નયનતારા સહગલ

ભારતીય લેખિકા, ઇટલીના પૂર્વ ભારતીય રાજદૂત

નયનતારા સહગલ (૧૦ મે ૧૯૨૭) એ અંગ્રેજી ભાષાના ભારતીય લેખિકા છે. તેઓ જવાહરલાલ નહેરુના બહેન વિજયાલક્ષ્મી પંડિતના દીકરી છે.

નયનતારા સહગલ
એક પ્રેસ સમારોહમાં સહગલ (૨૦૧૬)
એક પ્રેસ સમારોહમાં સહગલ (૨૦૧૬)
જન્મ (1927-05-10) 10 May 1927 (ઉંમર 96)
અલ્હાબાદ, સંયુક્ત પ્રાંત, બ્રિટીશ ભારત
વ્યવસાયલેખિકા
રાષ્ટ્રીયતાભારતીય
માતૃ શિક્ષણ સંસ્થાવેલેસ્લી કૉલેજ
સમયગાળો૨૦મી સદી
લેખન પ્રકારરાજકારણ, નારીવાદ
સંતાનોગીતા સહગલ
માતા-પિતાઓરણજીત સીતારામ પંડિત (પિતા)
વિજયાલક્ષ્મી પંડિત (માતા)
સંબંધીઓજવાહરલાલ નહેરુ (મામા)
ઈન્દિરા ગાંધી (પિતરાઈ બહેન)
સહી

તેમની અંગ્રેજી નવલકથા રિચ લાઇક અસ (૧૯૮૫) માટે ૧૯૮૬નો સાહિત્ય અકાદમી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.[૧]

પ્રારંભિક જીવન ફેરફાર કરો

સહગલના પિતા રણજીત સીતારામ પંડિત કાઠિયાવાડના બેરિસ્ટર હતા. પંડિત એક શાસ્ત્રીય વિદ્વાન પણ હતા જેમણે કલ્હણના ઐતિહાસિક રાજતરંગીણીનું સંસ્કૃતમાંથી અંગ્રેજીમાં ભાષાંતર કર્યું હતું.[સંદર્ભ આપો] તેઓની ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લેવા માટે ધરપકડ કરવામાં આવી હતી અને ૧૯૪૪માં લખનૌ જેલમાં તેમનું અવસાન થયું હતું.

 
મેક્સિકો સિટીમાં ફ્રિડા કાહલો (મધ્યમાં) સાથે સહગલ (જમણે) (૧૯૪૭)[૨]

સહગલના માતા વિજયાલક્ષ્મી પંડિત મોતીલાલ નહેરૂની પુત્રી અને ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુના બહેન હતા. ભારતીય સ્વતંત્રતા સંગ્રામના છેલ્લા વર્ષો (૧૯૩૫-૪૭) દરમિયાન નહેરુ પરિવારમાં થયેલી ઉથલપાથલને કારણે સહગલે એક વિદ્યાર્થી તરીકે સંખ્યાબંધ શાળાઓમાં અભ્યાસ કર્યો હતો. તેમણે ૧૯૪૩માં લેન્ડોરના હિમાલયના હિલ સ્ટેશનની વુડસ્ટોક સ્કૂલમાંથી અને બાદમાં અમેરિકાની વેલેસ્લી કોલેજમાંથી સ્નાતક (બીએ, ૧૯૪૭) થયા હતા. તેઓ દાયકાઓથી દહેરાદૂનમાં નિવાસ કરે છે.[૩]

લગ્ન અને કારકિર્દી ફેરફાર કરો

 
નયનતારા સહગલ દિલ્હીમાં નવેમ્બર ૨૦૧૭માં આયોજીત એક સમારોહમાં વક્તવ્ય આપતા નજરે પડે છે.

સહગલના પ્રથમ લગ્ન ગૌતમ સહગલ સાથે થયા હતા. બાદમાં તેમણે ભારતીય નાગરિક સેવા અધિકારી રહેલા પંજાબી ખ્રિસ્તી ઇ.એન. મંગત રાય સાથે બીજા લગ્ન કર્યા હતા.[૪] નહેરુ પરિવારનો ભાગ હોવા છતાં, સહગલે તેમની સ્વતંત્ર પ્રતિષ્ઠા જમાવી હતી. ૧૯૭૦ના દાયકામાં તેમણે પિતરાઇ બહેન ઇન્દિરા ગાંધીની નિરંકુશ સત્તા સામે અવાજ ઉઠાવ્યો હતો.[૫] શ્રીમતી ગાંધીના સત્તામાં પાછા ફર્યાના થોડા જ દિવસોમાં ઇટાલીમાં ભારતના રાજદૂત તરીકે સહગલની નિર્ધારિત નિમણૂક રદ કરવામાં આવી હતી. ૧૯૮૨માં સહગલે શ્રીમતી ગાંધીના સત્તામાં ઉદયનું એક તીખું, સમજદાર વર્ણન લખ્યું હતું.[૬][૭][૮]

તેમના પુત્રી ગીતા સહગલ એક લેખિકા અને પત્રકાર છે. તેઓ નારીવાદ, કટ્ટરવાદ અને જાતિવાદના મુદ્દાઓ લખે છે. ગીતા ઇનામ વિજેતા દસ્તાવેજી ફિલ્મોની દિગ્દર્શક અને માનવાધિકાર કાર્યકર્તા પણ છે.[૯]


૬ ઓક્ટોબર, ૨૦૧૫ના રોજ, સાહગલે તર્કવાદીઓ ગોવિંદ પાનસરે, નરેન્દ્ર દાભોલકર અને એમ.એમ કલબુર્ગીની હત્યાઓ અને દાદરી મોબ લિંચિંગની ઘટના બાદ "દેશમાં વધતી અસહિષ્ણુતા અને અસંમતિના અધિકારને ટેકો આપવા" પોતાનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પાછો આપ્યો હતો.[૧૦] આ માટે ૨૦૧૭માં સાંસ્કૃતિક અધિકારો માટે સંયુક્ત રાષ્ટ્રની દેખરેખ રાખતી કરીમા બેન્નોઉને તેમની પ્રશંસા કરી હતી.[૧૧] સપ્ટેમ્બર ૨૦૧૮માં તેઓ પીઈએન ઇન્ટરનેશનલના ઉપાધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા.[૧૨]

સંદર્ભો ફેરફાર કરો

  1. "Sahitya Akademi Awards listings". Sahitya Akademi, Official website.
  2. Prashad, Vijay. "Flashback: How Mexican artist Frida Kahlo came to be photographed in a sari". Scroll.in (અંગ્રેજીમાં). મેળવેલ 2017-11-24.
  3. Sahgal, Nayantara (13 October 2014). "At home in Dehradun: From Hindus to Muslims and Christians to Buddhists--revelling in the multi-cultural hues of the Doon Valley". www.outlookindia.com (અંગ્રેજીમાં). મેળવેલ 24 December 2019.
  4. Choudhury, Sonya Dutta (2014-11-02). "Snippets from a rich life". The Hindu (અંગ્રેજીમાં). ISSN 0971-751X. મેળવેલ 2019-05-25.
  5. "Nayantara Sahgal | Jaipur Literature Festival". jaipurliteraturefestival.org. મેળવેલ 2019-05-25.
  6. "Nayantara Sahgal -- English writer: The South Asian Literary Recordings Project". Library of Congress. Library of Congress New Delhi Office.
  7. Choubey, Asha. "Food Metaphor. A Champion's Cause: A Feminist Study of Nayantara Sahgal's Fiction with Special Reference to Her Last Three Novels". Postcolonial Web.
  8. "Bookshelf: Nayantara Sahgal". South Asian Women's NETwork. મૂળ માંથી 6 April 2016 પર સંગ્રહિત.
  9. "Vijaya Lakshmi Pandit". www.allahabaddekho.com. મૂળ માંથી 22 December 2019 પર સંગ્રહિત. મેળવેલ 24 December 2019.
  10. Ramachandran, Smriti Kak; Raman, Anuradha (6 October 2015). "Nayantara Sahgal protests Dadri lynching, returns Akademi award". The Hindu. મેળવેલ 7 October 2015.
  11. "UN Body Praises Author Nayantara Sahgal For Returning Sahitya Akademi Award After Dadri Lynching". Outlook India. 26 October 2017. મેળવેલ 28 October 2017.
  12. "The 84th PEN International Congress closes in India with a focus on free expression and women writers". peninternational.org. મૂળ માંથી 2020-08-04 પર સંગ્રહિત. મેળવેલ 2019-09-04.