અમરેલી જિલ્લો

ગુજરાતનો જિલ્લો

અમરેલી જિલ્લો ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલો એક જિલ્લો છે. અમરેલી જિલ્લાનું નામ અમરેલી શહેર ઉપરથી પડેલ છે, જે જિલ્લાનું મુખ્ય મથક છે. સીંગ, કપાસ તેમજ ઘઉંની ખેતી માટે માત્ર ગુજરાત રાજ્યમાં જ નહીં પણ આખા ભારત દેશમાં પ્રખ્યાત છે. અહીં પીપાવાવ બંદર આવેલું છે. રાજુલામાં ભારત દેશનો સૌથી મોટો સિમેન્ટ પ્લાન્ટ આવેલો છે.

અમરેલી જિલ્લો
ગુજરાતનો જિલ્લો
સમઘડી દિશામાં ઉપર-ડાબેથી: ભડકેશ્વર મહાદેવ મંદિર, દુધાળા જાફરાબાદમાં મીઠાના અગરો, કોટડી ટેકરી, મજાદરમાં રામદેવ પીર મંદિર
નકશો
અમરેલી જિલ્લાનો નકશો
અમરેલી જિલ્લાનું ગુજરાતમાં સ્થાન
અમરેલી જિલ્લાનું ગુજરાતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ: 20°52′N 70°45′E / 20.867°N 70.750°E / 20.867; 70.750
દેશ ભારત
રાજ્યગુજરાત
વિસ્તારસૌરાષ્ટ્ર
મુખ્યમથકઅમરેલી
વિસ્તાર
 • કુલ૭,૩૯૭ km2 (૨૮૫૬ sq mi)
વસ્તી
 (૨૦૧૧)[]
 • કુલ૧૫,૧૪,૧૯૦
 • ક્રમ૧૯મો (ગુજરાતમાં)
 • ગીચતા૨૦૦/km2 (૫૩૦/sq mi)
સમય વિસ્તારUTC+05:30
વેબસાઇટgujaratindia.com

રાજાશાહી કાળમાં અમરેલી જિલ્લો વડોદરા રાજ્યનો ભાગ હતો. નાગનાથ મંદિરમાના એક શિલાલેખ ઉપરથી જાણવા મળે છે કે અમરેલીનું પ્રાચીન નામ અમરવલ્લી હતું. આશરે ૧૭૩૦ માં દામાજીરાવ ગાયકવાડ કાઠિયાવાડમાં ઉતરી આવ્યા તે સમયે, અમરેલી પર ત્રણ પક્ષોનો, જાલિયા જાતિના કાઠીઓ, દિલ્હીના બાદશાહ પાસેથી મેળવેલી જમીનની સનદ ધરાવતા કેટલાક સૈયદો અને અમદાવાદના સૂબાના તાબેદાર જૂનાગઢના ફોજદારનો કબ્‍જો હતો. દામાજીરાવે એ તમામ પર ખંડણી નાખી. આમ મરાઠા સરદાર દામાજીરાવ ગાયકવાડે ઈ.સ.૧૭૪ર-૪૩ માં આરેલી અને લાઠી ખાતે લશ્કરી થાણા સ્થાપ્યાં. ૧૮ર૦ સુધી ગાયવાડના સ્રબા વિઠલરાવ દેવાજીનું કાઠીયાવાડ પર નિયંત્રણ રહયુ, જેઓ ગાયકવાડે મેળવેલા મુલકના પાટનગર અમરેલી ખાતે રહેતા હતા. ક્રમમાં આવતા તે પછીના સંપાદન કરેલ, અગાઉ છાભરિયા તરીકે ઓળખતા દામનગર અને છ ગામો હતા, જે લાઠીના લાખાજીએ પોતાની પુત્રીના દામાજીરાવ ગાયકવાડ સાથેના લગ્નપ્રસંગે દહેજમાં આપ્યા હતા. બાબરાના કાઠીઓ અને બીદૃઓએ લઈ લીધેલા કેટલાક ગામો પાછા મેળવીને વિઠલરાવ દેવાજીએ આમા વધારો કર્યો. આ સંપાદનથી ર૬ ગામોનો દામનગર મહાલ બન્યો. પાછળની આ મહાલ લાઠી તાલુકામાં ભેળવવામાં આવ્યો.

જિલ્લાની પુનઃરચનાની યોજના હેઠળ આ જિલ્લાને તબદીલ કરવામાં આવેલ હતો. છેલ્લા સૈકા દરમિયાન ધારીનો કિલ્લો, સરસીયાના થેબાની કાઠીના કબ્જામાં હતો. જે તેમણે રાણીંગવાલા નામના પ્રખ્યાત બહારવટીયાને મફત સોંપી દીધો. રાણીંગવાલા બહારવટા માટે બહાર ગયો હતો ત્યારે ગાયકવાડે ધારી તાલુકો પોતાના પ્રદેશમાં ભેળવી દીધો. ગાયકવાડે સૌ પ્રથમ કોડિનારમાં કયારે પ્રવેશ કર્યો તે ચોકકસ નથી, પરંતુ તેનું એક થાણું મૂળ દ્વારકામાં હતું, જેના નિભાવ માટે જૂનાગઢના નવાબે કોડિનારની અર્ધી મહેસૂલી જૂનાગઢના નવાબે કોડિનારની અર્ધી મહેસૂલી રકમ સૂપ્રત કરી દીધી હતી.[]

અમરેલી જિલ્લામાં આવેલા તાલુકાઓ

ફેરફાર કરો

આ જિલ્‍લામાં કુલ ૧૧ તાલુકાઓ આવેલા છે:

જોવાલાયક સ્થળો

ફેરફાર કરો
અમરેલી તાલુકો
  • અમરેલીનો ટાવર
  • રાજમહેલ, અમરેલી
  • ગિરધરભાઇ સંગ્રહાલય, અમરેલી
  • રેલ્‍વે સ્‍ટેશન, અમરેલી
  • સરકારી જિલ્‍લા પુસ્‍તકાલય, અમરેલી
  • નાગનાથ મંદિર, અમરેલી
  • જુમ્‍મા મસ્જિદ
  • જીવન મુક્તેશ્વર મંદિર
  • કામનાથ મહાદેવ મંદિર
  • કૈલાસ મુક્ત‍િધામ
  • દ્વારકાધીશ હવેલી
  • ભોજલરામ ધામ, ફતેપુર
  • આઈ ભોળી માતાનું મંદિર, નાના માચીયાળા
  • ભીમનાથ મહાદેવ મંદિર, નાના માચીયાળા
  • રામજી મંદિર નાના માચીયાળા
  • સ્‍વામિનારાયણ મંદિર નાના માચિયાળા
  • કવિ ઇશ્વરદાન સમૃતિ મંદિર ઇશ્વરીયા
  • કત્રી ગુરુદત્ત મંદિર
  • મહાત્‍મા મુળદાસ બાપુની જગ્‍યા
  • કામનાથ ડેમ
  • સ્‍વામિનારાયણ ગુરુકુળ, તરવડા
  • સિદ્ધ‍િ વિનાયક મંદિર
  • બાલભવન જીલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, અમરેલી
  • બાલભવન કોમ્પ્યુટર સેન્ટર, અમરેલી
લાઠી તાલુકો
  • ચાવંડ દરવાજો
  • શાહગૌરા વાવ
  • કલાપી તીર્થ
  • ભુરખીયા હનુમાન મંદિર
લીલીયા તાલુકો
  • ઉમિયામાતા મંદિર, લીલીયા મોટા
  • અંટાળીયા મહાદેવ
બાબરા તાલુકો
  • પાંડવકુંડ
  • રાંદલમાતા મંદિર, દડવા
  • બુઠનશાહપીરની દરગાહ-પીર. ખીજડીયા
ધારી તાલુકો
  • ખોડિયાર મંદિર, ધારી
  • શ્યામ સુંદર મંદિર, સરસીયા
  • ખોડિયાર ડેમ, ધારી
  • દાનગીગેવ મંદિર, ચલાલા, સફારી પાર્ક
  • સ્વામીનારાયણ મંદિર
  • યોગી ઘાટ, યોગીજી મહારાજનું જન્મ સ્થળ.
  • હિગળાજ માતા મંદિર
ખાંભા તાલુકો
  • મહાદેવ મંદિર, અંટાળીયા
  • હનુમાનગાળા, ખાંભા
  • નાના બારમણની ધાર
કુંકાવાવ તાલુકો
  • કૃષ્‍ણવલ્‍લભાચાર્ય સ્‍મૃતિ મંદિર, કુંકાવાવ
  • સ્‍વામીનારાયણ મંદિર, વડીયા
  • સંત વેલનાથ સમાધિ અને કુકાવાશાપીર દરગાહ, ખડખડ
રાજુલા તાલુકો
  • વિકટર ગામે ઇજનેરનું સ્‍મૃતિસ્‍થાન, રાજુલા
  • રાજુલાનો ટાવર
  • ચાંચ બંદર, રાજુલા
  • ચાંચ બંગલો, રાજુલા
  • રાજુલાનો સમુહકાંઠો
  • પીપાવાવ પોર્ટ, રાજુલા
  • અલ્‍ટ્રાટેક સિમેન્‍ટ ફેકટરી, રાજુલા
  • પીપાભગનું મંદિર, પીપાવાવ
જાફરાબાદ તાલુકો
  • શિયાળબેટ
  • વારાહસ્‍વરૂપ મંદિર
  • જાફરાબાદનો પૌરાણિક કિલ્‍લો
  • લુણસાપુરિયા દાદાની મૂર્ત‍િ
સાવરકુંડલા તાલુકો
  • વારાહી માતા મંદિર, હઠીલા
  • જશોનાથ મહાદેવ, કુંડલા
  • ફોરેસ્ટ બંગલો, મીતીયાળા
  • સંતશ્રી લાખા ભગતનું મંદિર, સાવર
  • કબીર ટેકરી, ભૂગર્ભ ગુફા, કુંડલા
  • સોમનાથ મહાદેવ, ગિરધર વાવ
  • ખોડીયાર મંદિર, મોટા ઝિંઝૂડા

રાજકારણ

ફેરફાર કરો

વિધાનસભા બેઠકો

ફેરફાર કરો
મત બેઠક ક્રમાંક બેઠક ધારાસભ્ય પક્ષ નોંધ
૯૪ ધારી જયસુખભાઇ કાકડીયા ભાજપ
૯૫ અમરેલી કૌશિક વેકરિયા ભાજપ
૯૬ લાઠી જનકભાઇ થલાવિયા ભાજપ
૯૭ સાવરકુંડલા મહેશ કાસવાલા ભાજપ
૯૮ રાજુલા હિરાભાઇ સોલંકી ભાજપ
  1. "Amreli District Population Census 2011, Gujarat literacy sex ratio and density". www.census2011.co.in. મેળવેલ ૯ એપ્રિલ ૨૦૧૭.
  2. "અમરેલી જિલ્લા પંચાયત | જિલ્લા વિષે | ઈતિહાસ". amrelidp.gujarat.gov.in. મૂળ માંથી 2015-07-05 પર સંગ્રહિત. મેળવેલ ૯ એપ્રિલ ૨૦૧૭.

આ પણ જુઓ

ફેરફાર કરો

બાહ્ય કડીઓ

ફેરફાર કરો