નાળિયેરી પૂનમ

વરુણદેવને સમર્પિત એક હિન્દુ તહેવાર

નાળિયેરી પૂર્ણિમામહારાષ્ટ્રના મુંબઇ અને કોંકણના તેમજ સમગ્ર ગુજરાતના દરિયાકાંઠાના હિંદુ માછીમાર સમુદાય દ્વારા મનાવવામાં આવે છે. હિંદુ સંવત્સરના શ્રાવણ માસની પૂનમના દિવસે જુલાઈ અથવા ઓગસ્ટ માસની આસપાસ આ ઉજવણી કરવામાં આવે છે. ચોખા, ફૂલો અને નારિયેળથી સમુદ્રની પૂજા કરવામાં આવે છે. અન્ય વિધિમાં મહિલાઓ તેમના ભાઈઓના કાંડા પર રાખડી અથવા હળદરમાં પલાળેલા દોરા બાંધે છે.[]અને ગુજરાતના હિંદુ માછીમારો આ દિવસે સમુદ્રમાં દરિયદેવને વાજતેગાજતે જઈને દૂધની ગાગર અને નાળિયેર અર્પણ કરી દરિયાદેવ પાસે માછીમારી કરવાની રજા માગે છે અને આખા વર્ષ દરમિયાન પોતાના વહાણને સલામત રાખવા માટે પ્રાર્થના કરે છે અને ત્યારબાદ માછીમારી માટે પોતાના વહાણને દરિયામાં મોકલે છે.

વિશ્વ નાળિયેર દિવસની ઉજવણી ૨ સપ્ટેમ્બરે સમગ્ર વિશ્વમાં કરવામાં આવે છે.[][] મુંબઈમાં આ તહેવારમાં અગાઉ મલબાર હિલ અને કોલાબા વચ્ચેના દરિયાકિનારે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને નાળિયેર અને ફૂલોની ભેટ દરિયામાં પધરાવવામાં આવતી હતી. ચોમાસાના અંત તરફ થતી આ ઉજવણીને શાંત સમુદ્ર અને સુરક્ષિત નૌકાયાનની શરૂઆત તરીકે માનવામાં આવે છે.[][]

  1. Gupte, B.A. (1919). Hindu holidays and ceremonials with dissertations on origin, folklore and symbols (2 આવૃત્તિ). Calcutta: Thacker, Spink and Co. p. 178.
  2. "World Coconut Day". Tubelight Talks.{{cite web}}: CS1 maint: url-status (link)
  3. "World Coconut Day 2020: Theme, Significance of the Occasion and Benefits of Fruit". News18. મેળવેલ 2020-09-06. {{cite web}}: Check date values in: |access-date= (મદદ)
  4. Newell, H.A. (1912). Bombay. A guide to Places of Interest with Map (2 આવૃત્તિ). p. 112.
  5. Villiers, Allan (1952). Monsoon Seas The Story Of The Indian Ocean. pp. 111–112.