ઉના
ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ
ઉના ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ગીર સોમનાથ જિલ્લાના મહત્વના ઉના તાલુકામાં આવેલું નગર છે, જે આ તાલુકાનું મુખ્ય મથક પણ છે.
ઉના | |
---|---|
નગર | |
અક્ષાંશ-રેખાંશ: 20°49′12″N 71°02′09″E / 20.820064°N 71.035924°E | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | ગીર સોમનાથ |
તાલુકો | ઉના |
ઊંચાઇ | ૧૪ m (૪૬ ft) |
વસ્તી (૨૦૧૧)[૧] | |
• કુલ | ૫૮,૫૨૮ |
• લિંગ પ્રમાણ | ૯૭૭ |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
પિનકોડ | ૩૬૨૫૬૦ |
ભૂગોળ
ફેરફાર કરોઉના મચ્છુન્દ્રી નદી ૨૦.૮૧° N ૭૧.૦૪° E[૨] પર આવેલું નગર છે. સમુદ્ર સપાટીથી તેની સરેરાશ ઉંચાઈ ૧૪ મીટર (૪૫ ફૂટ) છે. તેની પશ્ચિમે કોડીનાર અને પૂર્વે રાજુલા આવેલાં છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ તેની દક્ષિણે આવેલો છે. તે દીવથી ૧૪ કી.મી. દૂર આવેલું છે.
વસ્તી
ફેરફાર કરોશહેરની કુલ વસ્તી (૨૦૧૧) | પુરુષો | સ્ત્રીઓ | બાળકો |
---|---|---|---|
૫૮,૫૨૮ | ૩૦,૧૨૯ | ૨૮,૩૯૯ | ૬,૯૭૧ |
વાહનવ્યવહાર
ફેરફાર કરોગુજરાતનાં અન્ય મુખ્ય શહેર જેવાકે વડોદરા, અમદાવાદ, રાજકોટ, જૂનાગઢ, જામનગર, ભાવનગર અને સુરત સાથે ઉના સરકારી અને ખાનગી ક્ષેત્રની બસ સેવા દ્વારા સારી રીતે જોડાયેલું છે. ઉના રાષ્ટ્રીય ધોરી માર્ગ ૮ઈ પર આવેલું છે. આ માર્ગ ભાવનગરને સોમનાથ સાથે જોડે છે.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Census of India: Search Details". મેળવેલ ૧૯ સપ્ટેમ્બર ૨૦૧૬.
- ↑ Falling Rain Genomics, Inc - Una