પિંડારી અથવા પિન્ડારી હિમનદી (ગ્લેસિયર) ઉત્તરાખંડમાં કુમાઉ હિમાલય વિસ્તારમાં આવેલ નંદા દેવી શિખર નજીકથી વહે છે. આ હિમનદી ગરમીથી પીગળવાને કારણે પિંડારી નદીનો ઉદ્‌ગમ થાય છે, જે અલકનંદા નદીની સહાયક નદી છે. પિંડારી નદી અને અલકનંદા નદીનો સંગમ ગઢવાલ જિલ્લામાં થાય છે અને તે સ્થળ કર્ણપ્રયાગ નામથી ઓળખાય છે. આગળ ગયા પછી અલકનંદા અને ભગિરથી નદી મળીને ગંગા નદી બને છે.

પિંડારી હિમનદી (ગ્લેસિયર)
પિંડારી હિમનદી પદઆરોહણ માર્ગ નકશો (ગ્લેશિયર ટ્રેકિંગ મેપ)

પિંડારી હિમનદી ટ્રેકિંગ માટે સૌથી વધુ લોકપ્રિય છે. તેની આસપાસનો પદ આરોહણ માર્ગ (ટ્રેકિંગ રૂટ) લગભગ ૯૦ કિલોમીટર છે અને છ દિવસમાં પૂર્ણ કરી શકાય છે[].

સંદર્ભો

ફેરફાર કરો
  1. "Mountain Biking the Pindari Glacier | Alienadv.com". www.alienadv.com. મૂળ માંથી 2016-05-09 પર સંગ્રહિત. મેળવેલ ૨૦૧૬-૦૪-૨૫.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો