૨૦૨૦ પાલઘર ટોળાં હત્યાકાંડ

(પાલઘર ટોળાં હત્યાકાંડ થી અહીં વાળેલું)
ગડચિંચલ is located in મહારાષ્ટ્ર
ગડચિંચલ
ગડચિંચલ
ગડચિંચલ (મહારાષ્ટ્ર)

૨૦૨૦ પાલઘર ટોળાં હત્યાકાંડ ૧૬ એપ્રિલ ૨૦૨૦ના રોજ ભારતના મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના ગડચિંચલ ગામમાં પોલીસની હાજરીમાં બે હિંદુ સાધુઓ અને તેમના ડ્રાઇવરની ટોળાં વડે થયેલી હત્યાની ઘટના છે.

જુના અખાડા સાથે જોડાયેલા બે સાધુઓ, કલ્પવૃક્ષગિરિ મહારાજ (૭૦ વર્ષ) અને સુશીલગીરી મહારાજ (૩૫ વર્ષ) તેમના સાથે ૩૦ વર્ષના ડ્રાઇવર નિલેશ તેલગડે સાથે સુરતમાં તેમના ગુરૂ શ્રી મહંત રામગીરી[]ના અંતિમ સંસ્કારમાં ભાગ લેવા માટે જઇ રહ્યા હતા.[][][] આ દરમિયાન ભારતમાં કોરોનાવાયરસને કારણે લોકડાઉન ચાલી રહ્યું હતું. તેઓ મુંબઈથી ૯૩ માઇલના અંતરે ઉત્તરમાં આવેલા ગડચિંચલ ગામમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે ગામના માણસોના એક જૂથે સ્થાનિક ચોકી પર તેમની કાર રોકી અને તેઓ બાળ અપહરણકર્તા હોવાનો આરોપ લગાવ્યો અને તેમના પર અને લાકડીઓ અને કુહાડીઓથી હુમલો કર્યો.[]

૧૭ એપ્રિલના રોજ પ્રકાશિત થયેલા પ્રારંભિક મીડિયા અહેવાલો અનુસાર, જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસે દાવો કર્યો હતો કે પોલીસે ટોળાને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ટોળાએ તેમને માર માર્યો હતો.[][][]

પ્રતિક્રિયાઓ

ફેરફાર કરો

૧૯ એપ્રિલના રોજ આ ઘટનાનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં ટોળાએ સાધુઓની હત્યા કરી ત્યારે પોલીસ મૌનપૂર્વક ઊભી જોવા મળી રહી છે.[] સાધુ વારંવાર પોલીસ અધિકારીને તેનો હાથ પકડીને તેમની રક્ષા માટે વિનંતી કરતા જોવા મળે છે, પરંતુ પોલીસ તેમને ટોળામાં ધકેલી દે છે.[][૧૦] આ ઘટના પર મહારાષ્ટ્ર સરકારની વ્યાપક ટીકા થઈ.

૧૯ એપ્રિલની સાંજે રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ નિવેદન જારી કર્યું હતું કે આ ઘટનામાં સામેલ ગુનેગારોને ન્યાયિક રીતે સજા આપવામાં આવશે. રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખે ઘટનાની તપાસ માટે ઉચ્ચ સ્તરીય તપાસની ઘોષણા કરી હતી.[૧૧]

મુંબઈ પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી અને ૯ થી વધુ કિશોરો સહિત ૧૦૦થી વધુ લોકોને પોલીસ હિરાસતમાં લેવામાં આવ્યા હતા અને બે પોલીસ અધિકારીઓને પદ પરથી નિલંબિત કરવામાં આવ્યા હતા.[૧૨] [૧૩]

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સહિત વિપક્ષી નેતાઓએ આ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે.[૧૪][૧૫] ૨૦ એપ્રિલના રોજ જુના અખાડાના મહામંડલેશ્વર મહંત હરિ ગિરીએ હત્યા માટે જવાબદાર ગુનેગારો અને પોલીસ સામે ઝડપી કાર્યવાહી કરવાની માંગ કરી હતી.[૧૬] ઉદ્ધવ ઠાકરેએ ગૃહ પ્રધાન અમિત શાહને વિનંતી કરી હતી કે, આ ઘટનાને સાંપ્રદાયિક રીતે રજૂ કરનારાઓ સામે પગલાં લેવામાં આવે.[૧૭][૧૮]

  1. MumbaiApril 21, Kiran D. Tare; April 21, 2020UPDATED:; Ist, 2020 01:02. "Could Palghar lynchings have been averted?". India Today (અંગ્રેજીમાં). મેળવેલ 2020-04-23.CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)
  2. ૨.૦ ૨.૧ Sheikh, Zeeshan (2020-04-20). "Palghar lynching: All you need to know". The Indian Express (અંગ્રેજીમાં). મેળવેલ 2020-04-20.
  3. "Palghar mob lynching: Police take 101 into custody; all you need to know". www.businesstoday.in. મેળવેલ 2020-04-20.
  4. "Maharashtra govt cracks whip over Palghar mob lynching: All that's happened". India Today. 20 April 2020. મેળવેલ 20 April 2020.
  5. Zargar, Arshad R. (20 April 2020). "110 arrested over latest deadly lynch mob attack in India". CBS News. મેળવેલ 21 April 2020.
  6. PalgharApril 17, Divyesh Singh; April 17, 2020UPDATED:; Ist, 2020 17:15. "3 men lynched in Maharashtra on suspicion of being robbers". India Today (અંગ્રેજીમાં). મેળવેલ 2020-04-21.CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)
  7. "Mob Lynching : तीन पर टूट पडी 100 लोगों की भीड़, बेमौत मारे गये निर्दोष". Dainik Jagran (હિન્દીમાં). મેળવેલ 2020-04-21.
  8. Mengle, Gautam S. (2020-04-18). "3 lynched in Palghar after rumours over mistaken identity". The Hindu (અંગ્રેજીમાં). ISSN 0971-751X. મેળવેલ 2020-04-21.
  9. Jaiswal, Priya (2020-04-20). "Palghar mob lynching: What we know so far". www.indiatvnews.com (અંગ્રેજીમાં). મેળવેલ 2020-04-21.
  10. MumbaiApril 21, Kiran D. Tare; April 21, 2020UPDATED:; Ist, 2020 01:02. "Could Palghar lynchings have been averted?". India Today (અંગ્રેજીમાં). મેળવેલ 2020-04-21.CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)
  11. Mengle, Gautam S. (20 April 2020). "Anil Deshmukh announces high-level inquiry into Palghar lynching". The Hindu (અંગ્રેજીમાં). મેળવેલ 21 April 2020.
  12. "More than 100 arrested over India lynching". BBC News (અંગ્રેજીમાં). 2020-04-20. મેળવેલ 2020-04-20.
  13. Singh, Divyesh (20 April 2020). "Two police officers suspended after Palghar mob lynching incident". India Today (અંગ્રેજીમાં). મેળવેલ 21 April 2020.
  14. LucknowApril 20, Press Trust of India; April 20, 2020UPDATED:; Ist, 2020 14:03. "Palghar mob lynching: Have asked Maharashtra CM to take strict action against culprits, says Yogi Adityanath". India Today (અંગ્રેજીમાં). મેળવેલ 2020-04-21.CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)
  15. Apr 20, TNN | Updated:; 2020; Ist, 06:32. "Palghar Incident: Ex-CM Devendra Fadnavis seeks inquiry into Palghar lynching case of three men | Mumbai News - Times of India". The Times of India (અંગ્રેજીમાં). મેળવેલ 2020-04-21.CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)
  16. Apr 21, Sheo S. Jaiswal | TNN | Updated:; 2020; Ist, 15:49. "Akhara seers angry with police & administration over Palghar lynching of sadhus, demand swift & strict action | Dehradun News - Times of India". The Times of India (અંગ્રેજીમાં). મેળવેલ 2020-04-21.CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)
  17. "Uddhav Thackeray urges Amit Shah for action against communal twist to Palghar lynching". The Times of India (અંગ્રેજીમાં). 20 April 2020. મેળવેલ 2020-04-20.
  18. "Thackeray urges Amit Shah to take action against those giving communal twist to Palghar lynching". www.telegraphindia.com (અંગ્રેજીમાં). મેળવેલ 2020-04-20.