દ્રોણેશ્વર મહાદેવ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના પશ્ચિમ ભાગમાં આવેલા સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ગીરના જંગલમાંથી પસાર થતી મછુન્દ્રી નદીને કાંઠે ઉના તાલુકામાં આવેલું એક ધાર્મિક સ્થળ છે. અહીં ચારે તરફ વનરાજીને કારણે પ્રકૃતિનું સૌંદર્ય પણ માણવા મળે છે, જેથી શ્રદ્ધાળુઓ ઉપરાંત સહેલાણીઓ પણ અહીં પર્યટન અર્થે આવતા હોય છે.

અહીં મંદિરના ગર્ભ દ્વારમાં ભુગર્ભમાંથી આવતો પાણીનો ધોધ ગૌ મુખ દ્વારા શિવલીંગ ઉપર અવિરતપણે જળ ધારા વહાવતો જોવા મળે છે, જે દર્શનીય છે. તાલુકામથક ઉનાથી તલાલા જતા રાજ્ય ધોરી માર્ગ (SH 98) પર આવેલા ગીરગઢડા થી ઉત્તર પૂર્વમાં આવેલા દ્રોણ ગામ થઈને અહીં જવાય છે. અહીંથી ગીરગઢડા આશરે ૬ (છ) કિલોમીટર અને ઉના ૨૩ (ત્રેવીસ) કિલોમીટર જેટલા અંતરે આવેલું છે. અહીંથી નજીકમાં નદીના ઉપરવાસમાં બંધ બાંધવામાં આવેલ છે.

બાહ્ય કડીઓફેરફાર કરો