પરલખેમુંડી (Oriya: ପାରଳାଖେମୁଣ୍ଡି) (Telugu: పర్లా కిమిడి )ભારત દેશના આવેલા ઓરિસ્સા રાજ્યમાં આવેલું મહત્વનું નગર છે. પરલખેમુંડી ગજપતિ જિલ્લાનું મુખ્ય મથક છે. આ વિસ્તાર માં બોલાતી મુખ્ય ભાષાઓ ઉડીસી અને તેલુગુ છે.

પરલખેમુંડી
પર્લાકિમિડિ
ପାରଳାଖେମୁଣ୍ଡି
—  શહેર  —
પરલખેમુંડીનું
ઓરિસ્સા અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 18°48′N 84°12′E / 18.8°N 84.2°E / 18.8; 84.2
દેશ ભારત
રાજ્ય ઓરિસ્સા
જિલ્લો ગજપતિ
મેયર પીનીન્તી કૃષ્ણ
વસ્તી ૪૨,૯૯૧ (૨૦૦૧)
અધિકૃત ભાષા(ઓ) ઉડિયા[૧]
સ્થાનીય ભાષા(ઓ) ઉડિયા, તેલુગુ, હિન્દી, અંગ્રેજી
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 145 metres (476 ft)

કોડ
  • • પીન કોડ • ૭૬૧૨૦૦
    • ફોન કોડ • +૯૧-૬૮૧૫
    વાહન • OR-20
વેબસાઇટ gajapati.nic.in/
પરલખેમુંડીનાં પર્વત

૨૦૦૧ ની વસ્તી ગણતરી મુજબ પરલખેમુંડીની વસ્તી ૪૨૯૯૧ છે. જેમાં ૫૧% પુરુષ અને ૪૯% સ્ત્રીઓ છે. પરલખેમુંડી નો સાક્ષરતા દર ૬૯% છે. જેમી પુરુષ સાક્ષરતા દર ૭૭% અને સ્ત્રી સાક્ષરતા દર ૬૧% છે. પરલખેમુંડીમાં ૧૧% વસ્તી ૬ વર્ષથી નાની ઉમર ના લોકો ની છે. પરલખેમુંડી માં આશરે ૪૪,૦૦૦ વસ્તી ૨૦૦૭ માં હતી. મોટાભાગની પ્રજા હિંદુ છે, ખ્રિસ્તી બીજા ક્રમાંકે આવે છે. મોટાભાગના લોકો એક કરતા વધારે ભાષા બોલી શકે છે. જેમકે ઉડીસી, તેલુગુ, હિન્દી, અંગ્રેજી.

કૃષ્ણ ચંદ્ર ગજપતિ નારાયણ દેવ, પરલખેમુંડી ના મહારાજા કે જેઓ પૂર્વ ગંગા વંશના ગજપતિ રાજાઓ કે જેમને ૭ શતાબ્દીઓ સુધી ઓરિસ્સા પર રાજ કર્યું હતું તેમના સીધા વંશજ હતા. આ રાજાઓના શાસન દરમિયાન ઓરિસ્સા રાજ્યની સીમાઓ ઉત્તરમાં ગંગાથી લઈને છેક દક્ષિણમાં નેલ્લોર જિલ્લા સુધી વિસ્તરી હતી. ૧૫ મી સદીમાં કોલાહોમી કે જે ગજપતિ કપિલેન્દ્રનો પુત્ર હતો તે પરલખેમુંડી (પછી ગંજામ જિલ્લામાં ) નાં આ વિસ્તાર માં આવ્યો અને પરલખેમુંડીના રાજવી પરિવારની સ્થાપના કરી.

ગજપતિ જિલ્લાનું નામ મહારાજા શ્રી કૃષ્ણ ચંદ્ર ગજપતિ નારાયણ દેવ કે જેઓ પરલખેમુંડીના રાજા સાહેબ (ઓરિસ્સાના પ્રથમ મુખ્યમંત્રી ) હતા તેમના નામ પરથી રખાયું છે. જેમને પરલખેમુંડી વિસ્તારના સમાવેશ સાથે અલગ ઓરિસ્સા રાજ્યનાં નિર્માણ માં ખુબ જ ફાળો આપ્યો હતો. ગજપતિ જિલ્લો ૨ ઓકટોબર ૧૯૯૨ ના રોજ અસ્તિત્વ માં આવ્યો હતો. આ પહેલા તે ગંજામ જિલ્લાનું એક પરુ હતું.

સંદર્ભો

ફેરફાર કરો