નટવરસિંહજી ભાવસિંહજી

પોરબંદરના છેલ્લા મહારાજા

લેફ્ટનન્ટ-કર્નલ મહારાજા રાણા શ્રી સર નટવરસિંહજી ભાવસિંહજી સાહેબ બહાદુર, કે સી એસ આઈ (૩૦ જૂન ૧૯૦૧ - ૪ ઓક્ટોબર ૧૯૭૯) જેઠવા રાજવંશના પોરબંદરના છેલ્લા મહારાજા હતા, જેઓ ૧૦ ડિસેમ્બર ૧૯૦૮ ના દિવસે પોરબંદર રજવાડાની ગાદી પર આવ્યા અને તેમણે ૧૫ ફેબ્રુઆરી ૧૯૪૮ ના દિવસે રજવાડાના ભારતમાં વિલોનીકરણ થવા સુધી રાજ કર્યું. [૧]

નટવરસિંહજી ભાવસિંહજી
૧૯૩૨ માં નટવરસિંહજી ભાવસિંહજી
જન્મની વિગતપોરબંદર, પોરબંદર રજવાડું, બ્રિટિશ રાજ
મૃત્યુની વિગત4 October 1979(1979-10-04) (ઉંમર 78)
પોરબંદર, પોરબંદર રજવાડું, બ્રિટિશ રાજ


નટવરસિંહજી ભાવસિંહજી
પોરબંદરના મહારાજા રાણા
શાસન૧૦ ડિસેમ્બર૧૦૮ - ૧૫ ફેબ્રુઆરી ૧૯૪૮
પુરોગામીભાવસિંહ માધવસિંહ
અનુગામીરજવાડાનો અંત
જન્મ(1901-06-30)30 June 1901
પોરબંદર, પોરબંદર રજવાડું, બ્રિટિશ રાજ
મૃત્યુ4 October 1979(1979-10-04) (ઉંમર 78)
પોરબંદર, પોરબંદર રજવાડું, બ્રિટિશ રાજ
વંશજઉદયસિંહ નટવર સિંહજી જેઠવા (દત્તક)
Cricket information
બેટિંગ શૈલીજમણા
કારકિર્દી આંકડાઓ
સ્પર્ધા ફર્સ્ટ ક્લાસ
મેચ
નોંધાવેલા રન ૪૫
બેટિંગ સરેરાશ ૬.૦૦
૧૦૦/૫૦ ૦/૦
ઉચ્ચ સ્કોર ૨૨
કેચ/સ્ટમ્પિંગ ૬/૦
Source: CricInfo, ૨૬ માર્ચ ૨૦૧૯

જીવન ફેરફાર કરો

તેઓ પોરબંદરના મહારાજા રાણા શ્રી ભાવસિંહજી માધવસિંહજી સાહેબ બહાદુરના ત્રીજા પત્ની, ભાવનગર રાજ્યના મહારાણી બા મા સાહેબ રંભા કુંવરબાના એકમાત્ર પુત્ર હતા. તેમણે રાજકોટની રાજકુમાર કોલેજમાં શિક્ષણ મેળવ્યું હતું અને ભારતની ઓલ પ્રિન્સેસ કોલેજની ડિપ્લોમા પરીક્ષાઓમાં પ્રથમ સ્થાને રહ્યા હતા. તેમણે ૧૦ ડિસેમ્બર ૧૯૦૮ ના દિવસે તેમના પિતાના અવસાન પછી ઉંમરલાયક થતાં ૨૬ જાન્યુઆરી ૧૯૨૦ ના રોજ તેઓ રાજગાદી પર આવ્યા. [૧]

તેમણે બે વાર લગ્ન કર્યા હતા, પણ તેમને કોઈ સંતાન નહોતું. તેમણે પહેલી વાર ૧૯૨૦ માં લીંબડી સ્ટેટના રૂપાલીબા સાહિબા (૧૮૯૮–૧૯૪૩) સાથે લગ્ન કર્યા હતા, અને તેમના મૃત્યુ પછી, ૧૯૫૪ માં અનંત કુંવરબા ઉર્ફે એન્નેટ્ટ-ડી'સિલ્વા (૧૯૧૧-૧૯૮૯)સાથે લગ્ન કર્યા.

 
૧૯૩૨ ની ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમ જે ઇંગ્લેંડની મુલાકાતે હતી. પોરબંદરના મહારાજા, મહારાજા રાણા શ્રી સર નટવરસિંહજી ભાવસિંહજી (કેપ્ટન), કે.એસ. લીંબડી (ઉપ-કપ્તાન) ની સાથે જમણેથી ત્રીજી બાજુ અને સી.કે. નાયડુ તેમની ડાબી બાજુ બેઠેલાહતા.

ઈ. સ. ૧૯૩૨ના તેમના ઇંગ્લેન્ડના પ્રથમ ટેસ્ટ પ્રવાસમાં, તેમણે ભારતનું નેતૃત્વ કર્યું હતું, પરંતુ માત્ર ૨૬ ફર્સ્ટ ક્લાસ મેચમાંથી ફક્ત ૪ મેચ રમ્યા અને વધુ પ્રતિભાશાળી ખેલાડી સી. કે. નાયડુની તરફેણમાં ટીમનું નેતૃત્વ છોડ્યું. રૂપાલીબા સાહેબાનો મોટો ભાઈ કે. એસ. ઘનશ્યામસિંહજી, ઉપકપ્તાન તરીકે રહ્યા. [૨] [૩]

નટવરસિંહજી જિજ્ઞાસુ ચિત્રકાર, લેખક અને સંગીતકાર હતા; તેમની સાહિત્યિક કૃતિઓમાં "ફ્રોમ ધ ફ્લો ઓફ લાઇફ" (૧૯૬૭), "ભારતની સમસ્યાઓ: એક પૂર્વ શાસકનું પ્રતિબિંબ" (૧૯૭૦) અને "આંતરરાષ્ટ્રીય એકતા" (૧૯૭૫) સામેલ છે. તેઓ ૧૯૩૦ માં "ઓરિએન્ટલ મૂન વોલ્ટ્ઝ" ના ગ્રેટ બ્રિટનના એ. ડબ્લ્યુ હેનસેન સાથે સંયુક્ત રચયિતા હતા. [૪]

તેમણે મહારાણા મિલ્સ મેન્યુફેક્ચરિંગ ટેક્સટાઇલ શરૂ કરવા નાનજી કાલિદાસ મહેતાને જમીન આપી. [૫] ભારતની આઝાદી પછી, તેમણે ૧૫ ફેબ્રુઆરી ૧૯૪૮ ના રોજ પોતાનું રાજ્ય યુનાઇટેડ સ્ટેટ ઑફ કાઠિયાવાડ સાથે જોડ્યું.  મહાત્મા ગાંધીના સ્મારક તરીકે, પોરબંદરમાં કીર્તિ મંદિર બનાવવામાં આવી રહ્યું હતું તે ઉપર તેમણે નાનજી કાલિદાસ મહેતાની સાથે સક્રિય રસ પણ લીધો હતો. [૬]

પોરબંદરના મહારાજા સર નટવરસિંહજી જેઠવા ૭૧ વર્ષના જીવન પછી ૭૮ વર્ષની વયે મૃત્યુ પામ્યા. તેમણે ૧૯૪૧ માં એક પુત્ર, રાજકુમાર ઉદયભાણસિંહજી જેઠવાને દત્તક લીધા હતા, ૧૯૭૭ માં તેમનું મ્રુત્યુ થયું અને કોઈ જ વારસ ન હતો.

શીર્ષકો ફેરફાર કરો

  • ૧૯૦૧-૧૯૦૮:પાટવી નામદાર મહારાજકુમાર શ્રી નટવરસિંહજી ભાવસિંહજી સાહેબ
  • ૧૯૦૮-૧૯૧૮: હીઝ હાઈનેસ મહારાજા રાણા શ્રી નટવરસિંહજી ભાવસિંહજી સાહેબ બહાદુર, રાણા સાહિબ ઑફ પોરબંદર
  • ૧૯૧૮–૧૯૨૯: મહારાજા રાણા શ્રી નટવરસિંહજી ભાવસિંહજી સાહેબ બહાદુર, પોરબંદરના મહારાજા રાણા સાહેબ
  • ૧૯૨૯–૧૯૪૧: હિઝ હાઇનેસ મહારાજા રાણા શ્રી સર નટવરસિંહજી ભાવસિંહજી સાહેબ બહાદુર, પોરબંદરના મહારાજા રાણા સાહેબ, કે સી એસ આઈ
  • ૧૯૪૧–૧૯૪૫: કેપ્ટન હિઝ હાઇનેસ મહારાજા રાણા શ્રી સર નટવરસિંહજી ભાવસિંહજી સાહેબ બહાદુર, પોરબંદરના મહારાજા રાણા સાહેબ, કે સી એસ આઈ
  • ૯૪૫–૧૯૪૬: મેજર હિઝ હાઇનેસ મહારાજા રાણા શ્રી સર નટવરસિંહજી ભાવસિંહજી સાહેબ બહાદુર, પોરબંદરના મહારાજા રાણા સાહેબ, કે સી એસ આઈ
  • ૧૯૪૬–૧૯૭૧: લેફ્ટનન્ટ-કર્નલ હિઝ હાઇનેસ મહારાજા રાણા શ્રી સર નટવરસિંહજી ભાવસિંહજી સાહેબ બહાદુર, પોરબંદરના મહારાજા રાણા સાહેબ, કે સી એસ આઈ

સન્માન ફેરફાર કરો

  • દિલ્હી દરબાર ગોલ્ડ મેડલ - ૧૯૧૧
  • ઓર્ડર ઓફ ધ સ્ટાર ઑફ ઇન્ડિયા (કે સી એસ આઈ) નાઈટ કમાન્ડર - ૧૯૨૯
  • કિંગ જ્યોર્જ પાંચમો સિલ્વર જ્યુબિલી મેડલ - ૧૯૩૫
  • કિંગ જ્યોર્જ છઠ્ઠાનો રાજ્યાભિષેક ચંદ્રક - ૧૯૩૭
  • ભારતીય સ્વતંત્રતા ચંદ્રક - ૧૯૪૭

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ Indian Princely States : Genealogy of the rulers of Porbandar. uq.net.au
  2. Maharaja of Porbandar. CricketArchive
  3. Obituary in Indian Cricket 1980
  4. Catalog of copyright entries: Musical compositions, Part 3. Library of Congress. Copyright Office. 1932. પૃષ્ઠ 516.
  5. Fernando Franco, Jyotsna Macwan, Suguna Ramanathan (2004). Journeys to freedom: Dalit narratives. Popular Prakashan. પૃષ્ઠ 210. ISBN 8185604657. The Maharana Mills was opened by Nanji Kalidas. His Highness gave him the land at one rupee per square yard. The aim was to lead the city and its subjects to prosperityCS1 maint: multiple names: authors list (link)
  6. At the time when Gandhiji was released for the last time from the Agakhan palace by the British Government, residential public of Porbandar had decided to construct an ideal memorial on the birth palace of Mahatmaji. At that time, organization of the project was accomplished by the intensive efforts of the late Maharaja of Porbandar, Shri Natavarsinhji, and Rajaratna Shri Manjibhai Kalidas Mehta and his wife, Smt. Santokbehn. સંગ્રહિત ૩ જાન્યુઆરી ૨૦૧૫ ના રોજ વેબેક મશિન