પંકજ ઉધાસ

પ્રખ્યાત ગાયક કલાકાર

પંકજ ઉધાસ (૧૭ મે ૧૯૫૧ – ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૪) ભારત દેશના એક જાણીતા ગાયક કલાકાર હતા. તેઓ ગઝલ ગાયક તરીકે ઓળખાય છે. ભારતીય સંગીત ઉદ્યોગમાં તલત અઝીઝ અને જગજીત સિંહ જેવા અન્ય સંગીતકારો સાથે ગઝલ શૈલીને લોકપ્રિય સંગીતના દાયરામાં લાવવાનું શ્રેય એમને ફાળે પણ જાય છે. પંકજ ઉધાસને તેમણે ફિલ્મ નામ (૧૯૮૬ ચલચિત્ર)માં ગાયેલા ગાયનોને કારણે ખુબજ પ્રસિદ્ધિ મળી, જેમાં એમનું એક ગીત ચિઠ્ઠી આઈ હૈ અત્યંત લોકપ્રિય થયું. ત્યાર બાદ એમણે ઘણા બધાં ચલચિત્રો માટે પાર્શ્વ ગાયક તરિકે પોતાનો અવાજ આપ્યો છે. આ ઉપરાંત એમણે ઘણા ગઝલના આલ્બમ પણ રેકોર્ડ કર્યાં છે અને એક કુશળ ગઝલ ગાયકના રૂપમાં આખી દુનિયામાં પોતાની કલાનું પ્રદર્શન કરી ચુક્યા છે. ઈ.સ. ૨૦૦૬ના વર્ષમાં પંકજ ઉધાસને પદ્મશ્રી વડે સન્માનિત કરવામાં આવ્યા.

પંકજ ઉધાસ
પંકજ ઉધાસ, ૨૦૧૫માં
પાર્શ્વ માહિતી
જન્મ(1951-05-17)17 May 1951
જેતપુર, ગુજરાત[૧]
મૃત્યુ26 February 2024(2024-02-26) (ઉંમર 72)
મુંબઈ, મહારાષ્ટ્ર
સંગીત કારકિર્દી
શૈલીગઝલ
વ્યવસાયોગઝલ ગાયક
વાદ્યોસ્વર, હાર્મોનિયમ, ગિટાર, પિયાનો, વાયોલિન, તબલાં
સક્રિય વર્ષો૧૯૮૦–૨૦૨૪
રેકોર્ડ લેબલEMI, ટી-સીરીઝ

પ્રારંભિક જીવન ફેરફાર કરો

પંકજ ઉધાસનો જન્મ ગુજરાતનાં રાજકોટ પાસે જેતપુરમાં એક ચારણ (ગઢવી) પરિવારમાં થયો હતો. તેઓ ત્રણ ભાઈઓમાં સૌથી નાના છે.[૨] તેમનાં પિતાનું નામ કેશૂભાઈ ઉધાસ અને માતાનું નામ જીતૂબેન છે. તેમના બંને મોટા ભાઈઓ મનહર ઉધાસ અને નિર્મલ ઉધાસ પણ પ્રખ્યાત ગઝલ ગાયક છે. તેમનો પ્રારંભિક અભ્યાસ ભાવનગરમાં કર્યા પછી, પરિવાર મુંબઈમાં સ્થાયી થતાં તેઓએ આગળનો અભ્યાસ મુંબઈની સેંટ ઝેવિઅર્સ કોલેજમાંથી કર્યો.

સંદર્ભ ફેરફાર કરો

  1. "दुनिया को अलव‍िदा कह गए 'च‍िट्ठी आई है' गाने वाले पंकज उधास, 72 की उम्र में ली आख‍िरी सांस". आज तक (હિન્દીમાં). 26 February 2024. મૂળ સંગ્રહિત માંથી 26 February 2024 પર સંગ્રહિત. મેળવેલ 26 February 2024.
  2. "જીવની". 2004-09-03. મૂળ માંથી 2010-11-24 પર સંગ્રહિત. મેળવેલ 2007-12-02.