પીપાવાવ શીપયાર્ડ
પીપાવાવ શીપયાર્ડ (હવે રિલાયન્સ ડિફેન્સ એન્ડ એન્જિનિયરીંગ કંપની) એ આંતરરાષ્ટ્રીય કક્ષાએ જથ્થાબંધ સામાનના પરિવહન માટેના જહાજોનું નિર્માણ અને ઑફશોર રિગ સમારકામ કરતી સંસ્થા છે જે યુદ્ધજહાજો, સબમરીન વગેરે બનાવવામાં પણ સક્ષમ છે. અહીં ભારતનો સૌથી મોટો ડ્રાય ડૉક, ૬૦૦ ટન ક્ષમતા ધરાવતી બે વિશાળ ક્રેન તથા વિશાળ અને આધુનિક ફેબ્રિકેશન સુવિધા છે. આ શીપયાર્ડ ગુજરાતમાં અમરેલી જિલ્લામાં પીપાવાવ ખાતે આવેલું છે. તેનું સંચાલન અનિલ અંબાણી ગૃપના નેજા હેઠળના રિલાયન્સ ડિફેન્સ એન્ડ એન્જિનિયરીંગ કંપની દ્વારા કરવામાં આવે છે જેનું હેડ ક્વાર્ટર મુંબઈ ખાતે આવેલું છે.
જાહેર સાહસ | |
શેરબજારનાં નામો | BSE: 533107 NSE: PIPAVAVYD |
---|---|
ઉદ્યોગ | જથ્થાબંધ સામાનના પરિવહન માટેના જહાજોનું નિર્માણ કરતી સંસ્થા જે યુદ્ધજહાજો, સબમરીન વગેરે બનાવવામાં અને ઑફશોર રિગ સમારકામ કરવામાં પણ સક્ષમ છે. |
સ્થાપના | 1997 |
સ્થાપકો | નિખિલ ગાંધી, ભાવેશ ગાંધી |
મુખ્ય કાર્યાલય | મુંબઈ, ભારત |
સેવા અપવામાં અવતા વિસ્તારો | વિશ્વવ્યાપી |
સેવાઓ | જથ્થાબંધ સામાનના પરિવહન માટેના જહાજો, ઑફશોર રિગનું નિર્માણ અને સમારકામ |
આવક | ₹૩૧૬.૪૭ crore (US$૪૨ million) (2014)[૧] |
ચોખ્ખી આવક | ₹૭.૪૧ crore (US$૯,૭૦,૦૦૦) (૨૦૧૪) |
કર્મચારીઓ | ૨૦૦૦ |
વેબસાઇટ | www |
ઇતિહાસ
ફેરફાર કરોનિખિલ ગાંધી અને ભાવેશ ગાંધીના સ્કિલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા દ્વારા સ્થાપિત અને વિકસિત આ શિપયાર્ડનો પીપાવાવ ખાતે ૨૦૦૭માં પ્રારંભ થયો હતો. ૨૦૦૮ પછી કંપનીમાં અન્ય લોકોએ તથા અન્ય બિનભારતીય સંસ્થાઓએ પણ રોકાણ કરતાં કંપની પાસે રોકાણમાં વધારો થયો હતો. ૨૦૦૯માં કંપની બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનઝ મારફતે પબ્લિક ઈસ્યુ બહાર પાડીને જાહેર સાહસ તરીકે બજારમાં આવી હતી તથા તેનું નામ બદલીને પીપાવાવ ડિફેન્સ એન્ડ ઑફશોર એન્જીનીયરીંગ કંપની કરવામાં આવ્યું હતું. ભારતના પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ દ્વારા આ શિપયાર્ડ દેશને અર્પણ કરાયું હતું.
પીપાવાવ શીપયાર્ડ ભારતની ખાનગી ક્ષેત્રની પ્રથમ કંપની બની છે જે ભારતીય નેવી માટે યુદ્ધજહાજો, સબમરીન વગેરે બનાવવાની ક્ષમતા ધરાવે છે. ભારતીય નેવી માટે યુદ્ધજહાજો અને અન્ય વિકલ્પોની જરૂરિયાતો પૂરી પાડવા સક્ષમ ભારતની અગ્રગણ્ય કંપની છે. અહીં ખાનગી ક્ષેત્ર માટે જથ્થાબંધ માલની હેરફેર માટેના પોસ્ટ પનામેક્સ વ્યાપારિક જહાજો સતત બની રહ્યાં છે. ભૂમિગત તેલની શોધ માટે વપરાતી ઑફશોર સુવિધા - રિગનું અહીં સમારકામ સફળતાપૂર્વક થઈ રહ્યું છે. ઉપરાંત અહીં ઑફશૉર સપ્લાય માટેના જહાજો પણ બની રહ્યાં છે.
૨૦૧૫માં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ હેઠળ ભારતને યુદ્ધજહાજોના નિર્માણમાં એશિયાનું હબ બનાવવા માટે પીપાવાવ શીપયાર્ડની પસંદગી કરવામાં આવી હતી. મૂળ ગુજરાતી એવા ભારતના ટોચના ઉદ્યોગપતિ અનિલ અંબાણીએ પીપાવાવ શીપયાર્ડમાં રોકાણ કર્યું. ૫ માર્ચ ૨૦૧૫ના રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિ. દ્વારા $૧૩૦ મિલિયન ડોલરના જંગી રોકાણ માટેના કરાર કરાયા.[૨] રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિ. એ પીપાવાવ શીપયાર્ડનું સુકાન સંભાળતા અનિલ અંબાણી તેના નવા ચેરમેન બન્યા અને કંપનીનું નામ બદલીને નવું નામ રિલાયન્સ ડિફેન્સ એન્ડ એન્જિનિયરીંગ કંપની નોંધાવવામાં આવ્યું છે.[૩][૪]
સુવિધાઓ
ફેરફાર કરોપીપાવાવ શિપયાર્ડ ખાતે એક જંગી ડ્રાય ડૉક (૬૬૨ મીટર લંબાઈ, ૬૫ મીટર પહોળાઈ અને ૧૧.૫ મીટર ઉંડાઈ) બનાવાયો છે. ઉપરાંત એક વેટ ડૉક, બે જંગી ક્રેન (૬૦૦ ટન સુધીની ક્ષમતા ધરાવતી), એક જેટી તથા જહાજોના બાંધકામ માટેની ખૂબ જ વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલી સુવિધા ઉપલબ્ધ છે.
સંદર્ભો
ફેરફાર કરો- ↑ "Financial Results, Q1 2014–15" (PDF). pipavav defence and offshore engineering company limited. મૂળ (PDF) માંથી 2014-11-04 પર સંગ્રહિત. મેળવેલ ૧૪ ઓગષ્ટ ૨૦૧૪. Check date values in:
|access-date=
(મદદ) - ↑ "Reliance Infra to take control of Pipavav Defence in $130 mln deal". Reuters. ૪ માર્ચ ૨૦૧૫. મૂળ માંથી 2015-03-07 પર સંગ્રહિત. મેળવેલ ૫ માર્ચ ૨૦૧૫.
- ↑ "Anil Ambani chairman of Pipavav Defence after RInfra takes control".
- ↑ "Pipavav Defence is now Reliance Defence and Engineering".