેશન્સે વિશ્વ વિદ્યાર્થી દિવસ તરીકે ઉજવ્યો હતો.[૩૧] તેમને ૪૦ વિશ્વવિદ્યાલયો (યુનિવર્સિટીઓ) માંથી માનદ ડોક્ટરેટની પદવી પણ એનાયત કરવામાં આવી છે.[૩૨][૩૩] ભારત સરકારે તેમના ઇસરો અને ડી.આર.ડી.એ.માં કરેલા કાર્યો તથા ભારત સરકારના વિજ્ઞાન સલાહકાર તરીકેની સેવાઓ બદલ વર્ષ ૧૯૮૧માં તેમને પદ્મભૂષણ અને ૧૯૯૦માં પદ્મવિભૂષણથી નવાજ્યા.[૩૪] ૨૦૦૫માં તેમની સ્વિત્ઝર્લેન્ડની મુલાકાત દરમ્યાન તે દેશે ૨૬ મેને વિજ્ઞાન દિવસ ઘોષિત કર્યો હતો.[૩૫] ૨૦૧૩માં નેશનલ સ્પેસ સોસાયટી તરફથી તેમને વોન બ્રાઉન એવોર્ડ મળ્યો જે મેળવનાર તેઓ સૌપ્રથમ વ્યક્તિ હતા.[૩૬]

સન્માન કે ખિતાબનું વર્ષ સન્માન કે ખિતાબનું નામ સન્માનીત કરનાર સંસ્થા
૨૦૧૪ ડૉક્ટર ઓફ સાયન્સ એડિનબર્ગ યુનિવર્સિટી, યુ.કે.[૩૭]
૨૦૧૨ ડૉક્ટર ઓફ લૉ (Honoris Causa) સિમોન ફ્રેઝર યુનિવર્સિટી[૩૮]
૨૦૧૧ IEEE માનદ સદસ્યતા IEEE[૩૯]
૨૦૧૦ ડૉક્ટર ઓફ ઈજનેરી યુનિવર્સિટી ઓફ વોટરલૂ[૪૦]
૨૦૦૯ માનદ ડૉક્ટરેટ ઓકલેન્ડ યુનિવર્સિટી[૪૧]
૨૦૦૯ હૂવર મેડલ ASME ફાઉન્ડેશન, યુ.એસ.એ.[૪૨]
૨૦૦૯ ઈન્ટરનેશનલ વોન કાર્મેન વિંગ્સ એવોર્ડ કેલિફોર્નિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી, યુ.એસ.એ.[૪૩]
૨૦૦૮ ડૉક્ટર ઓફ ઈજનેરી (Honoris Causa) નાનયાંગ ટેકનોલોજીકલ યુનિવર્સિટી, સિંગાપોર[૪૪]
૨૦૦૮ ડૉક્ટર ઓફ સાયન્સ (Honoris Causa) અલીગઢ મુસ્લીમ યુનિવર્સિટી, અલીગઢ[૪૫]
૨૦૦૭ ઓનરરી ડોક્ટરેટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી કાર્નેગી મેલોન યુનિવર્સિટી[૪૬]
૨૦૦૭ કિંગ ચાર્લ્સ II મેડલ રોયલ સોસાયટી, યુ.કે.[૪૭][૪૮][૪૯]
૨૦૦૭ ઓનરરી ડોક્ટરેટ ઓફ સાયન્સ યુનિવર્સિટી ઓફ વુલ્વરહેમ્પ્ટન, યુ.કે.[૫૦]
૨૦૦૦ રામાનુજન એવોર્ડ અલ્વર્સ રિસર્ચ સેન્ટર, ચેન્નઈ[૫૧]
૧૯૯૮ વીર સાવરકર એવોર્ડ ભારત સરકાર[૧૯]
૧૯૯૭ ઈન્દીરા ગાંધી એવોર્ડ ફોર નેશનલ ઈન્ટીગ્રેશન ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ[૧૯][૫૧]
૧૯૯૭ ભારત રત્ન ભારત સરકાર[૫૧][૫૨]
૧૯૯૪ ડિસ્ટિંગ્યુસ્ડ ફેલ્લોસ ઈન્સ્ટીટ્યુટ ઓફ ડાયરેક્ટર્સ (ભારત)[૫૩]
૧૯૯૦ પદ્મવિભૂષણ ભારત સરકાર[૫૧][૫૪]
૧૯૮૧ પદ્મભૂષણ ભારત સરકાર[૫૧][૫૪]

સંદર્ભોફેરફાર કરો

 1. ૧.૦ ૧.૧ editor (2000). Dale Hoiberg (સંપા.). A to C (Abd Allah ibn al-Abbas to Cypress). New Delhi: Encyclopædia Britannica (India). પાનું 2. ISBN 978-0-85229-760-5. Unknown parameter |author૨= ignored (મદદ)CS1 maint: extra text: authors list (link)
 2. Pruthi, R. K. (2005). "Ch. 4. Missile Man of India". President A.P.J. Abdul Kalam. Anmol Publications. પાનાઓ 61–76. ISBN 978-81-261-1344-6.
 3. "India's 'Mr. Missile': A man of the people". 30 July 2015. મૂળ સંગ્રહિત થી 25 September 2015 પર સંગ્રહિત. 30 July 2015 મેળવેલ. Check date values in: |accessdate=, |date=, and |archivedate= (મદદ)CS1 maint: discouraged parameter (link)
 4. "Kalam's unrealised 'Nag' missile dream to become reality next year". 30 July 2015. મૂળ સંગ્રહિત થી 3 January 2017 પર સંગ્રહિત. 30 July 2015 મેળવેલ. Check date values in: |accessdate=, |date=, and |archivedate= (મદદ)CS1 maint: discouraged parameter (link)
 5. Sen, Amartya (2003). "India and the Bomb". In M. V. Ramana (સંપા.). Prisoners of the Nuclear Dream. Sangam Books. પાનાઓ 167–188. ISBN 978-81-250-2477-4. Unknown parameter |editor૨= ignored (મદદ)
 6. "Why Abdul Kalam was the 'People's President'". DailyO.in. DailyO. 28 July 2015. મૂળ સંગ્રહિત થી 13 August 2015 પર સંગ્રહિત. 20 August 2015 મેળવેલ. Unknown parameter |author૧= ignored (મદદ); Check date values in: |accessdate=, |date=, and |archivedate= (મદદ)CS1 maint: discouraged parameter (link)
 7. "India Pays Tribute to 'People's President' A.P.J. Abdul Kalam". Time Inc. 28 July 2015. મૂળ સંગ્રહિત થી 31 July 2015 પર સંગ્રહિત. 20 August 2015 મેળવેલ. Unknown parameter |author૧= ignored (મદદ); Check date values in: |accessdate=, |date=, and |archivedate= (મદદ)CS1 maint: discouraged parameter (link)
 8. "Dr APJ Abdul Kalam Passes Away Following a Massive Cardiac Arrest". અખબાર. The New Indian Express. ૨૭ જુલાઇ ૨૦૧૫. ૨૭ જુલાઇ ૨૦૧૫ મેળવેલ. Check date values in: |accessdate= and |date= (મદદ)CS1 maint: discouraged parameter (link)
 9. "Former president and bharat ratna Dr APJ Abdul Kalam dies in Shillong". સમાચાર. IBNLive.com. ૨૭ જુલાઇ ૨૦૧૫. ૨૭ જુલાઇ ૨૦૧૫ મેળવેલ. Check date values in: |accessdate= and |date= (મદદ)CS1 maint: discouraged parameter (link)
 10. "'People's President' APJ Abdul Kalam Buried with Full State Honours in Rameswaram". International Business Times. IANS. 30 July 2015. મૂળ સંગ્રહિત થી 19 August 2015 પર સંગ્રહિત. 20 August 2015 મેળવેલ. Unknown parameter |author૧= ignored (મદદ); Check date values in: |accessdate=, |date=, and |archivedate= (મદદ)CS1 maint: discouraged parameter (link)
 11. "APJ Abdul Kalam speaks to Editorial Director M.J. Akbar about presidential elections 2012 : INTERVIEW – India Today". indiatoday.intoday.in. મૂળ સંગ્રહિત થી 31 July 2015 પર સંગ્રહિત. Check date values in: |archivedate= (મદદ)CS1 maint: discouraged parameter (link)
 12. ૧૨.૦ ૧૨.૧ Wings of Fire: An Autobiography. Universities Press. 1 January 1999. ISBN 978-81-7371-146-6. મૂળ સંગ્રહિત થી 13 October 2013 પર સંગ્રહિત. 3 May 2012 મેળવેલ. Unknown parameter |last૨= ignored (મદદ); Unknown parameter |first૨= ignored (મદદ); Unknown parameter |first૧= ignored (મદદ); Unknown parameter |last૧= ignored (મદદ); Check date values in: |accessdate=, |date=, and |archivedate= (મદદ)CS1 maint: discouraged parameter (link)
 13. Jai, Janak Raj (1 January 2003). Presidents of India, 1950–2003. Regency Publications. પાનું 296. ISBN 978-81-87498-65-0. મૂળ સંગ્રહિત થી 12 October 2013 પર સંગ્રહિત. 22 April 2012 મેળવેલ. Check date values in: |accessdate=, |date=, and |archivedate= (મદદ)CS1 maint: discouraged parameter (link)
 14. "The greatest student India ever had". મૂળ સંગ્રહિત થી 30 July 2015 પર સંગ્રહિત. Check date values in: |archivedate= (મદદ)CS1 maint: discouraged parameter (link)
 15. "Brother awaits Kalam last trip". મૂળ સંગ્રહિત થી 29 July 2015 પર સંગ્રહિત. Check date values in: |archivedate= (મદદ)CS1 maint: discouraged parameter (link)
 16. Pride of the Nation : Dr. A.P.J Abdul Kalam. Diamond Pocket Books (P) Ltd. 2004. પાનું 13. ISBN 978-81-288-0806-7. મૂળ સંગ્રહિત થી 13 October 2013 પર સંગ્રહિત. 30 June 2012 મેળવેલ. Unknown parameter |last૩= ignored (મદદ); Unknown parameter |last૨= ignored (મદદ); Unknown parameter |first૨= ignored (મદદ); Unknown parameter |first૧= ignored (મદદ); Unknown parameter |last૧= ignored (મદદ); Unknown parameter |first૩= ignored (મદદ); Check date values in: |accessdate= and |archivedate= (મદદ)CS1 maint: discouraged parameter (link)
 17. A.P.J. Abdul Kalam: The Visionary of India. New Delhi: A.P.H. Publishing Corporation. 2002. પાનાઓ 1–10, 153. ISBN 978-81-7648-380-3. Unknown parameter |last૧= ignored (મદદ); Unknown parameter |first૨= ignored (મદદ); Unknown parameter |last૨= ignored (મદદ); Unknown parameter |first૧= ignored (મદદ)
 18. K. Raju (24 September 2006). "Kalam meets the teacher who moulded him". The Hindu. Chennai, India. મૂળ સંગ્રહિત થી 28 September 2013 પર સંગ્રહિત. 29 June 2012 મેળવેલ. Unknown parameter |author૨= ignored (મદદ); Check date values in: |accessdate=, |date=, and |archivedate= (મદદ)CS1 maint: discouraged parameter (link)
 19. ૧૯.૦ ૧૯.૧ ૧૯.૨ ૧૯.૩ "Bio-data: Avul Pakir Jainulabdeen Abdul Kalam". Press Information Bureau, Government of India. ૧ માર્ચ ૨૦૧૨. ૧ માર્ચ ૨૦૧૨ મેળવેલ. Check date values in: |accessdate= and |date= (મદદ)CS1 maint: discouraged parameter (link)
 20. "Failed in my dream of becoming pilot: Abdul Kalam in new book". The Hindu. Chennai, India. 18 August 2013. મૂળ સંગ્રહિત થી 18 August 2013 પર સંગ્રહિત. 18 August 2013 મેળવેલ. Check date values in: |accessdate=, |date=, and |archivedate= (મદદ)CS1 maint: discouraged parameter (link)
 21. "Avul Pakir Jainulabdeen Abdul Kalam". National Informatics Centre. મૂળ મૂળ થી 9 March 2007 પર સંગ્રહિત. 1 March 2012 મેળવેલ. Check date values in: |accessdate= and |archivedate= (મદદ)CS1 maint: discouraged parameter (link)
 22. Gopalakrishnan, Karthika (23 June 2009). "Kalam tells students to follow their heart". The Times of India. Chennai, India. 4 July 2012 મેળવેલ. Check date values in: |accessdate= and |date= (મદદ)CS1 maint: discouraged parameter (link)
 23. Educational Foundation for Nuclear Science, Inc. (November 1989). Bulletin of the Atomic Scientists. Educational Foundation for Nuclear Science, Inc. પાનું 32. ISSN 0096-3402.CS1 maint: uses authors parameter (link)
 24. ૨૪.૦ ૨૪.૧ ૨૪.૨ "Missile Chronology, 1971–1979" (PDF). James Martin Center for Nonproliferation Studies at Monterey Institute of International Studies, Nuclear Threat Initiative. July 2003. મૂળ સંગ્રહિત (PDF) થી 20 November 2012 પર સંગ્રહિત. 1 March 2012 મેળવેલ. Check date values in: |accessdate= and |archivedate= (મદદ)CS1 maint: discouraged parameter (link)
 25. ૨૫.૦ ૨૫.૧ ૨૫.૨ "The prime motivator". Frontline (magazine). 22 June – 5 July 2002. મૂળ સંગ્રહિત થી 21 October 2006 પર સંગ્રહિત. 5 July 2012 મેળવેલ. Check date values in: |accessdate=, |date=, and |archivedate= (મદદ)CS1 maint: discouraged parameter (link)
 26. "Missile plan: Some hits, misses". The Times of India. TNN. 9 January 2008. 1 March 2012 મેળવેલ. Unknown parameter |first૧= ignored (મદદ); Unknown parameter |last૧= ignored (મદદ); Check date values in: |accessdate= and |date= (મદદ)CS1 maint: discouraged parameter (link)
 27. Jerome M. Conley (2001). Indo-Russian military and nuclear cooperation: lessons and options for U.S. policy in South Asia. Lexington Books. પાનું 106. ISBN 978-0-7391-0217-6.
 28. ANI (8 November 2011). "Koodankulam nuclear plant: A. P. J. Abdul Kalam's safety review has failed to satisfy nuke plant protestors, expert laments". The Economic Times. Chennai, India. 20 June 2012 મેળવેલ. Check date values in: |accessdate= and |date= (મદદ)CS1 maint: discouraged parameter (link)
 29. "The stent man". Rediff-News. India. 19 December 1998. મૂળ સંગ્રહિત થી 18 May 2013 પર સંગ્રહિત. Check date values in: |date= and |archivedate= (મદદ)CS1 maint: discouraged parameter (link)
 30. "Bharat Ratna conferred on Dr Abdul Kalam". Rediff.com. ૨૬ નવેમ્બર ૧૯૯૭. ૧૩ માર્ચ ૨૦૧૨ મેળવેલ. Check date values in: |accessdate= and |date= (મદદ)CS1 maint: discouraged parameter (link)
 31. "Students recall Kalam's services". The Hindu. Chennai, India. ૧૯ ઓક્ટોબર ૨૦૧૦. ૧ માર્ચ ૨૦૧૨ મેળવેલ. Check date values in: |accessdate= and |date= (મદદ)CS1 maint: discouraged parameter (link)
 32. "Dr.Kalam's Page". abdulKalam.com. ૧ માર્ચ ૨૦૧૨ મેળવેલ. Check date values in: |accessdate= (મદદ)CS1 maint: discouraged parameter (link)
 33. Dayekh, Ribal (૧૬ એપ્રિલ ૨૦૧૧). "Dr Abdul Kalam former President of India arrives to Dubai". Zawya. ૧૭ માર્ચ ૨૦૧૨ મેળવેલ. Check date values in: |accessdate= and |date= (મદદ)CS1 maint: discouraged parameter (link)
 34. "Kalam receives honorary doctorate from Queen's University Belfast". Oneindia.in. ૧૧ જૂન ૨૦૦૯. ૧૩ માર્ચ ૨૦૧૨ મેળવેલ. Check date values in: |accessdate= and |date= (મદદ)CS1 maint: discouraged parameter (link)
 35. "Kalam receives honorary doctorate from Queen's University Belfast". The Hindu. Chennai, India. ૨૬ મે ૨૦૦૫. Check date values in: |date= (મદદ)
 36. National Space Society, NSS Von Braun Award. retrieved 10 February 2015
 37. "Ex-President of India Abdul Kalam visits the Forum". University of Edinburgh. ૨૭ મે ૨૦૦૯ મેળવેલ. Check date values in: |accessdate= (મદદ)CS1 maint: discouraged parameter (link)
 38. "Honorary Degrees – Convocation". Simon Fraser University. ૩૧ ઓગસ્ટ ૨૦૧૨ મેળવેલ. Check date values in: |accessdate= (મદદ)CS1 maint: discouraged parameter (link)
 39. "IEEE Honorary Membership Recipients" (PDF). IEEE. પાનું 1. ૨૮ ઓગસ્ટ ૨૦૧૧ મેળવેલ. Check date values in: |accessdate= (મદદ)CS1 maint: discouraged parameter (link)
 40. "Yet another honorary doctorate for Kalam". Rediff.com. ૬ ઓક્ટોબર ૨૦૧૦. ૧૩ માર્ચ ૨૦૧૨ મેળવેલ. Check date values in: |accessdate= and |date= (મદદ)CS1 maint: discouraged parameter (link)
 41. "A.P.J Abdul Kalam – Honorary Degree, 2009". Oakland University.
 42. "Former President Kalam chosen for Hoover Medal". The Times of India. New York. ૨૭ માર્ચ ૨૦૦૯. ૩૦ ઓક્ટોબર ૨૦૧૦ મેળવેલ. Check date values in: |accessdate= and |date= (મદદ)CS1 maint: discouraged parameter (link)
 43. "Caltech GALCIT International von Kármán Wings Award". galcit.caltech.edu. ૧ માર્ચ ૨૦૧૨ મેળવેલ. Check date values in: |accessdate= (મદદ)CS1 maint: discouraged parameter (link)
 44. "Dr Abdul Kalam, former President of India, receives NTU Honorary Degree of Doctor of Engineering". Nanyang Technological University. ૨૬ ઓગસ્ટ ૨૦૦૮. ૨૮ ઓગસ્ટ ૨૦૧૧ મેળવેલ. Check date values in: |accessdate= and |date= (મદદ)CS1 maint: discouraged parameter (link)
 45. "AMU to honour Kalam with doctorate". The Economics Times. ૨૬ ઓગસ્ટ ૨૦૦૮. ૨૮ ઓગસ્ટ ૨૦૧૫ મેળવેલ. Check date values in: |accessdate= and |date= (મદદ)CS1 maint: discouraged parameter (link)
 46. "Carnegie Mellon University Awards Honorary Doctorate To Former India President A.P.J. Abdul Kalam". cmu.edu. Carnegie Mellon University. ૨૬ ઓક્ટોબર ૨૦૧૫. ૨૮ જુલાઇ ૨૦૧૫ મેળવેલ. Check date values in: |accessdate= and |date= (મદદ)CS1 maint: discouraged parameter (link)
 47. "King Charles II Medal for President". The Hindu. Chennai, India. ૧૨ જુલાઇ ૨૦૦૭. 1 March 2012 મેળવેલ. Check date values in: |accessdate= and |date= (મદદ)CS1 maint: discouraged parameter (link)
 48. "King Charles II Medal for Kalam". The Economic Times. India. ૧૧ જુલાઇ ૨૦૦૭. ૧ માર્ચ ૨૦૧૨ મેળવેલ. Check date values in: |accessdate= and |date= (મદદ)CS1 maint: discouraged parameter (link)
 49. "Royal Society King Charles II Medal". Royal Society. ૧૪ નવેમ્બર ૨૦૧૨ મેળવેલ. Check date values in: |accessdate= (મદદ)CS1 maint: discouraged parameter (link)
 50. "Kalam conferred Honorary Doctorate of Science". The Economic Times. India. ૨૩ ઓક્ટોબર ૨૦૦૭. ૧ માર્ચ ૨૦૧૨ મેળવેલ. Check date values in: |accessdate= and |date= (મદદ)CS1 maint: discouraged parameter (link)
 51. ૫૧.૦ ૫૧.૧ ૫૧.૨ ૫૧.૩ ૫૧.૪ "Dr. Abdul Kalam's Diverse Interests: Prizes/Awards". Indian Institute of Technology Madras. ૧ માર્ચ ૨૦૧૨ મેળવેલ. Check date values in: |accessdate= (મદદ)CS1 maint: discouraged parameter (link)
 52. "List of recipients of Bharat Ratna" (PDF). Ministry of Home Affairs, Government of India. ૧ માર્ચ ૨૦૧૨ મેળવેલ. Check date values in: |accessdate= (મદદ)CS1 maint: discouraged parameter (link)
 53. "List of Distinguished Fellows". Institute of Directors (India). ૯ નવેમ્બર ૨૦૧૪ મેળવેલ. Check date values in: |accessdate= (મદદ)CS1 maint: discouraged parameter (link)
 54. ૫૪.૦ ૫૪.૧ "Bharat Ratna conferred on Dr Abdul Kalam". Rediff.com. ૨૬ નવેમ્બર ૧૯૯૭. ૧ માર્ચ ૨૦૧૨ મેળવેલ. Check date values in: |accessdate= and |date= (મદદ)CS1 maint: discouraged parameter (link)

બાહ્ય કડીઓફેરફાર કરો