તાપી નદી

ભારતની નદી

તાપી નદી મધ્ય ભારતની એક મહત્વની નદી છે, તેની લંબાઇ ૭૨૪ કિ.મી. છે. નર્મદા અને મહી નદી ઉપરાંત તાપી ત્રીજી એવી મોટી નદી છે જે પૂર્વથી પશ્ચિમ દિશામાં વહે છે.

તાપી નદી
તાપ્તી, સુર્યપુત્રી
Tapti river (5).jpg
સ્થાન
રાજ્યમધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત
દેશભારત
ભૌગોલિક લક્ષણો
સ્રોતમુલ્તાઇ, બેતુલ જિલ્લો
 ⁃ સ્થાનસાતપુડા પર્વતમાળા, મધ્ય પ્રદેશ
નદીનું મુખખંભાતનો અખાત
 • સ્થાન
ડુમસ
લંબાઇ૭૨૪ કિમી
વિસ્તાર62,225 square kilometres (24,025 sq mi)
સ્રાવ 
 ⁃ સ્થાનડુમસ[૧]
 ⁃ સરેરાશ489 m3/s (17,300 cu ft/s)
 ⁃ ન્યૂનતમ2 m3/s (71 cu ft/s)
 ⁃ મહત્તમ9,830 m3/s (347,000 cu ft/s)
કાંઠાની લાક્ષણિકતાઓ
મહત્વનાં સ્થળોબેતુલ, બુરહાનપુર, ભુસાવળ, નંદરબાર, સુરત, સિંદખેડા
સુરત નજીક તાપી નદીનું વિહંગમ દૃશ્ય
તાપી નદી, સુરત નજીક.

તાપી નદી દક્ષિણ મધ્ય પ્રદેશના સાતપુડા પર્વતોની પૂર્વની હારમાળાઓમાંથી ઉદ્ભવે છે અને પશ્ચિમ દિશામાં વહેતી, મધ્ય પ્રદેશના નિતાર પ્રદેશમાં થઇને મહારાષ્ટ્ર રાજ્યમાં દાખલ થાય છે. મહારાષ્ટ્રમાં એ ખાનદેશમાંથી વહેતી દખ્ખણના ઉચ્ચપ્રદેશ (પ્લેટો)ના વાયવ્ય ખૂણાના પ્રદેશ એટલે કે પૂર્વ વિદર્ભમાં દાખલ થાય છે અને આગળ ચાલતા એ દક્ષિણ ગુજરાતમાં થઇને અરબી સમુદ્રના ખંભાતના અખાતને જઇને મળે છે. ગુજરાતનું સુરત પણ તાપીના કિનારે જ આવેલું છે. મુગલ કાળ દરમ્યાન સુરત શહેરના મક્કા ઓવારા પરથી હજ પઢવા માટે જતા યાત્રીઓના જહાજો તાપી માર્ગે અરબી સમુદ્રમાં પ્રવેશતા હતા.

નામફેરફાર કરો

તાપી નદીનું ઉદ્‌ગમ સ્થાન બેતુલ જિલ્લાનું મુલ્તાઇ છે. મુલ્તાઇ શહેરનું સંસ્કૃત નામ મૂલતાપી છે. જેનો અર્થ થાય છે 'તાપીનું મૂળ'. તાપીનું પ્રાચીન નામ તાપ્તી અને સુર્યપુત્રી છે.

થાઇલેન્ડમાં આવેલી તાપી નદીનું નામ ભારતની તાપી નદી ઉપરથી ઓગષ્ટ ૧૯૧૫માં પાડવામાં આવ્યું છે.

નદીનો તટ પ્રદેશ અને ઉપનદીઓફેરફાર કરો

તાપી નદીના તટ પ્રદેશનો વિસ્તાર લગભગ ૬૫,૧૪૫ ચો.કિમીમાં ફેલાયેલો છે, જે ભારતના ક્ષેત્રફળના ૨% જેટલો છે. તાપી નદીનો તટ પ્રદેશ મહારાષ્ટ્ર (૫૧,૫૦૪ ચો.કિમી.), મધ્યપ્રદેશ (૯,૮૦૪ ચો.કિમી.) અને ગુજરાત (૩,૮૩૭ ચો.કિમી.)માં આવેલો છે.

તાપીનો ઘણું કરીને મહારાષ્ટ્રના ઉત્તર અને પૂર્વના જિલ્લાઓ જેવા કે અમરાવતી, અકોલા, બુલઢાણા, વાશીમ, જલગાંવ, ધુળે, નંદરબાર અને નાસિકમાં થઇને વહે છે. મધ્ય પ્રદેશના બેતુલ અને બુરહાનપુર તથા ગુજરાતના સુરત જિલ્લામાં પણ એનો તટ પ્રદેશ આવેલો છે. તાપી નદીમાં વરેલી નદીનું પાણી પણ આવે છે. તાપી નદી સુરત જિલ્લાના ડુમસ ખાતે ખંભાતના અખાતને મળે છે.

ઉપનદીઓફેરફાર કરો

 • ગિરણા નદી
 • પાંઝરા નદી - ધુલિયા જિલ્લામાં તાપી નદીમાં ભળે છે.
 • વાઘુર નદી
 • બોરી નદી
 • અનેર નદી
 • અમરાવતી નદી - ધુલિયા જિલ્લામાં માલપુર ગામ પાસે તાપી નદીમાં ભળે છે.
 • અરુણાવતી નદી - શિરપુર જિલ્લામાં તાપી નદીમાં ભળે છે.
 • ગોમાઈ નદી - નંદુરબાર જિલ્લામાં તાપી નદીમાં ભળે છે.
 • વાકી નદી - ધુલિયા જિલ્લામાં તાપી નદીમાં ભળે છે.
 • બુરાઈ નદી - ધુલિયા જિલ્લામાં તાપી નદીમાં ભળે છે.

યોજનાઓફેરફાર કરો

તાપી નદી પર બે સિંચાઈ યોજના આવેલી છે:

 1. . ઉકાઇ (તાપી જિલ્લામાં)
 2. . કાકરાપાર (સુરત જિલ્લામાં)

સંદર્ભફેરફાર કરો

 1. "Tapti Basin Station: Kathore". UNH/GRDC. મેળવેલ ૧ જાન્યુઆરી ૨૦૧૩.