મે ૧૦
તારીખ
૧૦ મે'નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૩૦મો (લિપ વર્ષ દરમ્યાન ૧૩૧મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૩૫ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
ફેરફાર કરો- ૧૭૭૩ – ગ્રેટ બ્રિટનની સંસદ ‘ટી એક્ટ’ (ચાનો કાયદો) પસાર કરે છે, જે બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીને તેની ચા પરના કરમાં ઘટાડો કરીને તેને સીધી ઉત્તર અમેરિકાને ]વેચવાનો અધિકાર આપે છે. આ કાયદો બોસ્ટન ટી પાર્ટી તરફ દોરી જાય છે.
- ૧૮૫૭ – સિપાહીઓએ મેરઠ ખાતે તેમના કમાન્ડિંગ અધિકારીઓ સામે બળવો કર્યો અને ભારતનાં પ્રથમ સ્વતંત્રતા સંગ્રામના મંડાણ થયા.
- ૧૮૭૨ – વિક્ટોરિયા વુડહુલ અમેરિકાના રાષ્ટ્રપતિ પદ માટે નામાંકિત પ્રથમ મહિલા બન્યા.
- ૧૯૦૮ – અમેરિકાનાં પશ્ચિમ વર્જિનીયાના ગ્રાફ્ટન શહેરમાં પ્રથમ વખત માતૃદિનની ઉજવણી કરાઇ.
- ૧૯૭૫ – સોની કંપનીએ બીટામેક્સ વિડિઓકેસેટ રેકોર્ડર (વીસીઆર) રજૂ કર્યું.
- ૧૯૯૪ – નેલ્સન મંડેલા (Nelson Mandela), દક્ષિણ આફ્રિકાના પ્રથમ કાળા પ્રમુખ તરીકે નિયુક્ત થયા.
જન્મ
ફેરફાર કરો- ૧૮૫૫ – યુક્તેશ્વર ગીરી, ભારતીય ક્રિયાયોગી અને જ્યોતિષ. (અ. ૧૯૩૬)
- ૧૮૫૬ – હરિલાલ ધ્રુવ, ભારતીય વકીલ, કવિ, સંપાદક, ભારતવિદ્યા અને સંસ્કૃત સાહિત્યના વિદ્વાન. (અ. ૧૮૯૬)
- ૧૯૮૧ – નમિતા કપૂર (Namitha Kapoor), અભિનેત્રી
અવસાન
ફેરફાર કરો- ૨૦૦૧ – સુધાકરરાવ નાઈક, ભારતીય રાજનેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી. (જ. ૧૯૩૪)
- ૨૦૦૨ – કૈફી આઝમી, ભારતીય ઉર્દૂ કવિ અને અભિનેત્રી શબાના આઝમીના પિતા. (જ. ૧૯૧૯)
તહેવારો અને ઉજવણીઓ
ફેરફાર કરોબાહ્ય કડીઓ
ફેરફાર કરોવિકિમીડિયા કૉમન્સ પર Category:10 May વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.