ધોળીધજા ડેમ અથવા ધોળીધજા બંધ ભારતના ગુજરાત રાજ્યમાં સુરેન્દ્રનગર શહેરના દૂધરેજ નગરપાલિકાના શહેરી વિસ્તારમાં આવેલો છે. આ ડેમ સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરો તેમજ અન્ય જોડીયા શહેરો જોરાવરનગર અને રતનપર માટેનો મુખ્ય પાણીનો સ્ત્રોત છે. આ ડેમથી રચાયેલા તળાવ દ્વારા આ શહેરોમાં વસતા ૩થી ૪ લાખ લોકોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે.[૨]

ધોળીધજા ડેમ
ધોળીધજા ડેમના દરવાજા
ધોળીધજા ડેમ is located in ગુજરાત
ધોળીધજા ડેમ
ગુજરાત
ધોળીધજા ડેમ is located in ભારત
ધોળીધજા ડેમ
ધોળીધજા ડેમ (ભારત)
અધિકૃત નામભોગાવો-II (વઢવાણ) બંધ
દેશભારત
સ્થળસુરેન્દ્રનગર
અક્ષાંશ-રેખાંશ22°42′50″N 71°34′20″E / 22.71389°N 71.57222°E / 22.71389; 71.57222
હેતુસિંચાઈ
સ્થિતિસક્રિય
ઉદ્ઘાટન તારીખ૧૯૫૯[૧]
બંધ અને સ્પિલવે
નદીભોગાવો નદી
લંબાઈ૩૮૯૧

ધોળીધજા ડેમ ભોગાવો નદી કે જે સૂકી નદી તરીકે ઓળખાય છે તેના પર આવેલો છે. તે સુરેન્દ્રનગર શહેરની પશ્ચિમ બાજુ સ્થિત છે. ધોળીધજા ડેમ સુધી પહોંચવા માટે એક મુળી હાઇવે થઇને અને બીજો શહેરના દાળમીલ-ખમીસાણા રોડ મારફતે એમ બે યોગ્ય માર્ગો છે.

પ્રવાસન

ફેરફાર કરો

૨૬ જાન્યુઆરી, ૨૦૧૦ના રોજ ગુજરાતનાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અનુસાર ધોળીધજા ડેમને શહેરમાં એક પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે સ્થળ પર ૬૦,૦૦૦ વૃક્ષો વાવવામાં આવશે. તદ્ઉપરાંત સરકાર દ્વારા ત્યાં વોટર પાર્ક, વ્યાયામશાળા અને બીજી ઘણી બધી વિકાસની યોજનાઓની અધિષ્ઠાપના કરવાનું આયોજન કરવામાં આવશે.

આ પણ જુઓ

ફેરફાર કરો

સંદર્ભો

ફેરફાર કરો
  1. "Bhogavo-II (Wadhowan) Dam D01482". India-WRIS. મૂળ માંથી 27 ડિસેમ્બર 2018 પર સંગ્રહિત. મેળવેલ 27 December 2018.
  2. "Narmada water released into Dholi Dhaja dam in Surendranagar". The Times of India. Rajkot. TNN. ૨૩ જૂન ૨૦૧૨. મેળવેલ ૧૪ મે ૨૦૧૩.