નીતા રામૈયા
નીતા રામૈયા એ ગુજરાતી કવિયત્રી, બાળ સાહિત્યના લેખિકા અને અનુવાદક છે.
નીતા રામૈયા | |
---|---|
જન્મ | ૧૪ જુલાઈ ૧૯૪૧ મોરબી, બ્રિટિશ સાશિત ભારત (હાલનું ગુજરાત) |
વ્યવસાય | કવિ, બાળ સાહિત્ય લેખિકા, અનુવાદક |
ભાષા | ગુજરાતી |
શિક્ષણ | એમ. એ.; પી. એચ. ડી. |
સહી |
જીવન
ફેરફાર કરોનીતા રામૈયાનો જન્મ ૧૪ જુલાઈ ૧૯૪૧ ના દિવસે મોરબી, ગુજરાત ખાતે થયો હતો. તેમણે ૧૯૫૭ માં મેટ્રિકનો અભ્યાસ પૂર્ણ કર્યો. ૧૯૬૦માં તેમણે અંગ્રેજી વિષયમાં બી.એ. અને ૧૯૬૨ માં એમ.એ. નો અભ્યાસ પૂર્ણ કર્યો. ૧૯૬૨ થી ૧૯૬૬ દરમિયાન તેમણે મુંબઈના એમ. જી. એસ. એમ. કૉલેજ, માટુંગામાં અધ્યાપન કર્યું. તેમણે કેનેડિયન સ્ટડીઝ સેન્ટર, એસ. એન. ડી. ટી. મહિલા વિશ્વવિદ્યાલયના નિયામક તરીકે પણ કામ કર્યું.[૧] અને નિવૃત્ત પ્રોફેસર તરીકે પણ સેવા આપી. [૨]
રચનાઓ
ફેરફાર કરોતેઓ નારીવાદી કવિયત્રી છે, તેમનો કવિતા સંગ્રહ દાખલા તરીકે સ્ત્રી (૧૯૯૪) માં પ્રકાશિત થયો જે આ વિષય પર આધારિત હતો.[૩] તેમની કવિતાઓ સ્ત્રીની લાગણીઓ તેમજ સમાનતા અને ન્યાયની માંગ કરતા આત્મવિશ્વાસપૂર્ણ અવાજને પણ પ્રતિબિંબિત કરે છે. તેમના અન્ય કાવ્યસંગ્રહોમાં શબ્દને રસ્તે (૧૯૮૯), તે જલપ્રદેશ છે (૧૯૯૮), ઈરાન દેશ (૨૦૦૨), રંગ દરિયો જી રે (૨૦૦૮), [૨] મારી હથેળીમાં (૨૦૦૯), જાસુદના ફૂલ (૨૦૧૩)નો સમાવેશ થાય છે.
તેમણે બાળ સાહિત્યમાં પણ ફાળો આપ્યો છે. ધમાચકડી (૧૯૮૬) અને ખિલ ખિલ ખિલ તુરુક તુરુક (૧૯૯૮) એ તેમના બાળકોના કાવ્યસંગ્રહો છે. તને પારણીયે પોઢાડું (૨૦૦૬) એ તેમનો હાલરડાંનો સંગ્રહ છે. લાલકુંવરની કુકરે કૂક (૧૯૯૮) એ બાળકોની વાર્તા છે.[૨]
તેમણે કેનેડિયન કવિ માર્ગારેટ એટવુડની કેટલીક કવિતાઓના અનુવાદો કાવ્યવિશ્વ શ્રેણી હેઠળ ૧૯૯૧ માં પ્રકાશિત કર્યા હતા.[૪] પાનું રાહ જુએ છે (૧૯૯૧) એ કેનેડિયન કવિતાઓનો તેમનો અનુવાદ છે. કેનેડિયન શબ્દખંડ ભારતના પ્રવાસે (૧૯૯૫), સ્ત્રીસુક્તા (૨૦૦૨, મરાઠી કવિતાઓ), શેક્સપીયરના બોલતા પાત્રો (૨૦૦૩), એક અજાણ્યો મારી નાવમાં (૨૦૦૭, વાર્તા), ઈરાન દેશનો સાંસ્કૃતિક ધબકાર: પર્સીયન કહવતો (૨૦૦૭) તેમના અનુવાદો છે.[૨] વગેરે તેમની અન્ય કૃતિઓ છે.
આ પણ જુઓ
ફેરફાર કરોસંદર્ભ
ફેરફાર કરો- ↑ Vatsala Shukla (2005). India's Foreign Policy in the New Millennium: The Role of Power. Atlantic Publishers & Dist. પૃષ્ઠ ix. ISBN 978-81-269-0523-2.
- ↑ ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ Brahmabhatt, Prasad (2010). અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ - આધુનિક અને અનુઆધુનિક યુગ. Ahmedabad: Parshwa Publication. પૃષ્ઠ 142. ISBN 978-93-5108-247-7.
- ↑ Gujarat. Smt. Hiralaxmi Navanitbhai Shah Dhanya Gurjari Kendra, Gujarat Vishvakosh Trust. 2007. પૃષ્ઠ 414.
- ↑ Shannon Hengen; Ashley Thomson (22 May 2007). Margaret Atwood: A Reference Guide, 1988-2005. Scarecrow Press. પૃષ્ઠ 57. ISBN 978-0-8108-6668-3.