ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક

ગુજરાત, ભારતમાં અપાતું એક સાહિત્યિક સન્માન


ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક એ ગુજરાત, ભારતમાં અપાતું એક સાહિત્યિક સન્માન છે. આ પુરસ્કારની સ્થાપના સ્નેહરશ્મિ દ્વારા તેમની દિવંગત પુત્રી ઉમાની યાદમાં કરવામાં આવી હતી. ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા અપાતો આ પુરસ્કાર ગુજરાતી ભાષામાં પ્રકાશિત ઉત્કૃષ્ટ પુસ્તકના લેખકને દર બે વર્ષે આપવામાં આવે છે. [૧]

ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક
પુરસ્કારની માહિતી
શ્રેણી સાહિત્ય
શરૂઆત ૧૯૬૩
પ્રથમ પુરસ્કાર ૧૯૬૩
અંતિમ પુરસ્કાર ૨૦૧૩
કુલ પુરસ્કાર ૧૦
પુરસ્કાર આપનાર ગુજરાતી સાહિત્ય પરિષદ
વર્ણન ગુજરાતી સાહિત્યના ક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ યોગદાન માટે દર બે વર્ષે અપાતો પુરસ્કાર
પ્રથમ વિજેતા ઉમાશંકર જોશી
અંતિમ વિજેતા હર્ષ બ્રહ્મભટ્ટ

ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક વિજેતાઓ ફેરફાર કરો

૧૯૬૩થી અપાતું ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક નીચે મુજબના લેખકોને પ્રદાન કરવામાં આવેલ છે :[૨]

વર્ષ પારિતોષિક વિજેતા પુસ્તક
૧૯૬૩-૬૪-૬૫ ઉમાશંકર જોશી મહાપ્રસ્થાન
૧૯૬૬-૬૭ રાવજી પટેલ ઝંઝા
૧૯૬૮-૬૯ જયંત ખત્રી ખરા બપોર
૧૯૭૦-૭૧ હીરા પાઠક પરલોકે પત્ર
૧૯૭૨-૭૩ પ્રિયકાંત મણિયાર સમીપ
૧૯૭૪-૭૫ રઘુવીર ચૌધરી ઉપરવાસ નવલત્રયી
૧૯૭૬-૭૭ જગદીશ જોષી વમળનાં વન
૧૯૭૮=૭૯ રમેશ પારેખ ખડિંગ
૧૯૮૦-૮૧ રાજેન્દ્ર શુક્લ અંતર ગંધર
૧૯૮૨=૮૩ જયન્ત પાઠક મૃગયા
૧૯૮૪-૮૫ ચંદ્રકાન્ત શેઠ ધૂળમાંની પગલીઓ
૧૯૮૬-૮૭ નગીનદાસ પારેખ ગાંધીજી : કેટલાક સ્વાધ્યાયલેખો
૧૯૮૮-૮૯ દિનકર જોષી પ્રકાશનો પડછાયો
૧૯૯૦-૯૧ ત્રિભુવનદાસ લુહાર વર્ધા
૧૯૯૨-૯૩ બકુલ ત્રિપાઠી હિંડોળો ઝાકમઝોળ
૧૯૯૪-૯૫ મણિલાલ હ. પટેલ રાતવાસો
૧૯૯૬-૯૭ ગુણવંત શાહ બિલ્લો ટિલ્લો ટચ
૧૯૯૮-૯૯ ધ્રુવ ભટ્ટ તત્વમસિ
૨૦૦૦-૦૧ મોહન પરમાર પોઠ
૨૦૦૨-૦૩ નારાયણ દેસાઈ મારું જીવન એ જ મારી વાણી (ભાગ ૧-૪)
૨૦૦૪-૦૫ મધુસૂદન ઢાંકી શનિમેખલા
૨૦૦૬-૦૭ હરીશ નાગ્રેચા એક ક્ષણનો ઉન્માદ
૨૦૦૮-૦૯ પ્રવીણ પંડ્યા બરડાના ડુંગર
૨૦૧૦-૧૧ પ્રવીણ દરજી અણસરખી રેખાઓ
૨૦૧૩ હર્ષ બ્રહ્મભટ્ટ ઝાકળને તડકાની વચ્ચે

સંદર્ભ ફેરફાર કરો

  1. "ઉમા–સ્નેહરશ્મિ પારિતોષિક". ગુજરાતી સાહિત્ય કોશ. . અમદાવાદ: ગુજરાતી સાહિત્ય પરિષદ. ૧૯૯૬. પૃષ્ઠ ૬૩. OCLC 26636333.
  2. દેસાઈ, પારુલ (2013). ગુજરાતી સાહિત્ય પરિષદ પુરસ્કાર. અમદાવાદ: ગુજરાતી સાહિત્ય પરિષદ. પૃષ્ઠ ૩૦.