નિલમબાગ પેલેસ
ભાવનગરમાં આવેલ મહેલ-હોટેલ
નિલમબાગ પેલેસ કે નિલમબાગ એ ભાવનગરના ગોહિલ વંશના રાજવી દ્વારા ૧૮૫૯માં બાંધવામાં આવેલો એક મહેલ છે[૧].
નિલમબાગ પેલેસ | |
---|---|
સામાન્ય માહિતી | |
સ્થાન | ભાવનગર, ગુજરાત, ભારત |
પૂર્ણ | ૧૮૫૯ |
અન્ય માહિતિ
ફેરફાર કરોહાલની સ્થિતિમાં એનો વિસ્તાર ચાર હેક્ટરમાં ફેલાયેલો છે અને હાલમાં ત્યાં હેરીટેજ હોટેલ ચલાવવામાં આવી રહી છે. આ મહેલનું બાંધકામ વિલિયમ એમરસન દ્વારા કરવામાં આવ્યું હતું કે જેણે તેના ઉપરાંત તખ્તસિંહજી હોસ્પિટલ અને કોલકાતાનું વિક્ટોરીયા મેમોરીયલ પણ બાંધ્યા હતા. આ મહેલમાં ભારતીય શૈલી અને આધુનિક શૈલીનો સુભગ સમન્વય જોવા મળે છે.
બાહ્ય કડીઓ
ફેરફાર કરોસંદર્ભ
ફેરફાર કરો- ↑ "ગુજરાત ટુરીઝમની વેબસાઇટ પર નિલમબાગ પેલેસનું પાનું". ગુજરાત ટુરીઝમ. મૂળ માંથી 2015-04-19 પર સંગ્રહિત. મેળવેલ ૫ જુલાઇ ૨૦૧૫.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |