પામેલા ચેટર્જી એક ભારતીય લેખિકા અને ગ્રામીણ કાર્યકર્તા છે. તેમના પ્રોજેક્ટથી ૬,૨૫,૦૦૦ હેક્ટર જમીનનું પુનઃસ્થાપન થઈ શક્યું હતું. તેમણે ભારતમાં મહિલાઓ માટેનો સર્વોચ્ચ પુરસ્કાર, નારી શક્તિ પુરસ્કાર, મેળવ્યો છે.

પામેલા ચેટર્જી
પામેલા ચેટર્જી, નારી શક્તિ પુરસ્કાર મેળવતી વખતે.
પામેલા ચેટર્જી, નારી શક્તિ પુરસ્કાર મેળવતી વખતે.
જન્મ૧૯૩૦
વ્યવસાયસમાજ સેવક અને લેખિકા
રાષ્ટ્રીયતાભારત

જીવન ફેરફાર કરો

તેમનો જન્મ લગભગ ૧૯૩૦માં થયો હતો.[૧]

તેઓ ભારતમાં ઉત્તરાખંડ રાજ્યના કુમાઉં પ્રદેશમાં રહે છે.[૨]

તેમણે, વિશ્વ બેંક ના સમર્થન દ્વારા, ૪,૬૦૦ હેક્ટર જમીનનું પુનઃસ્થાપન કરાવ્યું છે. આ પ્રોજેક્ટ ૯૫ ખેડૂતો સાથે શરૂ થયો હતો, પરંતુ બે વર્ષમાં સહભાગીઓની સંખ્યા વધી છે.[૩] ચળવળમાંની જમીનમાં ખૂબ જ સોડિયમ હતું અને જેને સોડિક સોઈલ તરીકે ઓળખવામાં આવે છે. આવી જમીનમાંથી ડાંગરની પ્રથમ લણણી પરંપરાગત ખેતરો કરતા વધુ ઉપજ દર્શાવે છે.[૧]

તેણીએ ૨૦૦૫માં "લિસન ટુ ધ માઉન્ટન્સ: અ હિમાલયન જર્નલ" પ્રકાશિત કરી.[૨]

 
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ચેટર્જીને નારી શક્તિ પુરસ્કાર એનાયત કરે છે.

છેવટે તેમાં ૧૦,૦૦૦ ખેડૂતો હતા અને ૬૨૫,૦૦૦ હેક્ટર જમીન પુઃસ્થાપિત કરાઈ હતી.[૩] તેમણે ખેતર સાથેના તેમના અનુભવોને "ધ જામુન ટ્રી" નામના પુસ્તક તરીકે લખ્યા હતા, આ પુસ્તક ૨૦૧૨માં પ્રકાશિત થયું હતું.[૪] આ પુસ્તક તે પ્રોજેક્ટનું વર્ણન તથા તેમાં જોડાયેલા લોકોના સ્મરણોનો સમાવેશ કરે છે.[૩] આ પુસ્તક આધ્યાત્મિક નેતા રમેશભાઈ ઓઝાને સમર્પિત કરવામાં આવ્યું હતું અને ડો. અશોક ખોસલા દ્વારા વિશ્વ બેંકની દિલ્હી કચેરીમાં તેનું વિમોચન કરવામાં આવ્યું હતું.[૫]

તેમને ૨૦૧૭માં નારી શક્તિ પુરસ્કાર પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ભારતના રાષ્ટ્રપતિ દ્વારા રાષ્ટ્રપતિ ભવનમાં આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.[૬]

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ India, Government of (2018-03-08), English: Pamela Chatterjee biog from official twitter feed, https://commons.wikimedia.org/wiki/File:Pamela_Chatterjee_biog.jpg, retrieved 2020-04-12 
  2. ૨.૦ ૨.૧ Chatterjee, Pamela; Addor-Confino, Catherine (2005). Listen to the mountains: a Himalayan journal (અંગ્રેજીમાં). Viking, Penguin Books India.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ "The Jamun Tree and other stories on the environment by Pamela Chatterjee buy online". bookstore.teri.res.in. મૂળ માંથી 2020-04-11 પર સંગ્રહિત. મેળવેલ 2020-04-11.
  4. Chatterjee, Pamela (2012-01-01). The Jamun Tree and other Stories on the Environment (અંગ્રેજીમાં). The Energy and Resources Institute (TERI). ISBN 978-81-7993-440-1.
  5. "Sarvodaya Ashram". sashram.org. મેળવેલ 2020-04-11.[હંમેશ માટે મૃત કડી]
  6. "Nari Shakti Puraskar - Gallery". narishaktipuraskar.wcd.gov.in. મેળવેલ 2020-04-11.