નામદેવ મહારાજ ભારતના પ્રથમ પંકિતના સંત ગણાય છે. તેઓશ્રીના જીવનની મુખ્ય ઘટનાઓ વિશે ખૂબ જ ઓછી જાણકારી લોકોમાં છે. મરાઠી, પંજાબ, હિંદી અને અંગ્રેજીમાં એમની કેટલીય જીવનકથાઓ પ્રસ્તુત થયેલી છે. તેઓશ્રીના જીવન વિષેની અન્ય માહિતી અંભંગો તેમજ ભજનો દ્વારા ‘જનાબાઇ’ જેઓ નામદેવ મહારાજના પરિવારમાં સેવિકા હતાં તેમના દ્વારા મળી રહે છે.

સંત નામદેવ / ભગત નામદેવ
નામદેવ (જમણેથી બીજા‌) બીજા સંતો રવિદાસ, કબીર અને પિપા સાથે. ૧૯મી સદીનું ચિત્ર, નેશનલ મ્યુઝિયમ, દિલ્હી.
અંગત
જન્મઇ.સ. c. ૧૨૭૦
મૃત્યુઇ.સ. c. ૧૩૫૦
અજ્ઞાત
ફિલસૂફીવારકરી
કારકિર્દી માહિતી
સાહિત્યિક સર્જનઅભંગ કવિતાઓ

સંત નામદેવ મહારાજશ્રીનો જન્મ મહારાષ્ટ્રના પરભની જિલ્લાના નરસીબામણી ગામમાં શિંપી (દરજી) પરિવારમાં થયો હતો. તેમની માતાનું નામ ગોણાબાઇ હતું તથા પિતાનું નામ દામાશેઠ હતું. દામાશેઠ પંઢરપુર સ્થિત વિઠ્ઠલજીની મૂર્તિના ઉપાસક હતા. નામદેવ મહારાજ બાળપણથી જ ધર્મમાં રુચિ ધરાવતા હતા. તેઓશ્રીના વિષે એક કથા પ્રસિદ્ધ છે - પૂજા સમયે તેમના પિતા દામાશેઠ વિઠ્ઠલજીની મૂર્તિને દૂધ ધરાવતા હતા. એક દિવસ તેઓને પોતાના વ્યવસાય અર્થે બહારગામ જવાનું થયું. તેઓએ તેમના પાંચ વર્ષના પુત્ર નામદેવને ભોગ લગાવવા તથા પૂજા કરવાની જવાબદારી સોંપી. પોતાની બાળબુદ્ધિ અનુસાર નામદેવ એવું સમજયા હતા કે મૂર્તિ રોજ પિતાજી દ્વારા ધરાવવામાં આવતું દૂધ પી લેતી હશે. જયારે નામદેવે દૂધનો ભોગ લગાવ્યો અને મૂર્તિ એ દૂધને અડી પણ નહીં ત્યારે તેમને ખૂબ જ ખોટું લાગ્યું. એમણે વિચાર્યું કે એમની પૂજામાં કયાંક ત્રુટિ રહી ગઇ છે, જેના કારણે વિઠ્ઠલજીની મૂર્તિએ ધરાવેલ દૂધનો સ્વીકાર કર્યો નહીં. તેઓ ખૂબ જ રડયા અને હઠ લીધી કે જયાં સુધી વિઠ્ઠલજીની મૂર્તિ દૂધ ન પીએ ત્યાં સુધી અહીંથી ખસવું નહીં. બાળકના દૃઢ વિશ્વાસ અને ભકિતથી પ્રેરિત થઇને મૂર્તિએ દૂધ પી લીધું.’

કહેવાય છે કે એક સમયે તેમની માતાને ખૂબ જ વધુ પડતી ખાંસી થઇ ગઇ. ગામના વૈધે ઉકાળો બતાવ્યો જેમાં કોઇ એક ઝાડની છાલ પણ ઉમેરવાની હતી. નામદેવને છાલ લેવા માટે મોકલવામાં આવ્યા. છાલ કાઢવા માટે જયારે નામદેવે તેમનું ચાકુ વૃક્ષમાં લગાવ્યું ત્યારે વૃક્ષમાંથી પાણી નીકળ્યું. એમને મહેસૂસ થયું કે વૃક્ષમાંથી લોહી વહી રહ્યું છે. તેઓથી આ સહન ન થયું અને છાલ લીધા વગર તેઓ પરત આવ્યા. નામદેવ મહારાજનો લગાવ પ્રભુ ભકિત અને પરમેશ્વરની પ્રાપ્તિ તરફ હતો. છતાં પણ તેઓને યુવાવસ્થા સુધી કોઇ ગુરુ મળ્યા નહીં. ગુરુ ખૂબ જ જરૂરી છે તે એમને ખ્યાલ આવી ગયો હતો. જ્ઞાનેશ્વર, નિવૃત્તિનાથ અને અન્ય કેટલાય ભકતોને મળ્યા બાદ ખ્યાલ આવી ગયો હતો. ભકત ગોરા કુંભારે નામદેવને કાચી માટીનું પાત્ર કહ્યું, જે નાની સરખી ચોટ લાગવાથી તૂટીને વેરાઇ શકે છે. આ સાંભળી પહેલાં તો એમને ખૂબ જ ખોટું લાગ્યું પણ ત્યાર બાદ સત્યને સમજી શકયા.

નાગનાથના મંદિરમાં નામદેવને ગુરુનાં દર્શન થયાં. તેઓના ગુરુનું નામ વિસોબા ખેચરે હતું. મંદિરમાં પ્રવેશતા નામદેવે જૉયું કે એ વૃદ્ધ કોઢવાળી વ્યકિત શિવજીની મૂર્તિ ઉપર પગ મૂકીને સૂઇ ગઇ છે. આ અધાર્મિકતા નામદેવને ખોટી લાગી. તેમણે પગ ખસેડી લેવા જણાવ્યું. વૃદ્ધ વ્યકિતએ કહ્યું કે તે ખૂબ જ કમજૉર છે એટલા માટે કòપા કરી નામદેવ પોતે જ એમના પગ ત્યાં મૂકે જયાં પરમેશ્વર ન હોય. આ ઉત્તરથી નામદેવની ચેતના જાગી ઠી અને ખ્યાલ આવી ગયો કે પરમેશ્વર સર્વવ્યાપી છે અને મૂર્તિ પરમેશ્વર નથી. નામ પૂછવાથી ખબર પડી કે તેઓ મહાત્મા વિસોબા ખેચરે હતા. નામદેવ મહારાજે તેમના ચરણમાં માથું ઝુકાવી દીધું અને પરમેશ્વર માટે જ્ઞાન મેળવવા અને માર્ગ સુઝાડવાની પ્રાર્થના કરી. તેઓને ગુરુ તરીકે માનવા લાગ્યા.

પરમેશ્વરનો અંતરમાં સાક્ષાત્કાર કર્યા બાદ નામદેવ એ શકિત દરેકમાં જોતા હતા. કહેવાય છે કે યાત્રામાં એક વાર નામદેવે એક ઝાડ નીચે બેસીને જમવા માટે રોટલીઓ બનાવી અને રોટલી એક બાજુ મૂકીને તેની ઉપર ઘી લગાવવા માટે નાના વાસણમાં ઘી કાઢવા લાગ્યા, એ દરમિયાન એક કૂતરો આવીને બધી જ રોટલીઓ મોંમાં લઇને ભાગ્યો, ઘીનું પાત્ર લઇને નામદેવ તેમની પાછળ દોડતા જાય અને બોલ્યા ‘રૂખી રોટલી ન ખાતો, મને એમાં ઘી લગાવવા દો. આ ઘટનાને નામદેવ મહારાજે એક અભંગમાં વર્ણવી છે. સંત નામદેવ મહારાજની ૨૭ વર્ષની ઉંમરે તેઓ ઉત્તર ભારતની યાત્રાએ નીકળી પડયા હતા, આ સાધારણ યાત્રા ન હતી એની પાછળ એક દૃઢ ઘ્યેય હતો. સંતોના સંદેશ દેશના ખૂણે-ખૂણે ફેલાવતા તેઓ સતત ૨૫ વર્ષથી વધારે સમય પદયાત્રા કરતા રહ્યા.

તેઓની પદયાત્રામાં ગુજરાત, કાઠિયાવાડ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર અને પંજાબમાં ફર્યા. આ જગ્યાઓમાં કેટલીયે જગ્યાએ નામદેવજીનું નામ લોકકથાઓ દ્વારા જૉડાયેલું છે, એના કારણે એવા કેટલાય સમુદાયો છે જેઓ પોતાને નામદેવ મહારાજના શિષ્ય કહેવડાવે છે. ઉત્તર ભારતમાં ૫૦ વર્ષ સુધી ફર્યા અને અંતમાં પંજાબના ગુરદાસપુર જિલ્લાના એક નિર્જન સ્થાનમાં પહોંરયા. એ સમયે એમના ભકત અને ચાહકો આવીને વસવા લાગ્યા. ધીરે ધીરે આ જગ્યાએ એક ગામ વસ્યું. એ ગામનું નામ ગુમાત છે. ૧૮ વર્ષ સુધી આ જગ્યાએ નામદેવ મહારાજ પરમેશ્વરનું ઘ્યાન અને ભજન કરતા શબ્દ-માર્ગનો ઉપદેશ આપતા રહ્યા. અષાઢ વદ-૧૩ સન-૧૩૫૦માં તેઓની ૮૦ વર્ષની ઉંમરે પંઢરપુર ગયા અને અથાગ ભકિત, શ્રદ્ધાને કારણે તેઓ વિઠોબાને શરણે પહોંરયા. આજે પણ પંઢરપુર વિઠ્ઠલજીના દરબારમાં પ્રથમ પગથિયું નામદેવ પગથિયું તરીકે ઓળખાય છે.

નામદેવ મહારાજ જયારે પંઢરપુર ગયા ત્યારે પ્રથમ પગથિયે વિઠ્ઠલ વિઠ્ઠલ જયહરી વિઠ્ઠલની ધૂન સાથે પહોંરયા. વિઠ્ઠલજીનો સાક્ષાત્કાર કર્યો અને તેઓ વિઠ્ઠલજીની મૂર્તિમાં સમાઇ ગયા. ભગવાન વિઠ્ઠલજીએ કહ્યું કે મારા દરબારમાં આવનાર દરેક ભકત પ્રથમ તને નમન કરશે અને ત્યાર બાદ મારા દર્શન કરી શકશે. આમ આજે પણ પંઢરપુરના પવિત્ર ધામમાં નામદેવ મહારાજની સમાધી જે મંદિરનું પ્રથમ પગથિયું છે તે નામદેવ પગથિયા તરીકે ઓળખાય છે.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો