પાંઝરા નદી
ભારતની નદી
પાંઝરા નદી અથવા પાનઝરા[૧] નદી (અંગ્રેજી: Panzara River) મહારાષ્ટ્ર રાજ્યના ખાનદેશ વિસ્તારમાં વહેતી એક નદી છે, જે તાપી નદીની ઉપનદી છે. આ નદી ધુલિયા જિલ્લાના સાક્રી તાલુકાના પિંપળનેર નામના નાના શહેર નજીકથી નીકળે છે અને ધુલિયા જિલ્લાના શિંદખેડા તાલુકાના મુદવડ ગામ પાસે તાપી નદીમાં મળી જાય છે. આ નદી પર લાટીપાડા બંધ બાંધી નાનું જળાશય બનાવવામાં આવેલ છે. આ ઉપરાંત પિંપળનેર તથા સાક્રી નજીક પણ આ નદી પર બંધ બાંધવામાં આવેલ છે.
સંદર્ભો
ફેરફાર કરો- ↑ "Topographic Map 1:250,000, NF 43-10 Nandurbar, India" Series U502, U.S. Army Map Service, July 1956
આ લેખ ભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |