પીએસએલવી-સી૨
પીએસએલવી-સી૨ ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન દ્વારા ચાલતા પીએસએલવી કાર્યક્રમનું પાંચમું અભિયાન અને બીજું કાર્યાન્વિત(operational) અભિયાન હતું. ૧ જાન્યુઆરી ૧૯૬૨થી ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન દ્વારા શરૂ થયેલાં અંતરિક્ષ અભિયાનોની શ્રેણીમાં આ ૪૩મું ઉડાણ હતું. આ વાહને પૃથ્વીની સૂર્યાચલ અધઃ કક્ષામાં કુલ ત્રણ ઉપગ્રહો તરતા મૂક્યા.[૧][૨][૩][૪][૫] આ અભિયાન દ્વારા નીચે મુજબના ત્રણ ઉપગ્રહો ભૂકેન્દ્રી સૂર્યાચલ અધઃ કક્ષામાં તૈનાત કરવામાં આવ્યા.[૧]
- ભારતનો પ્રથમ દૂર-સંવેદન ઉપગ્રહો ઓશનસેટ-૧ જેને આઈઆરએસ-પી૪ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પીએસએલવીનો તે મુખ્ય વહનભાર હતો.
પીએસએલવી રોકેટનો નમૂનો | |
નામ | ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ વાહન |
---|---|
અભિયાન પ્રકાર | ત્રણ ઉપગ્રહોની તૈનાતી |
ઑપરેટર | ઇસરો |
વેબસાઈટ | ઇસરો વેબસાઇટ |
અભિયાન અવધિ | ૧૧૧૭.૫ સેકંડ |
અવકાશયાન ગુણધર્મો | |
અવકાશયાન | ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ વાહન |
અવકાશયાન પ્રકાર | વિસ્તરણક્ષમ પ્રક્ષેપક-વાહન |
નિર્માતા | ઇસરો |
પ્રક્ષેપણ દ્રવ્યમાન | 294,000 kilograms (648,000 lb) |
વહનભાર દ્રવ્યમાન | 1,202 kilograms (2,650 lb) |
અભિયાન પ્રારંભ | |
પ્રક્ષેપણ તારીખ | ૨૬ મે ૧૯૯૯, ૧૧:૫૨ (IST) |
રોકેટ | પીએસએલવી |
પ્રક્ષેપણ સાઇટ | શ્રીહરિકોટા પ્રક્ષેપણ વિસ્તાર |
કોન્ટ્રાક્ટર | ઇસરો |
કક્ષાકીય પેરામીટર | |
સંદર્ભ કક્ષા | સૂર્યાચલ કક્ષા |
કાર્યકાળ | પૃથ્વીની અધઃ કક્ષા |
નિમ્નસ્થાનgee ઊંચાઈ | 723.1 kilometres (449.3 mi) |
Apogee ઊંચાઈ | 735.1 kilometres (456.8 mi) |
નતિ | 98.286 ડિગ્રી |
આવર્તમાન | 99.310 મિનિટ |
વહનભાર | |
ઓશનસેટ-૧ કિટસેટ-૩ ડીએલઆર-ટુબસેટ | |
ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ વાહનનાં અભિયાનો |
- દક્ષિણ કોરિયાનો કિટસેટ-૩ ઉપગ્રહ
- જર્મનીનો ડીએલઆર-ટુબસેટ
વિસ્તરણક્ષમ પ્રક્ષેપક વાહન પીએસએલવી-સી૨ એક કરતાં વધુ ઉપગ્રહોને વહન કરીને તેમની નિર્ધારીત જુદી જુદી જગ્યાની કક્ષામાં તૈનાત કરવાનું ભારતનું સૌ પ્રથમ અભિયાન બન્યું. એટલું જ નહીં, પણ ઇસરો દ્વારા આ સૌ પ્રથમ વાણિજ્યિક અભિયાન હતું. જર્મની અને દક્ષિણ કોરિયા પ્રત્યેક દેશે ઇસરોને દસ લાખ અમેરિકન ડોલર ચૂક્વ્યા હતા.[૫][૬]
અભિયાન પારામીટર
ફેરફાર કરો- દ્રવ્યમાન:
- ઉડ્ડયન વખતનું કુલ વજન: 294,000 kg (648,000 lb)
- વહનભાર વજન: 1,202 kg (2,650 lb)
- સમગ્રતયા ઊંચાઈ : 44.4 m (146 ft)
- નોદક:
- તબક્કો ૧: ઘન-ઈંધણ રોકેટ (હાઇડ્રોક્સિલ ટર્મિનેટેડ પોલિબ્યુટીન) (૧૩૮.૦ + ૫૪ ટન)
- તબક્કો ૨: પ્રવાહી ઈંધણ રોકેટ અસંમિત ડાયમિથાઇલ હાઇડ્રેઝાઇન + N
2O
4 (૪.૦૬ ટન) - તબક્કો ૩: ઘન-ઈંધણ રોકેટ (હાઇડ્રોક્સિલ ટર્મિનેટેડ પોલિબ્યુટીન) (૭.૨ ટન)
- તબક્કો ૪: પ્રવાહી ઈંધણ રોકેટ (મોનોમિથાઇલહાયડ્રેઝાઇન + મિક્સ ઓક્સાઇડ ઓફ નાઇટ્રોનલ) (૨.૦ ટન)
- એન્જિન:
- તબક્કો ૧: એસ૧૩૯
- તબક્કો ૨: વિકાસ (રોકેટ એન્જિન)
- તબક્કો ૩:
- તબક્કો ૪: ૨ x પીએસ-૪
- ધક્કો:
- તબક્કો ૧: ૪૬૨૮ + ૬૬૨ x ૬ કિલો ન્યૂટન
- તબક્કો ૨: ૭૨૫ કિલો ન્યૂટન
- તબક્કો ૩: ૩૪૦ કિલો ન્યૂટન
- તબક્કો ૪: ૭.૨ x ૨ ન્યૂટન
- પ્રકીર્ણ[૭]
- પ્રક્ષેપકની કુલ ઊંચાઈ: ૪૪.૪મી
- પ્રક્ષેપકનું કુલ દ્રવ્યમાન: ૨૯૪ ટન
- દિક્કોણ: ૧૪૦ ડિગ્રી
- ઉડ્ડયન દિનાંક: ૨૬ મે ૧૯૯૯
- ઉડ્ડયન સમય: ૧૧:૫૨ (IST)
- ઇસરોના ઉડ્ડયન ક્રમ: ૪૩
- કક્ષા: સૂર્યાચલ
- આ અભિયાનના ઉપગ્રહોની સંખ્યા: ૩
- સહભાગી સંસ્થાઓ:
- વિક્રમ સારાભાઈ અંતરિક્ષ કેન્દ્ર, તિરુવનન્તપુરમ
- પ્રવાહી પ્રચલન પ્રણાલિ કેન્દ્ર, બેંગલુરુ
- ઇસરો જડત્વ પ્રણાલિ એકમ, તિરુવનન્તપુરમ
- ઇસરો ટેલિમેટ્રી ટ્રેકિંગ એન્ડ કમર્શિયલ નેટવર્ક, બેંગલુરુ
- અંતરિક્ષ અનુપ્રયોગ કેન્દ્ર, અમદાવાદ
- શ્રીહરિકોટા વિસ્તાર, શ્રીહરિકોટા
- ઇસરો ઉપગ્રહ કેન્દ્ર, બેંગલુરુ
- રાષ્ટ્રીય સુદૂર સંવેદન કેન્દ્ર, હૈદરાબાદ
- એક અન્ય સંસ્થાન
વહનભાર
ફેરફાર કરોઉપર જોયું તેમ પીએસએલવી-સી૨ કુલ ત્રણ ઉપગ્રહોને તૈનાત કર્યા. તેના વહનભારમાં ઓશનસેટ-૧ (આઈઆરએસ-પી૪) મુખ્ય વહનભાર હતો અને કિટસેટ-૩ (Korea Institute of Technology Satellite-3) અને ડીએલઆર-ટુબસેટ (Technical University of Berlin Satellite) ગૌણ વહનભાર હતો. ઓશનસેટ-૧ને સૌથી ઉપર નોઝ-શંકુમાં ગોઠવવામાં આવ્યો હતો અને બાકીના બે ઉપગ્રહોને તેનાથી નીચે પરિઘમાં સામસામે એકબીજાના વિરુદ્ધ છેડે ગોઠવ્યા હતા. તૈનાતીમાં સૌથી પહેલાં આઈઆરએસ-પી૪ને તેની કક્ષામાં મૂકવામાં આવ્યો. ત્યાર બાદ કિટસેટ-૩ અને પછી ડીએલઆર-ટુબસેટ છૂટા પડ્યા.[૧][૮][૯]
દેશ | નામ | ક્રમ | દ્રવ્યમાન | પ્રકાર | હેતુ |
---|---|---|---|---|---|
ભારત | ઓશનસેટ-૧ | ૧ | ૧૦૫૦ કિલો | ભારતીય દૂર-સંવેદન ઉપગ્રહ | દૂર-સંવેદન |
દક્ષિણ કોરિયા | કિટસેટ-૩ | ૧ | ૧૦૭ કિલો | સૂક્ષ્મ ઉપગ્રહ | પરીક્ષણ અને નવી ઉપગ્રહ બસનું નિદર્શન& તેનો વહનભાર |
જર્મની | ડીએલઆર-ટુબસેટ | ૧ | ૪૫ કિલો | સૂક્ષ્મ ઉપગ્રહ | નવી વિકસિત એટિટ્યુડ નિયમન પ્રણાલિનું પરીક્ષણ |
પ્રક્ષેપણ અને આયોજિત ઉડાણ રેખાંકન
ફેરફાર કરોપીએસએલવીનું પ્રક્ષેપણ આજના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર એટલે કે, તે વખતના શ્રીહરિકોટા પ્રક્ષેપણ વિસ્તાર ખાતે ૨૬ મે ૧૯૯૯ની સવારે ૧૧:૫૨ વાગે (IST) થયું. ઉડાણ માટેના ટાવરથી પાંચ કિલોમીટર દૂરથી ઉડાણનું નિયંત્રણ કક્ષ અને સાથે જ અભિયાન નિયંત્રણ કક્ષ આવેલા છે. ઉડાણ માટેનો ટાવર ઉડાણ પહેલાના જાહેર થયા અંદાજ મુજબ પૃથ્વીની કક્ષામાં ઉપગ્રહનું પૃથ્વીથી ન્યૂનતમ અને અધિકતમ દૂરી 727 km (452 mi)ની આસપાસ રહેવાનું માનવામાં આવ્યું હતું. વાસ્તવિક અવલોકન મુજબ ન્યૂનતમ અંતર 723 km (449 mi) અને મહત્તમ અંતર 735 km (457 mi) હતાં. યોજના મુજબની ઉડાણની પ્રોફાઇલ નીચે મુજબ છે.[૧][૨][૩][૪][૫][૭]
બહુસ્તરીય રોકેટ | સમય (સેકન્ડ) |
ઊંચાઈ (કિ.મી.) |
વેગ (મી/સે) |
ઘટના | ટિપ્પણી |
---|---|---|---|---|---|
પ્રથમ તબક્કો | T+૦ | ૦.૦૨ | ૪૫૦ | પહેલા તબક્કાનું પ્રજ્વલન | ઉડાણ |
T+૧.૨ | ૦.૦૨ | ૪૫૦ | ચાર બંધાયેલી મોટરનું જમીન પર પ્રજ્વલન | ||
T+૨૫.૧ | ૨.૪૩ | ૫૪૦ | બે બંધાયેલી મોટરનું હવામાં પ્રજ્વલન | ||
T+૬૮.૧ | ૨૩.૧૦ | ૧,૧00 | જમીન પર પ્રજ્વલિત ચાર મોટરનું વિચ્છેદ | ||
T+૯૦.૧ | ૪૦.૨૧ | ૧,૫૨૦ | હવામાં પ્રજ્વલિત બે મોટરનો વિચ્છેદ | ||
T+૧૧૭.૭ | ૭૨.૦૮ | ૧,૯૭૦ | પ્રથમ તબક્કાના રોકેટનું વિચ્છેદન | ||
દ્વિતીય તબક્કો | T+૧૧૭.૯ | ૭૨.૩૮ | ૧,૯૭૦ | બીજા તબક્કાનું પ્રજ્વલન | |
T+૧૬૨.૭ | ૧૨૦.૭૧ | ૨,૨૧૦ | ઉષ્મા કવચ વિચ્છેદન | ||
T+૧૬૭.૭ | ૧૨૬.૬૦ | ૨,૨૬૦ | સંવૃત્ત કડી માર્ગદર્શન શરૂઆત | ||
T+૨૮૪.૫ | ૨૫૪.૦૩ | ૪,૦૭૦ | દ્વિતીય તબક્કાનું વિચ્છેદન | ||
ત્રીજો તબક્કો | T+૨૮૫.૭ | ૨૫૫.૪૬ | ૪,૦૬૦ | ત્રીજા તબક્કાનું પ્રજ્વલન | |
T+૫૦૬.૪ | ૫૩૩.૫૭ | ૫,૯૭૦ | ત્રીજા તબક્કાનું વિચ્છેદન | ||
ચોથો તબક્કો | T+૫૮૪.૪ | ૬૦૫.૪૪ | ૫,૮૭૦ | ચોથા તબક્કાનું પ્રજ્વલન | |
T+૯૯૧.૭ | ૭૨૮.૨૫ | ૭,૪૯૦ | ચોથા તબક્કાના ધક્કાનું કપાણ | ||
T+૧૯૧૭.૫ | ૭૨૮.૬૬ | ૭,૪૯૦ | ઓશનસેટ-૧ (આઈઆરએસ-પી૪) છૂટો પડ્યો | ||
T+૧૦૬૭.૫ | ૭૨૯.૫૧ | ૭,૪૯૦ | કિટસેટ-૩ છૂટો પડ્યો | ||
T+૧૧૧૭.૫ | ૭૩૦.૪૧ | ૭,૪૯૦ | ડીએલઆર-ટુબસેટ છૂટો પડ્યો |
આ પ્રક્ષેપણના સાક્ષી તત્કાલીન ભારતના વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયી, તત્કાલીન વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક મંત્રી ડૉ. મુરલી મનોહર જોશી, તથા તત્કાલીન રાજ્ય વિદેશ મંત્રી સુશ્રી વસુંધરા રાજે બન્યા હતા. તેઓની સાથે તે વખતના અવિભાજિત આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી ચંદ્રબાબુ નાયડુ પણ જોડાયા હતા.[૬]
વધુ અભ્યાસ
ફેરફાર કરોReferences
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ "પીએસએલવી-સી૨". ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન. મૂળ માંથી 2 એપ્રિલ 2016 પર સંગ્રહિત. મેળવેલ ૯ જુલાઈ ૨૦૧૬. Check date values in:
|access-date=
(મદદ) - ↑ ૨.૦ ૨.૧ "અંતરિક્ષ પ્રક્ષેપણ અહેવાલ-પીએસએલવી". અંતરિક્ષ પ્રક્ષેપણ અહેવાલ. મેળવેલ ૯ જુલાઈ ૨૦૧૬. Check date values in:
|access-date=
(મદદ) - ↑ ૩.૦ ૩.૧ "૧૯૬૦થી ઇસરોની સમયરેખા". ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન. મૂળ માંથી 20 નવેમ્બર 2016 પર સંગ્રહિત. મેળવેલ ૯ જુલાઈ ૨૦૧૬. Check date values in:
|access-date=
(મદદ) - ↑ ૪.૦ ૪.૧ "પીએસએલવી-સી૨ અભિયાન". iisc.ernet.in. મૂળ માંથી 5 માર્ચ 2017 પર સંગ્રહિત. મેળવેલ ૯ જુલાઈ ૨૦૧૬. Check date values in:
|access-date=
(મદદ) - ↑ ૫.૦ ૫.૧ ૫.૨ "પીએસએલવીનું વિજ્ઞાન અને વાણિજ્ય". Frontline (magazine). મેળવેલ ૯ જુલાઈ ૨૦૧૬. Check date values in:
|access-date=
(મદદ) - ↑ ૬.૦ ૬.૧ "પીએસએલવીએ સફળતાથી ત્રણ ઉપગ્રહો પ્રક્ષેપિત કર્યા". Press Information Bureau. મેળવેલ ૯ જુલાઈ ૨૦૧૬. Check date values in:
|access-date=
(મદદ) - ↑ ૭.૦ ૭.૧ ૭.૨ "પીએસએલવી-સી૨ બ્રોશર" (PDF). ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન. મૂળ (PDF) માંથી 5 માર્ચ 2016 પર સંગ્રહિત. મેળવેલ ૯ જુલાઈ ૨૦૧૬. Check date values in:
|access-date=
(મદદ) - ↑ "કોરિયા ઇન્સટિટ્યુટ ઓફ ટેકનોલૉજી ઉપગ્રહ-૩". eoportal.org. મેળવેલ ૯ જુલાઈ ૨૦૧૬. Check date values in:
|access-date=
(મદદ) - ↑ "ટુબસેટ કાર્યક્રમ". eoportal.org. મેળવેલ ૯ જુલાઈ ૨૦૧૬. Check date values in:
|access-date=
(મદદ)