પારસી જિમખાના મેદાન
પારસી જિમખાના મેદાન (અંગ્રેજી: Parsi Gymkhana Ground) ભારત દેશના મહારાષ્ટ્ર રાજ્યના મુખ્ય શહેર મુંબઈ ખાતે આવેલ એક બહુહેતુક ક્લબ મેદાન (ગ્રાઉન્ડ) છે. આ મેદાન ખાતે મુખ્યત્વે ફૂટબોલ, ક્રિકેટ અને અન્ય રમતોની વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે
પૂર્ણ નામ | પારસી જિમખાના મેદાન |
---|---|
સ્થાન | મુંબઈ, મહારાષ્ટ્ર, ભારત |
માલિક | પારસી જિમખાના, મરીન ડ્રાઇવ |
સંચાલક | પારસી જિમખાના, મરીન ડ્રાઇવ |
બેઠક ક્ષમતા | ૫,૦૦૦ |
બાંધકામ | |
ખાત મૂર્હત | ૧૮૭૮ |
શરૂઆત | ૧૮૭૮ |
આ મેદાનની સ્થાપના પારસી ક્રિકેટરો દ્વારા કરવામાં આવી હતી, જિમખાના મેદાનનો ઉપયોગ કરીને પારસી ક્રિકેટ ટીમ બોમ્બે ક્વોડ્રાંગ્યુલર અને તેની અનુગામી બોમ્બે પેન્ટાગ્યુલર ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેતી હતી.[૧] પારસી જિમખાનાની સ્થાપના વર્ષ ૧૮૮૪માં કરવામાં આવી હતી[૨] અને વર્ષ ૧૮૮૮માં ખુલ્લી મુકવામાં આવી હતી.[૩] વર્ષ ૨૦૧૦માં, પારસી જિમખાનાએ અન્ય સામુદાયિક સંગઠનો સાથે મળીને સમાજમાં ક્રિકેટની રમત માટે ફરી રસ વધે તેવી યોજનાની જાહેરાત કરી હતી.[૪] આ જિમખાના મેદાન અન્ય આયોજનો માટે પણ વાપરવામાં આવેલ છે, જેમ કે વર્ષ ૨૦૦૯માં વિશ્વની સૌથી સસ્તી કાર ટાટા નેનોનું રતન ટાટા દ્વારા અનાવરણ.[૫]
સંદર્ભો
ફેરફાર કરો- ↑ Aruṇa Ṭikekara, Aroon Tikekar (૨૦૦૬). The Cloister's Pale: A Biography of the University of Mumbai. Popular Prakashan. પૃષ્ઠ ૭૪.
- ↑ Jozsa, Frank P. (૨૦૦૯). Global Sports: Cultures, Markets and Organizations. World Scientific. પૃષ્ઠ 228. ISBN 9812835695.
- ↑ Palsetia, Jesse S. (૨૦૦૧). The Parsis of India: Preservation of Identity in Bombay City. BRILL. પૃષ્ઠ ૧૫૩. ISBN 9004121145.
- ↑ "Cricket pitch: Parsis aim to recover lost ground". NDTV. ૧૪ ઓક્ટોબર ૨૦૧૦. મેળવેલ ૧૬ એપ્રિલ ૨૦૧૨.[હંમેશ માટે મૃત કડી]
- ↑ "Nano wait is over". The Hindu Business Line. ૨૪ માર્ચ ૨૦૦૯. મેળવેલ ૧૬ એપ્રિલ ૨૦૧૨.