પાટલીપુત્ર, જે આધુનિક સમયમાં પટના તરીકે ઓળખાય છે, જૂના સમયમાં ભારતની રાજધાની હતું. ઇસ પૂર્વે ૪૯૦માં તેની સ્થાપના પાટલીગ્રામના કિલ્લા તરીકે ગંગા નદી નજીક સ્થાપક અજાતશત્રુ દ્વારા કરવામાં આવી હતી.[]

પાટલીપુત્ર
પટણા
—  ઐતિહાસિક નગર  —

Skyline of {{{official_name}}}

અક્ષાંશ-રેખાંશ
દેશ ભારત
પ્રદેશ મગધ
રાજ્ય બિહાર
જિલ્લો પટણા
સ્થાપના ઇસ પૂર્વેે ૪૮૦[]
નગર નિગમ પટણા મ્યુનસિપલ કોર્પોરેશન
અધિકૃત ભાષા(ઓ) મૈથિલી,હિંદી[૩]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 53 metres (174 ft)

પાટલીપુત્રનું સ્થાન ઉત્તર મધ્ય ભારતમાં હોવાથી કેટલાંય વંશોએ તેમની રાજધાની અહીં સ્થાપી હતી, જેવાં કે નંદ, મોર્ય, સુંગ અને ગુપ્ત થી લઇને પાલ વંશ.[] ગંગા, ગંધકા અને સોણ નદીઓ નજીકમાં હોવાથી પાટલીપુત્રને પાણીનો કિલ્લો અથવા જલદુર્ગ તરીકે પણ ઓળખવામાં આવતી હતી. તેનાં સ્થાનને કારણે મગધનાં શરુઆતના સમયમાં તે જળ વ્યાપારમાં મહત્વનું હતું. તે વેપારનું મહત્વનું કેન્દ્ર હોવાથી વેપારીઓ અને બુધ્ધિજીવી લોકોને પૂરા ભારતમાંથી આકર્ષતું રહ્યું હતું, દા.ત. ચાણક્ય. પ્રથમ બે મહત્વની બુધ્ધ મંત્રણાઓ, પહેલી બુધ્ધનાં અવસાન સમયે અને બીજી અશોકના સમયમાં, અહીં યોજાઇ હતી.

ઇસ પૂર્વે ૩જી સદીમાં, અશોકના સામ્રાજ્ય દરમિયાન, તે ૧,૫૦,૦૦૦-૩,૦૦,૦૦૦ ની વસ્તી સાથે [સંદર્ભ આપો] દુનિયાનું સૌથી મોટાં શહેરમાંનું એક હતું. પાટલીપુત્ર તેની સમૃધ્ધિની ચરમસીમાએ મહાન મોર્ય સામ્રાજ્યમાં, ચંદ્રગુપ્ત મોર્ય અને અશોકના સમયમાં પહોંચ્યું હતું. મોર્ય સમય દરમિયાન શહેર સમૃધ્ધ બન્યું અને ગ્રીક રાજદૂત મેગેસ્થિનિસએ આનું વિસ્તૃત વર્ણન કર્યું હતું. શહેર ગુપ્ત વંશ (૩જી થી ૬ઠી સદીઓ) અને પાલ વંશ (૮થી-૧૨મી સદીઓ) દરમિયાન રાજધાની રહ્યું. હુન-શાંગની મુલાકાત દરમિયાન શહેર મોટાભાગે ખંડેર હતું, અને ૧૨મી સદીમાં મુસ્લિમ આક્રમણો વડે વધુ વિનાશ પામ્યું.[] ત્યારબાદ, શેરશાહ સૂરીએ પાટલીપુત્રને પોતાની રાજધાની બનાવી અને તેનું નામ પટણા કર્યું.

બાંધકામ

ફેરફાર કરો

ઐતહાસિક નગરનો કેટલોક ભાગ ઉત્ખન્ન કરવામાં આવ્યો હોવા છતાં, કેટલોક ભાગ હજુ સુધી આધુનિક પટણા નીચે દટાયેલો છે. મોર્ય સમય દરમિયાન, શહેર એક સમચોરસ આકારમાં વર્ણવવામાં આવ્યું હતું જે ૧.૫ માઇલ પહોળું અને ૯ માઇલ લાંબુ હતું. તેની લાકડાની દિવાલમાં ૬૪ દરવાજાઓ હતા. અશોકના સમયમાં તેને પથ્થરની મજબૂત દિવાલમાં ફેરવવામાં આવી હતી.

પાટલીપુત્ર નામની વ્યુત્પત્તિ અસ્પષ્ટ છે. પુત્ર એટલે કે સંતાન, અને પાટલી એટલે કે ચોખા અથવા એક પ્રકારનું ધાન્ય.[] પરંપરાગત માન્યતા છે કે શહેરને ધાન્યની પાછળ નામ આપવામાં આવ્યું હતું.[] બીજી માન્યતા છે કે પાટલીપુત્ર એટલે પાટલીનો પુત્ર, જે રાજા સુદર્શનની પુત્રી હતી. જે મૂળમાં પાટલી-ગ્રામ તરીકે જાણીતું હતું, એટલે કેટલાક વિદ્વાનો માને છે કે પાટલીપુત્ર એ પાટલીપુરામાંથી ઉતરી આવ્યું છે.[]

  1. ૧.૦ ૧.૧ Kulke, Hermann; Rothermund, Dietmar (૨૦૦૪), A History of India, 4th edition. Routledge, Pp. xii, 448, ISBN 0-415-32920-5, http://www.amazon.com/History-India-Hermann-Kulke/dp/0415329205/ .
  2. Thapar, Romilak (૧૯૯૦), A History of India, Volume 1, New Delhi and London: Penguin Books. Pp. 384, ISBN 0-14-013835-8, http://www.amazon.com/History-India-Penguin/dp/0140138358/ .
  3. Scott, David (મે ૧૯૯૫). "Buddhism and Islam: Past to Present Encounters and Interfaith Lessons". Numen. ૪૨ (૨ pages =). Missing pipe in: |issue= (મદદ)
  4. Monier-Williams Sanskrit-English Dictionary: Pāṭali, [૧] (a junior synonym of Stereospermum colais [૨] સંગ્રહિત ૨૦૧૧-૦૭-૨૨ ના રોજ વેબેક મશિન)
  5. Encyclopaedia of Religion and Ethics, p.677
  6. Language, Vol. 4, No. 2 (June , 1928), pp. 101–105