નગીનદાસ સંઘવી

ભારતના રાજકારણશાસ્ત્રના અધ્યાપક અને લેખક

નગીનદાસ સંઘવી (૧૦ માર્ચ ૧૯૨૦ - ૧૨ જુલાઈ ૨૦૨૦)[૧] ગુજરાત, ભારતના રાજકારણશાસ્ત્રના અધ્યાપક, લેખક અને અંગ્રેજી, હિન્દી અને ગુજરાતી ભાષાના કટારલેખક હતા. તેમને ભારતનો ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રી ૨૦૧૯ના વર્ષમાં મળ્યો હતો.[૨]

નગીનદાસ સંઘવી
નગીનદાસ સંઘવી, સપ્ટેમ્બર ૨૦૧૯
નગીનદાસ સંઘવી, સપ્ટેમ્બર ૨૦૧૯
જન્મ(1920-03-10)10 March 1920
ભાવનગર, ગુજરાત
મૃત્યુJuly 12, 2020(2020-07-12) (ઉંમર 100)
વ્યવસાયરાજકારણશાસ્ત્ર પ્રાધ્યાપક, લેખક અને કટારલેખક
ભાષાગુજરાતી, હિંદી, અંગ્રેજી
રાષ્ટ્રીયતાભારતીય
નોંધપાત્ર પુરસ્કારોપદ્મશ્રી, ૨૦૧૯

જીવન ફેરફાર કરો

તેમનો જન્મ ભાવનગરમાં થયો હતો અને તેમણે શિક્ષણ ત્યાં મેળવ્યું. શિક્ષણ પૂરું થયા પછી તેણે રૂ. ૩૦ના માસિક પગાર પર એક જાહેરાત કંપનીમાં ટાઇપિસ્ટ તરીકેની કારકિર્દી શરૂ કરી. બીજી ઘણી નોકરીઓ પછી તેણે શિક્ષણ તરફ વળ્યા.[૩] સંઘવીએ તેમની શિક્ષક કારકિર્દી (૧૯૫૧-૮૦) ભવન્સ કોલેજ, અંધેરીથી શરૂ કરી હતી. પછીથી તેઓ રૂપારેલ કોલેજ, માહીમ અને મીઠીબાઈ કોલેજ, વિલેપાર્લેમાં રાજકારણશાસ્ત્ર ભણાવતા હતા.[૪][૫] કોલેજમાં ભણાવતી વખતે તેમણે સમાચારપત્રોમાં લખવાનું શરૂ કર્યું હતું. નિવૃત્તિ પછી તેમને ૭૦૦ રૂપિયાનું પેન્શન મળતું હતું, જે પૂરતું નહોતું અને તેમણે લખવાનું ચાલુ રાખ્યું.[૩]

તેઓ "નગીનબાપા" તરીકે જાણીતા હતા.[૬]

સર્જન ફેરફાર કરો

તેમણે ગુજરાતી અને અંગ્રેજીમાં કુલ ૨૯ પુસ્તકો લખ્યા છે. તેઓ ગુજરાતી સામાયિક ચિત્રલેખામાં રાજકીય કટાર લખતા હતા.[૩]

  • Gujarat: A Political Analysis; (૧૯૯૬) સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ
  • Gandhi: The Agony of Arrival - The South Africa Years; (૨૦૦૬) રૂપા પબ્લિકેશન્સ ઇન્ડિયા
  • Gujarat At Cross-Roads; (૨૦૧૦) ભારતીય વિદ્યા ભવન ISBN 8172764375
  • A Brief History of Yoga; (૨૦૧૨) કિન્નાર્ડ પબ્લિશિંગ, ISBN 0615650643
  • મહામાનવ શ્રીકૃષ્ણ; (૨૦૧૨) આર.આર. શેઠ & સન્સ ISBN 9382503080
  • નરેન્દ્ર મોદી; (૨૦૧૭) નવભારત
  • ગીતા વિમર્શ; (૨૦૧૭) ડાયમંડ બુક્સ ISBN 9386343142
  • સરદાર પટેલ - એક સમર્પિત જીવન; (૨૦૧૭) નવજીવન ટ્રસ્ટ

પુરસ્કારો ફેરફાર કરો

સાહિત્યના ક્ષેત્રમાં યોગદાન આપવા માટે તેમને ભારતનો ચોથો સર્વોત્તમ નાગરિક પુરસ્કાર પદ્મશ્રી મળ્યો હતો.[૭] તેમને વજુ કોટક ગોલ્ડ મેડલ પણ મળ્યો હતો.[૬]

સંદર્ભ ફેરફાર કરો

  1. "Critic, columnist Sanghvi dies at 100". The Indian Express. 13 July 2020. મેળવેલ 13 July 2020.
  2. "Six from Gujarat among Padma Shri recipients". Times of India. 26 January 2019. મેળવેલ 11 February 2019.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ "હું તો મારા વિદ્યાર્થીઓને હાથે ટોંચાઈ ટોંચાઈ ને ઘડાયો છું : નગીનદાસ સંઘવી". ચિત્રલેખા.કોમ. મેળવેલ 2021-01-26.
  4. Nalin Mehta; Mona G. Mehta, સંપાદકો (2013). Gujarat Beyond Gandhi: Identity, Society and Conflict. Routledge. ISBN 978-1317988342.
  5. Ramanathan, Ramu (5 June 2018). "Nagindas Sanghavi: The oldest columnist anywhere". Ahmedabad Mirror. મેળવેલ 11 February 2019.
  6. ૬.૦ ૬.૧ "અમારા માટે નગીનદાસ એટલે..." ચિત્રલેખા.કોમ. મેળવેલ 2021-01-26.
  7. "Surat columnist Nagindas Sanghavi dies at 100 | Surat News - Times of India". The Times of India (અંગ્રેજીમાં). મેળવેલ 2021-01-26.

બાહ્ય કડીઓ ફેરફાર કરો