પાતળો કૃમિ (સર્પ)

સરિસૃપ

પાતળો કૃમિ કે પાતળો આંધળો સર્પ કે સ્ટોલીકઝાનો અંધ સર્પ કે સાપનો કણો ( અંગ્રેજી: Stoliczka’s Worm Snake; દ્વિપદ-નામ:Indotyphlops porrectus) એ ગુજરાતમાં દેખાતી સર્પોના કુલ બાર(૧૨) કુટુંબોની ત્રેસઠ[૧] (૬૩) જાતિઓમાંની એક બિનઝેરી સર્પની જાતી છે.

પાતળો કૃમિ સર્પ
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: પ્રાણી
Phylum: મેરૂદંડી
Class: સરિસૃપ
Order: સ્કુઆમાટા
Family: ટાઈફ્લોપીડેઈ
Species: Stoliczka’s Worm Snake
દ્વિનામી નામ
Indotyphlops porrectus

ઓળખ ફેરફાર કરો

બંબોઈ કરતા લંબાઈ અને શરીર પરના ભીંગડાઓના ફરકને લીધે આ સર્પને અલગ કુટુંબમાં મુકવામાં આવ્યો છે.[૨]. આ સર્પ બંભોઈ કરતા લંભાઈમાં થોડો લાંબો હોય છે. આ સર્પ દુનિયામાં જ્યાં જ્યાં સર્પોનો વસવાટ છે ત્યાં બધે જ જોવા મળે છે. આ સર્પનું શરીર ઉપરના ભાગે કાળાશ પડતું કથ્થાઈ હોય છે અને નિચેના ભાગે આ જ રંગ સફેદ હોય છે. મોં અને પુછડી પાસે ધોળાશ પડતા રંગનો હોય છે. મોટાબાગે નિશાચર બિનચર્યા ધરાવે છે. આ સર્પની સરેરાશ લંબાઇ ૧૩ સેન્ટીમીટર જેટલી અને મહત્તમ લંબાઈ ૩૦ સેન્ટીમીટર જેટલી નોંધાઈ છે[૨]. ગુજરાતમાં બંબોઈ જેટલો સામાન્ય નથી. દુર્લભ ગણાય છે[૨].

આહાર ફેરફાર કરો

ઢાંલીયા ન હોય એવા જીવડાં, અળસિયા, ઉધઈ, કીડી-મંકોડા અને એમના ઇંડા - આ બધુ આ સર્પનું મુખ્ય ભોજન છે[૨].

પ્રજનન ફેરફાર કરો

પ્રજનન દરમ્યાન બાફેલા ચોખાના દાણાના કદનાં ૩ થી ૮ ઇંડા મુકે છે. ઈંડામાંથી બહાર નિકળવાના સમયે 3 સેન્ટીમીટર જેટલી હોય છે[૨].

સંદર્ભ ફેરફાર કરો

  1. દેસાઈ, અજય મ. (એપ્રિલ ૨૦૧૭). સર્પ સંદર્ભ (ગુજરાતનાં સાપ વિષે માહિતિ). પ્રકૃતિ મિત્ર મંડળ. પૃષ્ઠ ૧૪.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ દેસાઈ, અજય મ. (એપ્રિલ ૨૦૧૭). સર્પ સંદર્ભ (ગુજરાતનાં સાપ વિષે માહિતિ). પ્રકૃતિ મિત્ર મંડળ. પૃષ્ઠ ૧૪૩.