ધૂળમાંની પગલીઓ

છાપેલું પુસ્તક

ધૂળમાંની પગલીઓડૉ. ચંદ્રકાન્ત શેઠ રચિત આત્મકથાત્મક શૈલીમાં લખાયેલાં સ્મૃતિચિત્રોનો સંગ્રહ છે. આ પુસ્તકને ૧૯૮૬નો ગુજરાતી ભાષા માટેનો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.[]

ધૂળમાંની પગલીઓ
લેખકચંદ્રકાન્ત શેઠ
દેશભારત
ભાષાગુજરાતી
વિષયસંસ્મરણો
પ્રકાશન તારીખ
૧૯૮૪
માધ્યમ પ્રકારછાપેલું પુસ્તક
પાનાં૧૪૦
ISBN9789351224488

પુસ્તક વિષે

ફેરફાર કરો

આ પુસ્તક સૌપ્રથમ ૧૯૮૪માં પ્રકાશિત થયું હતું.[]

આ પુસ્તકમાં લેખકે તેમના બાળપણ અને કૌમાર્ય અવસ્થાની સ્મૃતિઓનું આલેખન કર્યું છે. પુસ્તકની શરૂઆત લેખક તેમના બાળપણના કાલોલના સંસ્મરણોથી કરે છે. ત્યારબાદ તેઓ દાહોદમાં રહેવા ગયાં ત્યાંના ભીલો, ગાયોનાં ધણ, પનિહારીઓ, તાજિયા આદિના સ્મરણો લેખક વર્ણવે છે. આગળ જતા હાલોલની પૃષ્ઠભૂમિમાં તેમના અનુભવો આવે છે. ત્યાંના અણગમતા શાળા જીવનનાં વર્ણનો તેમણે વર્ણવ્યા છે.[]

ત્યારબાદ પુસ્તક તેમની કૌમારવસ્થામાં પ્રવેશે છે. અહીં તેમણે નવરાત્રિ દરમ્યાન રજૂ થતા નાટકો, વેશો, દશેરા, શરદપૂનમ, દિવાળી, હોળીની ઉજવણી વગેરેનું વર્ણન આપ્યું છે. ઉત્સવો સાથે તેમણે ઋતુઓનું પણ વર્ણન કર્યું છે. હાલોલ બાદ તેમના કંજરીના સંસ્મરણો આવે છે, અહીં મિત્રો સાથે મળી તેમણે કરેલા નાટકોનું રસિક વર્ણન આવે છે. કંજરીમાં તેમની બાલસખી ગૌરીનું વર્ણન શિરમોર છે તેના થયેલા અકાળે અવસાન અને તેની લેખક પર થયેલી અસર પણ હૃદયદ્રાવક છે.[]

પુસ્તકમાં ગોમતીગાયનો માલિક છગન, નર્મદાકાકી, ટીખળી રાધા રમતુડી, માતાપિતા, મોટા ભાઈ અને બહેન, વૈદકાકા, મિત્રો - શાંતિ અને ઘનશ્યામ, શાળાના મહેતાજી, મિત્ર ચંદુ કંસારા, બાલસખી ગૌરી જેવા અમુક પાત્રોનું વિશેષ વર્ણન આવે છે. લેખકે ઠાકોરજીને એક મિત્ર તરીકે વર્ણવ્યા છે.[]

ચન્દ્રકાન્ત ટોપીવાળા અનુસાર "આત્મકથાની પ્રમાણભૂતતા કરતાં આત્મકથાની સામગ્રીના સંવેદનનો પ્રશ્ન લેખક માટે મહત્વનો છે, એવો પ્રચ્છન્ન અભિગમ આ ગ્રંથ સાથે સંકળાયેલો છે."[]

આ પુસ્તકને ૧૯૮૬નો ગુજરાતી ભાષા માટેનો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.[][] આ પુસ્તકને ૧૯૮૪-૮૫નો ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક પણ મળ્યો હતો. []

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ "ધૂળમાંની પગલીઓ – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ" (અંગ્રેજીમાં). મેળવેલ 2021-10-15.
  2. જોષી, સંપાદકો: યોગેશ; ત્રિવેદી, શ્રદ્ધા; ઠાકર, ઊર્મિલા. "'ધૂળમાંની પગલીઓ' (૧૯૮૪)માંથી અંશો". Cite journal requires |journal= (મદદ)
  3. ૩.૦ ૩.૧ "સવિશેષ પરિચય: ચંદ્રકાન્ત શેઠ, ગુજરાતી સાહિત્ય પરિષદ - Chandrakant Sheth, Gujarati Sahitya Parishad". gujaratisahityaparishad.com. મેળવેલ 2021-10-15.
  4. દેસાઈ, પારુલ (2013). ગુજરાતી સાહિત્ય પરિષદ પુરસ્કાર. અમદાવાદ: ગુજરાતી સાહિત્ય પરિષદ. પૃષ્ઠ ૩૦.