ધ્રુવ મિસ્ત્રી
ધ્રુવ મિસ્ત્રી (જન્મ ૧ જાન્યુઆરી ૧૯૫૭) ગુજરાતી શિલ્પી છે.
પ્રારંભિક જીવન
ફેરફાર કરોધ્રુવ મિસ્ત્રીનો જન્મ ૧ જાન્યુઆરી ૧૯૫૭ના રોજ કંજરી, ગુજરાત ખાતે થયો હતો.[૧] તેઓ વડોદરાની મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયની ફૅકલ્ટી ઑફ ફાઇન આર્ટ્સમાંથી સ્નાતક થયા અને ૧૯૮૧માં અનુસ્નાતક થયા. ત્યારબાદ બ્રિટિશ કાઉન્સિલ સ્કૉલરશિપ મળવાથી તેઓ બ્રિટન ગયા અને લંડનની રૉયલ કૉલેજ ઑફ આર્ટ્સમાંથી ૧૯૮૩માં શિલ્પકલામાં અનુસ્નાતકની પદવી મેળવી. ૧૯૮૪–૮૫ દરમ્યાન તેઓ કેમ્બ્રિજની ચર્ચિલ કૉલેજના ફેલો નિમાયા અને કેટલ્સ યાર્ડ ગૅલેરીમાં તેમણે શિલ્પસર્જન કર્યું.[૨]
૧૯૯૮માં તેઓ લંડનના 'વિક્ટોરિયા ઍન્ડ આલ્બર્ટ મ્યુઝિયમ'માં નિવાસી કલાકાર (artist in residence) તરીકે નિયુક્ત થયા. ૧૯૯૯થી તેમણે મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયની ફૅકલ્ટી ઑફ ફાઇન આર્ટ્સના ડીન તરીકે કાર્યભાર સંભાળી રહ્યા છે.[૨]
કાર્ય
ફેરફાર કરો૧૯૯૮ સુધીના તેમના લંડનનિવાસ દરમિયાન તેમણે બ્રિટનના વિવિધ જાહેર સ્થળો માટે ઘણાં વિશાળકાય શિલ્પ બનાવ્યાં, જેમાં બર્મિન્ગહામના વિક્ટોરિયા સ્ક્વૅર (૧૯૯૨) અને લિવરપૂલ નૅશનલ મ્યુઝિયમ ઑફ વેલ્સ (૧૯૮૯)નો સમાવેશ થાય છે.[૨]
ધ્રુવ મિસ્ત્રીના એકલ પ્રદર્શનો આર્ટ હેરિટેજ, નવી દિલ્હી (૧૯૮૧); જહાંગીર આર્ટ ગૅલેરી, મુંબઈ (૧૯૮૨); કન્ટેમ્પરરી આર્ટ ગૅલેરી, અમદાવાદ (૧૯૮૨); કૅટલ્સ યાર્ડ ગૅલેરી, લિવરપૂલ (૧૯૮૬) ખાતે યોજાયા હતા.[૨]
પુરસ્કારો
ફેરફાર કરો૨૦૦૧માં બ્રિટિશ રાણીએ તેમને 'ઑનરરી કમાન્ડર ઑફ ધ મોસ્ટ એક્સલન્ટ ઑર્ડર ઑફ ધ બ્રિટિશ એમ્પાયર'ના ઍવોર્ડથી નવાજ્યા હતા.[૨]
સંદર્ભો
ફેરફાર કરો- ↑ "Mistry, Dhruva." Benezit Dictionary of Artists. October 31, 2011. Oxford University Press.
- ↑ ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ મડિયા, અમિતાભ (૨૦૦૨). "મિસ્ત્રી, ધ્રુવ". માં ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૧૬ (પ્રથમ આવૃત્તિ). અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૧૩૦–૧૩૧. OCLC 163322996.