પુરુરવા (સંસ્કૃત: पुरूरवाः), ચંદ્રવંશના પ્રથમ રાજા હતા. વેદાનુસાર, તેઓ સૂર્ય અને ઉષા સાથે સંકળાયેલી એક પૌરાણિક અસ્તિત્વ છે, જેઓ બ્રહ્માંડ મધ્ય ભાગમાં રહે છે. ઋગ્વેદ[૧] મુજબ તેઓ ઇલાના પુત્ર અને ધર્મનિષ્ઠ રાજા હતાં.[૨] જો કે, મહાભારત મુજબ ઇલા તેમના માતા અને પિતા બંને હતા. વિષ્ણુ પુરાણ અનુસાર, તેમના પિતા બુધ હતા.

પુરૂરવા
Pururavas
માહિતી
કુટુંબઇલા (માતા), બુધ (પિતા)

ઉર્વશી અને પુરુરવાનું વૃતાંતફેરફાર કરો

 
"ઉર્વશી અને પુરુરવા", રાજા રવિ વર્માનું ચિત્ર

ઉર્વશી અને પુરુરવાની કથાનું પહેલું વર્ણન ઋગવેદ અને સત્પથ બ્રાહ્મણ માં જોવા મળે છે. પાછળના સંસ્કરણો મહાભારત, હરિવંશ પુરાણ, વિષ્ણુ પુરાણ, મત્સ્ય પુરાણ[૩] અને ભાગવત પુરાણમાં જોવા મળે છે. રાજા પુરુરવા અને ઉર્વશીની પ્રેમ કથા, મહાન સંસ્કૃત કવિ કાલિદાસ વિક્રમોર્વશીયમ્ નાટકમાં પણ લખાયેલી છે.

સંદર્ભોફેરફાર કરો

  1. (રુચા.૯૫.૧૮)
  2. Misra, V.S. (2007). Ancient Indian Dynasties, Mumbai: Bharatiya Vidya Bhavan, ISBN 81-7276-413-8, p.57
  3. Dandekar, R.N. (1962). Indian Mythology in S. Radhakrishnan ed. The Cultural Heritage of India, Calcutta: The Ramakrishna Mission Institute of Culture, ISBN 81-85843-03-1, pp.229–30, 230ff