નેસ
માલઘારી લોકો વન-વગડામાં કે જંગલની વચ્ચે આસપાસ ઉંચી કાંટાળી વાડથી રક્ષાયેલા સ્થાયી કે અસ્થાયી રહેણાકી વિસ્તાર બનાવે છે જેને નેસ કહે છે. ખાસ કરીને ગીર અને બરડા વિસ્તારમાં માલધારી નેસ ખુબ જોવા મળે છે. નેસમાં રહેતા લોકો મોટાભાગે દુધાળા પશુઓ (ગાય, ભેંશ વગેરે) પાળે છે જેમના ચારા માટે તેઓ આસપાસનાં જંગલ પર નિર્ભર હોય છે. નેસમાં રહેતા લોકો ખાસ પ્રકારનો સાંસ્કૃતિક વારસો ધરાવતા હોય છે. જંગલોને આરક્ષણ આપતા કાયદાઓ અસ્તિત્વમાં આવવાથી હવે નવા માલધારી નેસ મોટેભાગે બનતા નથી. જંગલમાં નેસમાં રહેતા લોકો પર વિવિધ અભ્યાસ પણ હાથ ધરાયા છે.[૧]
બાહ્ય કડીઓ
ફેરફાર કરોસંદર્ભ
ફેરફાર કરોઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |